જીવનશૈલીમાં આ આદતોનો સમાવેશ કરવાથી થઈ શકે છે કેન્સરનું જોખમ, રહો એલર્ટ
એક અધ્યયનમાં જાણવા મળ્યું છે કે ધૂમ્રપાન અને દારૂ પીવાનું ટાળવું, સ્થૂળતાનો અભાવ અને નિયમિત કસરત કેન્સરનું ઉચ્ચ આનુવંશિક જોખમ ધરાવતા લોકોને પણ બચાવી શકે છે. લોકોમાં આલ્કોહોલ અને ધૂમ્રપાનનું સેવન, બોડી માસ ઇન્ડેક્સ, કસરત, ખાવાની સ્થિતિ નજીકથી જોવા મળી હતી.

અભ્યાસ ટીમે તારણ કાઢ્યું હતું કે, દરેકે તંદુરસ્ત જીવનશૈલી અપનાવવી જોઈએ. આ આનુવંશિક સ્તરે એટલે કે પેઢી દર પેઢી, અન્ય રોગોમાં કેન્સરનું જોખમ ઘટાડી શકે છે. તંદુરસ્ત જીવનશૈલી શરીર ને સાજા કરવામાં તેમજ ઘણા રોગોને દૂર રાખવામાં મદદ કરે છે. હવે નવા અભ્યાસમાં સામે આવ્યું છે કે સારી જીવનશૈલી દ્વારા કેન્સર જેવા જીવલેણ રોગોનું જોખમ પણ ઘટાડી શકાય છે.

ટીમે શરીરમાં સકારાત્મક ફેરફારો કરીને કેન્સરના ઉચ્ચ આનુવંશિક જોખમો ને કેવી રીતે ઘટાડવું તેનો અભ્યાસ કર્યો હતો. આ અભ્યાસમાં સામાન્ય લોકોની સાથે ઘણા દર્દીઓ પણ શામેલ હતા. તેઓ કેન્સર ની સમસ્યા નો સામનો કરી રહ્યા છે. આ સંશોધનમાં બે લાખ થી વધુ પુરુષો અને બે લાખ પચીસ હજાર મહિલાઓ સામેલ હતી.

આ બધા યુકે બાયો બેંકમાંથી લેવામાં આવ્યા હતા. ૨૦૦૬-૨૦૦૯ સુધી યુકે, સ્કોટલેન્ડ અને વેલ્સમાં ડેટા નો અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ અભ્યાસ અમેરિકન એસોસિએશનના કેન્સર રિસર્ચ જર્નલમાં પ્રકાશિત થયો છે. અભ્યાસ ટીમનું નેતૃત્વ નાનજિંગ મેડિકલ યુનિવર્સિટી ના પ્રોફેસર ગુઆંગઝોઉ જિન દ્વારા કરવામાં આવ્યું હતું.
સંશોધન ટીમે તેના સંશોધનમાં આ દર્દીઓના કેન્સરના કારણો જાહેર કર્યા હતા અને બાદમાં શોધી કાઢ્યું હતું કે મોટાભાગના કેસ ધૂમ્રપાન ને કારણે થતા કેન્સરના હતા. કેન્સર થી પીડાતા દર વીસ દર્દીઓમાંથી ત્રણ દર્દીઓ ધૂમ્રપાન ને કારણે આ રોગના સંપર્કમાં આવે છે. જોકે નિષ્ણાતોએ એ પણ સ્વીકાર્યું હતું કે તાજેતરના વર્ષોમાં સ્થૂળતા ને કારણે કેન્સરના દર્દીઓમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.

નિષ્ણાતોએ જણાવ્યું હતું કે તમારી જીવનશૈલીમાં ઘણા ફેરફારો કરીને કેન્સરનું જોખમ ઘણી હદ સુધી ઘટાડી શકાય છે. અહીં સારી જીવનશૈલીનો અર્થ એ છે કે તમે તમારું વજન નિયંત્રણમાં રાખો છો, સિગારેટ આલ્કોહોલ પીવાનું ટાળો છો અને નિયમિત કસરત કરો છો. સ્થૂળતા અને ધૂમ્રપાન ઉપરાંત, સૂર્યમાંથી નીકળતા યુવી કિરણોને કારણે કેન્સરના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે.

તેથી દરરોજ સવારે અને સાંજે ઓછામાં ઓછા અડધા કલાક કસરત કરો. આહારમાં ફળ, લીલા શાકભાજી, સૂકા મેવા વગેરે પૌષ્ટિક વસ્તુઓ નું સેવન વધારવું. આલ્કોહોલ અને સિગારેટ નું સેવન પણ સંપૂર્ણપણે બંધ કરો.

જો તમે આલ્કોહોલ અને સિગારેટ ની લત થી પીડાઈ રહ્યા છો તો ઘણી ઉપચારો છે જે તમને ખરાબ વ્યસનથી છૂટકારો મેળવવામાં મદદ કરી શકે છે. ધ્યાન અને યોગ પણ આ ખરાબ આદતો થી છૂટકારો મેળવવામાં મદદ કરી શકે છે. સારી જીવનશૈલી અપનાવો અને સ્વસ્થ રહો.
0 Response to "જીવનશૈલીમાં આ આદતોનો સમાવેશ કરવાથી થઈ શકે છે કેન્સરનું જોખમ, રહો એલર્ટ"
ટિપ્પણી પોસ્ટ કરો