નઘરોળ તંત્ર! જીવિત વ્યક્તિને ફોન કરીને કીધુ, તમારૂ ડેથ સર્ટિફિકેટ બની ગયું છે આવીને લઈ જાવ
મહારાષ્ટ્રના થાણેથી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. અહીંના 55 વર્ષીય શાળાના શિક્ષક ચંદ્રશેખર જોશીને જ્યારે અચાનક થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન (ટીએમસી)નો ફોન આવ્યો કે તેમનું મૃત્યુનું પ્રમાણપત્ર તૈયાર છે અને તમે આવીને લઈ જાવ.
જ્યારે થાણેના રહેવાસી ચંદ્રશેખર જોશી ટીએમસી ઓફિસ પર પહોંચ્યા, ત્યારે એક અધિકારી દ્વારા તેમને કહેવામાં આવ્યું કે, ભારતીય તબીબી સંશોધન પરિષદ (આઈસીએમઆર) દ્વારા પ્રાપ્ત આંકડા અનુસાર 22 મી એપ્રિલ, 2021 ના રોજ તેમનું ‘મૃત્યુ’ થઈ ચુક્યું છે, ડેથ સર્ટિફિકેટમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે તે દસ મહિના પહેલા કોવિડ દર્દી હતો.

આ પછી જોશીએ ગુરુવારે અહીં પત્રકારોને કહ્યું કે તેમને ઓક્ટોબર 2020 માં વાયરલ ચેપ લાગ્યો હતો, ત્યારબાદ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પરંતુ તે પછી તરત જ તે આઈસોલેશનમાં ચાલ્યો ગયો અને સ્વસ્થ થઈ ગયો. આ ઘટના બાદ અનેક વખત ફોન કર્યા બાદ પણ પાલિકાના અધિકારીઓ આ ગરબડી અંગે વાત કરવા તૈયાર નહોતા.
ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને 60,70,599

ગુરુવારે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના ચેપના 9,195 નવા કેસ નોંધાયા પછી, ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને 60,70,599 થઈ ગઈ. આ સિવાય 252 દર્દીઓનાં મોત બાદ મૃતકોની સંખ્યા 1,22,197 પર પહોંચી ગઈ છે. આરોગ્ય વિભાગની યાદી મુજબ, આશરે 8634 લોકો કોોરનાથી સાજા થયા બાદ રિકવર થયેલા લોકોની સંખ્યા વધીને, 58,28,535 થઈ છે. રાજ્યમાં રિકવરી રેટ 96.01 ટકા છે અને મૃત્યુ દર 2.01 ટકા છે. ચેપ દર 14.5 ટકા છે. પ્રકાશનમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં સક્રિય દર્દીઓની સંખ્યા 1,16,667 છે. તે જ સમયે, મુંબઇમાં ચેપના 656 નવા કેસો આવ્યા પછી, ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને 7,22,878 થઈ ગઈ છે. 21 દર્દીઓનાં મોત બાદ મૃત્યુઆંક 15,472 પર પહોંચી ગયો છે.
દેશમાં હાલમાં 5,23,257 સક્રિય કેસ

બીજી તરફ, આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા છેલ્લા આંકડા મુજબ, ગુરુવારે દેશમાં કોરોનાના 48,786 નવા કેસ નોંધાયા હતા અને આ સમયગાળા દરમિયાન 1005 લોકોએ જીવ ગુમાવ્યો હતો. જો કે, છેલ્લા 24 કલાકમાં 61,588 લોકો સાજા પણ થયા છે. દેશમાં હાલમાં 5,23,257 સક્રિય કેસ છે અને અત્યાર સુધી 2,94,88,918 લોકોએ કોરોનાને માત આપી છે. ભારતમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને 3,04,11,634 થઈ ગઈ છે અને અત્યાર સુધીમાં 3,99,459 લોકો આ જીવલેણ વાયરસનો શિકાર બન્યા છે.
0 Response to "નઘરોળ તંત્ર! જીવિત વ્યક્તિને ફોન કરીને કીધુ, તમારૂ ડેથ સર્ટિફિકેટ બની ગયું છે આવીને લઈ જાવ"
ટિપ્પણી પોસ્ટ કરો