ગુજરાત યુનિ.ના પૂર્વ અફઘાની વિદ્યાર્થીએ ઓડિયો ક્લિપ મોકલી કહ્યું, અમે એક ઝટકે….

તાલિબાનના કબજા બાદ અફધાનિસ્તાનમાં લોકોની પરિસ્થિતિ કફોડી થઇ છે. દુનિયાભરના દેશો અફઘાનિસ્તાનના મુદ્દાની ચર્ચા કરી રહ્યા છે ત્યારે અફઘાનિસ્તાન સાથે અમદાવાદ નું કનેક્શન સામે આવ્યું છે. અમદાવાદમાં આવેલી ગુજરાત યુનિવર્સિટીના અલગ વિભાગોમાં અફઘાનિસ્તાનના વિદ્યાર્થીઓ ભણે છે. જ્યારે તાજેતરમાં જ અફઘાનિસ્તાનમાં રહેતા અને અગાઉ ગુજરાત યુનિવર્સિટીમાં ભણી ચૂકેલા એક પૂર્વ વિદ્યાર્થીએ અફઘાનિસ્તાનથી ઓડિયો ક્લિપ મોકલી પોતાની સ્થિતિ પણ આવી હતી.

image soucre

ઓડિયો ક્લિપમાં ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થીએ જે આપવીતી જણાવી તે ખૂબ જ હૃદય દ્રાવક છે. પૂર્વ વિદ્યાર્થી ઓડિયો ક્લિપમાં મદદ માટે આજીજી કરી રહ્યો છે અને ત્યાંની પરિસ્થિતી વર્ણવી રહ્યો છે. તેને ઓડિયો ક્લિપમાં જણાવ્યું હતું કે બે વર્ષ પહેલા તે ગુજરાત યુનિવર્સીટી માં ભણતો હતો અને હાલ અફઘાનિસ્તાનમાં પરિવાર સાથે રહે છે. તાલિબાનના કબજા બાદ તેમણે 20 વર્ષ દરમિયાન જે કંઈ મેળવ્યું હતું તે બધું જ એક ઝટકે ગુમાવી દીધું છે અને હાલ તેઓ 2001માં હતા તેવી સ્થિતિમાં આવી ગયા છે.

image soucre

તાલિબાનીઓ તેમના પર શતમ ગુજારી રહ્યા છે. પૂર્વ વિદ્યાર્થીએ પોતાના જીવને જોખમ હોવાની વાત પણ કહી હતી તેને કહ્યું હતું કે તેણે એક વર્ષ સરકારી નોકરી કરી હતી અને અન્ય સંસ્થા માટે પણ કામ કર્યું હતું. તેમના કામ વિશે તાલિબાનીઓને ખબર પડશે તો તેને મારી નાખશે. હાલ પૂર્વ વિદ્યાર્થી અફઘાનિસ્તાનમાં છુપાઈને ફરી રહ્યો છે અને તેણે કોઈ પણ ભોગે અફઘાનિસ્તાન છોડવું છે. તેને કહ્યું હતું કે તેની પત્ની તેની સાથે છે અને તે સતત રડી રહી છે કારણ કે તાલિબાને મહિલાઓ પર ઘણા પ્રતિબંધ મૂક્યા છે.

image soucre

પૂર્વ વિદ્યાર્થીએ ગુજરાત યુનિવર્સિટીને અને સરકારને વિનંતી કરી છે કે તેમને પરત લાવવામાં મદદ કરે અને કામ આપે. તે અને તેની પત્ની તુરંત જ અફઘાનિસ્તાનથી ભારત આવવા ઈચ્છે છે. પૂર્વ વિદ્યાર્થીએ ત્રણ મિનિટ નો ઓડિયો મોકલ્યો હતો.

0 Response to "ગુજરાત યુનિ.ના પૂર્વ અફઘાની વિદ્યાર્થીએ ઓડિયો ક્લિપ મોકલી કહ્યું, અમે એક ઝટકે…."

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel