અહીં ભગવાનને ચંપલની માળા ચઢાવીને રાખવામાં આવે છે મન્નત, જાણો મંદિરની અન્ય ખાસિયતો વિશે
મંદિર કે પૂજા સ્થાનને પવિત્ર માનવામાં આવે છે. અહીં જતી સમયે કોઈ પણ વ્યક્તિ જૂતા અને ચંપલને બહાર ઉતારે છે. પરંતુ લકમ્મા દેવીનું મંદિર એવું મંદિર છે કે અહીં ભક્તો ચંપલોની માળા બનાવડાવીને મંદિરમાં લઈ જાય છે અને દેવી માતાને અર્પણ કરે છે. આ સાથે તેઓ મન્નત પણ માંગે છે. જાણો મંદિર વિશેની અન્ય વાતોને પણ.

મંદિરને પવિત્ર સ્થાન માનવામાં આવે છે. આ માટે લોકો મંદિરમાં જાય છે. ભગવાનને માટે શ્રદ્ધાભાવની સાથે ફૂલોની માળા અને સાથે ચઢાવો પણ લઈ જાય છે. જૂતા અને ચંપલોને હંમેશા મંદિરની બહાર ઉતારવામાં આવે છે પછી તે નવા પણ કેમ ન હોય. આ વસ્તુનું સ્થાન હંમેશા મંદિરની બહાર જ હોય છે. આજે અમે આપને એવા અનોખા મંદિરને વિશે જણાવીશું જેનાથી તમને પણ કદાચ આંચકો લાગશે.
.jpg)
અહીં ભક્તો ભગવાનને પ્રસન્ન કરવા માટે ચંપલોની માળા લઈને જાય છે અને મન્નત માંગે છે. અમે વાત કરી રહ્યા છીએ કર્ણાટકના ગુલબર્ગમાં આવેલા લકમ્મા મંદિરની. આ દેવી માતાનું મંદિર ખૂબ જુનું છે. ભક્તો અહીં શ્રદ્ધાભાવ સાથે આવે છે અને મન્નત માંગે છે. અહીં દર વર્ષે ફુટવેર ફેસ્ટિવલનું આયોજન કરાય છે. મોટી સંખ્યામાં ભક્તો અહીં ચંપલની માળા લઈને આવે છે. તો જાણો અન્ય વાતો અને ક્યારે અહીં ફેસ્ટિવલ યોજાય છે તે વિશે પણ.
દિવાળીની છઠના દિવસે યોજાય છે ફેસ્ટિવલ

ફૂટવિયર ફેસ્ટિવલનું આયોજન દર વર્ષે દિવાળીના છઠના દિવસે કરાય છે. આ દિવસની લોકો લાંબા સમયથી રાહ જોતા રહે છે. આ દિવસે લોકો અહીં ચંપલોની માળા લઈને આવે છે અને માતાની સમક્ષ મનોકામના રાખે છે. આ પછી ચંપલોની માળાને એક ઝાડ પર ટીંગાવી દેવામાં આવે છે. આ પછી ભક્તો અહીંથી ચાલ્યા જાય છે.
શું છે માન્યતા

લકમ્મા દેવીના ભક્તો માને છે કે ચંપલની માળઆ ચઢાવવાથી માતારાણી દરેક મનોકામના પૂરી કરે છે. તેમની ચઢાવેલી ચંપલોને માતારાણી રાતે પહેરીને ફરે છે અને ખરાબ શક્તિઓથી તેમની રક્ષા કરે છે. એમ પણ માનવામાં આવે છે કે અહીં ચંપલો ચઢાવવાથી પગ અને ઘૂંટણના દર્દ હંમેશાને માટે દૂર થઈ જાય છે.
બળદના બલિને રોકવા માટે થઈ હતી આ ફેસ્ટિવલની શરૂઆત

એક માન્યતા એવી પણ છે કે આ મંદિરમાં પહેલા બળદની બલિને માતારાણીને ચઢાવવામાં આવતી. પણ જાનવરોના બલિને રોકવા માટે આ ફૂટવિયર ફેસ્ટિવલની શરૂઆત કરવામાં આવી. ફૂટવેર ફેસ્ટિવલના દિવસે માતાના ભક્તો અહીં આવીને માતાને પોતાની શ્રદ્ધા અનુસાર શાકાહારી અને માંસાહારી ભોજનનો ભોગ લગાવે છે.
0 Response to "અહીં ભગવાનને ચંપલની માળા ચઢાવીને રાખવામાં આવે છે મન્નત, જાણો મંદિરની અન્ય ખાસિયતો વિશે"
ટિપ્પણી પોસ્ટ કરો