જાણી લો કોણ છે આ અભિનેત્રી, જેનું હાલમાં જોડાઇ રહ્યું છે આમિર ખાન સાથે નામ, સોશિયલ મીડિયા પર થવા લાગી જોરદાર ટ્રેન્ડ

આમિર ખાનના ડિવોર્સને લઈને સોશિયલ મીડિયા પર ફાતિમા સના શેખ કેમ થઈ રહી છે ટ્રેન્ડ?

બૉલીવુડ સ્ટાર આમિર ખાનનો બીજીવાર ડિવોર્સ થઈ ગયો છે. આમિર ખાન અને એમની પત્ની કિરણ રાવે 3 જૂનના એઓજ ડિવોર્સ લેવા વિશે ઘોષણા કરી છે. આમિર ખન્ના ફેન્સ માટે આ ખબર એકદમ ચોંકાવનારી છે.

પણ એનાથી પણ વધુ ચોંકાવનારી ખબર એ છે કે આમિર ખાન અને કિરણ રાવના ડિવોર્સ પછી સોશિયલ મીડિયા પર આમિર ખાનની કૉસ સ્ટાર રહી ચુકેલી એક્ટ્રેસ ફાતિમા સના શેખ ટ્રેન્ડ કરી રહી છે. વાત જાણે એમ છે કે સોશિયલ મીડિયા પર લોકો અટકલ

લગાવી રહ્યા છે કે આમિર ખાનના કિરણ રાવ સાથે ડિવોર્સનું કારણ છે આમિર ખાનની એક્ટ્રેસ ફાતિમા સના શેખ સાથે વધતી નજદીકિયા. આમિર ખાન અને ફાતિમા સના શેખે ફિલ્મ દંગલમાં એકસાથે કામ કર્યું હતું.

આ ફિલ્મ ફાતિમા સના શેખની ડેબ્યુ ફિલ્મ હતી અને આ ફિલ્મમાં એમને આમિર ખાનની દીકરીની ભૂમિકા ભજવી હતી. સોશિયલ મીડિયા પર લોકો #Fatima કરીને સતત ટ્વીટ કરી રહ્યા છે. જોઈ લો અમુક યુઝર્સના રિએક્શન.


તમને જણાવી દઈએ મેં આમિર ખાન અને ફાતિમા સના શેખના લિંકઅપની અફવાઓ પહેલા પણ સામે આવી ચૂકી છે. આ ખબરો પર રીએક્ટ કરતા ત્યારે ફાતિમા સના શખે કહ્યું હતું કે આમિર ખાનને પોતાના એક માર્ગદર્શક અને લાઈફ ગુરુ જેવાં માને છે. જો કે હજી પણ લોકો સોશિયલ મીડિયા પર આમિર ખાન અને ફાતિમા સના શેખની કથિત લિંકઅપ પર ખૂબ જ ગોસિપ કરી રહ્યા છે

તમને જણાવી દઈએ કે 56 વર્ષના આમિર ખાને વર્ષ 2005માં કિરણ રાવ સાથે લગ્ન કર્યા હતા. આમિર ખાને એ પહેલાં વર્ષ 1986માં રીના દત્તા સાથે લગ્ન કર્યા હતા.આમિર ખાન અને રીના દત્તાનો ડિવોર્સ વર્ષ 2002માં થયા હતા. આમિર ખાન હવે પોતાની આવનારી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢામાં દેખાશે જેની આ વર્ષે ક્રિસમસ સુધી રિલીઝ થવાની આશા છે.


આશુતોષ ગોવારિકરની ફિલ્મના શૂટિંગ દરમિયાન કિરણ રાવ અને આમિર ખાન પહેલી વાર મળ્યા હતા. કિરણ રાવ ફિલ્મ `લગાન` માં સહાયક દિગ્દર્શક હતા. આમિર ખાનના આ બીજા લગ્ન હતા. આ પહેલા આમિર ખાને રીમા દત્તા સાથે લગ્ન કર્યા હતા અને તેની સાથે 15 વર્ષ પછી રીમાએ છૂટાછેડા પણ લઈ લીધા હતા. આમિરના પહેલા લગ્નથી તેમને એક પુત્ર અને પુત્રી છે.


આમિર ખાન અને કિરણ રાવે એક સંયુક્ત નિવેદનમાં કહ્યું, “આ સુંદર 15 વર્ષોમાં અમે એક સાથે જીવનભરના અનુભવો, આનંદ અને હાસ્ય શેર કર્યા છે અને અમારો સંબંધ ફક્ત વિશ્વાસ, આદર અને પ્રેમથી વધ્યો છે. હવે અમે જીવનમાં એક નવો અધ્યાય શરૂ કરવા માંગીએ છીએ, હવે પતિ-પત્ની તરીકે નહીં પણ સહ-માતાપિતા અને એકબીજાના પરિવાર તરીકે.

અમે થોડા સમય પહેલા જ સેપરેટ થવાનું નક્કી કરી લીધુ હતું અને હવે નિર્ણયને ઓપચારિક કરવામાં સહજ અનુભવીએ છીએ. અલગ અલગ રહેવાથી પણ અમે એક વિસ્તૃત પરિવાર તરીકે રહીશું, અમે અમારા પુત્ર આઝાદના સમર્પિત માતાપિતા છીએ, જેનો ઉછેર અમે સાથે મળીને કરીશું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Related Posts

0 Response to "જાણી લો કોણ છે આ અભિનેત્રી, જેનું હાલમાં જોડાઇ રહ્યું છે આમિર ખાન સાથે નામ, સોશિયલ મીડિયા પર થવા લાગી જોરદાર ટ્રેન્ડ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel