શ્લોકા મહેતાની બહેને શેર કર્યો મુકેશ અંબાણીના પૌત્રનો ફોટો, ફર્શ પર રમી રહ્યા છે રાજકુમાર.

વર્ષ 2020 કોરોના મહામારીના કારણે દુનિયા માટે ખૂબ જ કષ્ટદાયક રહ્યું પણ અંબાણી પરિવાર માટે આ વર્ષ ખૂબ જ સ્પેશિયલ રહ્યું. વર્ષ 2020ના ડિસેમ્બર મહિનામાં અંબાણી પરિવારના રાજકુમારનું આગમન થયું હતું. એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણીના ઘરે કિલકારીઓ ગુંજી હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના મલિક મુકેશ અને નીતા અંબાણીના મોટા દીકરા આકાશ અંબાણીની પત્ની શ્લોકા મેહતાએ 10 ડિસેમ્બર 2020ના રોજ એમના દીકરા પૃથ્વી અંબાણીને જન્મ આપ્યો હતો. અંબાણી ફેમિલીના પ્રિન્સના જન્મ પછીથી અત્યાર સુધી લોકોને એના ફોટા બહુ ઓછા જોવા મળ્યા છે. તો આજે અમે તમને છોટે નવાબની એક ઝલક બતાવવા જઈ રહ્યા છે.

image source

હાલમાં જ અંબાણી ખાનદાનની વહુ શ્લોકા મહેતાની બહેન દિયાએ એમની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક ફોટો શેર કર્યો હતો. એ ફોટામાં ફર્શ પર બે બાળકો રમતા દેખાઈ રહ્યા છે. ફોટાના કેપ્સનમાં લખ્યું છે કે બેબી P અને બેબી M પહેલેથી જ સારા મિત્રો. જો કે આ ફોટામાં બન્ને બાળકોનો ચહેરો નથી દેખાઈ રહ્યો. પણ પૃથ્વી અંબાણી સાથે જે બાળકી રમતી દેખાઈ રહી છે એ એમની માસીની દીકરી છે.

image source

તમને જણાવી દઈએ કે અંબાણી પરિવારની વહુ શ્લોકા મહેતા ગયા મહિને 31 વર્ષની થઈ છે. આ અવસર પર એમની કાકી એટલે કે ટીના અંબાણીએ ફોટો શેર કરીને એમને બર્થડે વિશ કર્યું હતું. એમને લખ્યું હતું કે એક સુંદર છોકરી, હવે એક વન્ડરફુલ સ્ત્રી, પત્ની અને માતા. તને રમતા જોઈને ખૂબ જ ખુશી થાય છે. આ વર્ષ તમારા જીવનમાં ખુશી અને નવી ડિસ્કવરી લઈને આવે.

image source

આકાશ અંબાણી અને શ્લોકા મહેતા બાળપણથી જ એકબીજાને ઓળખતા હતા. એ બન્નેનો શરૂઆતનો અભ્યાસ ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં થયો. બન્ને વચ્ચે સારી એવી દોસ્તી હતી. કહેવામાં આવે છે કે 12માં ધોરણ પછીથી જ આકાશ અને શ્લોકા એકબીજાને ડેટ કરવા લાગ્યા અને વર્ષ 2019માં પરિવારની મરજીથી લગ્ન કરી લીધા.

image source

અંબાણી પરિવારની વહુ બન્યા પછી શ્લોકા મહેતા સતત ચર્ચા રહે છે. શ્લોકા મહેતાના પિતા રસેલ મહેતા જાણીતા ડાયમંડ કંપની રોઝી બ્લુના મલિક છે. શ્લોકા મહેતાએ વર્ષ 2009માં નીતા અંબાણીની ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી પોતાનો અભ્યાસ પૂરો કર્યો હતો.

રસેલ મહેતાએ મોના મહેતા સાથે લગ્ન કર્યા છે. રસેલ અને મોનાના 3 બાળકો છે. દીકરાનું નામ વિરાજ મહેતા અને દીકરીઓ દિયા મહેતા અને શ્લોકા મહેતા છે. વિરાજના લગ્ન ગ્રેટ ઇસ્ટર્ન શિપિંગ કંપનીના માલિક ભરત શેઠની દીકરી નિશા સાથે થયા છે. એમને બે દીકરીઓ પણ છે.

image source

અંબાણી પરિવારની વહુ શ્લોકા મહેતા એમના પિતા રસેલ મહેતાની કંપનીની ડાયરેકટર છે અને એમનો બિઝનેસ હેન્ડલ કરે છે. એમના મોટા ભાઇ અને મોટી બહેનના પહેલા જ લગ્ન થઈ ચૂક્યા છે અને શ્લોકા ઘરમાં બધા કરતા નાની છે. બહુ ઓછા લોકો જાણતા હશે કે શ્લોકા મહેતા કનેક્ટ ફોર નામની એક કંપનીની ફાઉન્ડર પણ છે જેના દ્વારા એ એનજીઓને હેલ્પ કરે છે.

0 Response to "શ્લોકા મહેતાની બહેને શેર કર્યો મુકેશ અંબાણીના પૌત્રનો ફોટો, ફર્શ પર રમી રહ્યા છે રાજકુમાર."

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel