તહેવારમાં તમે નકલી દૂધ તો નથી પી રહ્યાને, આ રીતે કરી લો ચેક
જે દૂધ તમે તમારી હેલ્થ બનાવવા પી રહ્યા છે તો આ જ દૂધ તમને બીમાર કરી શકે છે. વધારે નફો મેળવવાના ચક્કરમાં દૂધમાં ડિર્ટજન્ટ, યૂરિયાથી લઇને અનેક એવા કેમિકલ્સ મેળવવામાં આવી રહ્યા છે જે તમારા બાળકોની હેલ્થ અને તમારી હેલ્થ માટે નુકશાનકર્તા છે. જો તમે વિચારો છો કે પેકેટ વાળું દૂધ વાપરો છો તો આ દૂધ તમને નુકસાન નહીં કરે, તો તમે ખોટા હોઇ શકો છો. ખુલ્લા દૂધથી લઇને પેકેટ વાળા દૂધ સુધી તેમાં મિલાવટ જોવા મળી રહી છે. દૂધમાં અનેક હાનિકારક ચીજો મિક્સ કરવામાં આવી રહી છે જે હેલ્થને નુકશાન કરે છે. દૂધ અસલી છે કે નકલી તે તમે ઘરે પણ જાણી શકો છો.

દૂધની ઓળખ કોઇ મુશ્કેલ કામ નથી, ઘરે જ તેને સરળ રીતે ઓળખી શકાય છે. આજે અમે તમને જણાવીશું કે તમે ઘરે રહીને કેવી રીતે ઓળખી શકો છો કે દૂધ અસલી છે કે નકલી.
દૂધને આ રીતે કરો ચેક

દૂધમાં યુરિયા અને પાણીની મિલાવટ સૌથી વધારે હોય છે. સાફ અને સમતળ જગ્યા પર દૂધનાં ટીપાં નાંખો. ચોખ્ખું દૂધ સીધું જ રહેશે અને મિલાવટી દૂધ પાણીની જેમ વહી જશે.
મીણબત્તી સળગાવીને કરો ચેક
કાચના ગ્લાસમાં દૂધ ભરો, મીણબત્તી સળગાવીને એક ફીટની ઉંચાઇ પર ગ્લાસને રાખો. ગ્લાસની અંદર મીણબત્તીની જ્યોત લાંબી દેખાય તો દૂધ અસલી છે. જ્યોત ફેલાયેલી દેખાય છે તો દૂધમાં મિલાવટ છે.
પાણી મિક્સ કરીને ચેક કરો
અડધા કપ દૂધમાં ફટાફટ પાણી મિક્સ કરો. જો દૂધમાં ફીણ થાય છે તો સમજો કે દૂધમાં ડિર્ટજન્ટ મિક્સ કર્યો છે.
હથેળી પર લો
થોડું દૂધ લઇને હથેળી પર ઘસો. જો તે થોડું ચિકણું લાગે તો તેમાં મિલાવટ છે.
ગરમ કરીને તપાસો

દૂધ ગરમ કર્યા બાદ પીળું દેખાય છે તો સમજી લો કે તેમાં યુરિયા મિક્સ કરાયું છે.
આ રીતે વાટકીમાં ચેક કરો
દૂધના કેટલાક ટીપાં વાટકીમાં લો અને તેમાં હળદર મિક્સ કરો. જો હળદર તરત ઘટ્ટ ન થાય તો દૂધમાં મિલાવટ છે.
ઉકાળીને ચેક કરો
દૂધને સામાન્ય કરતાં વધારે સમય ઉકાળો. મલાઇ પીળા રંગની જામે તો તેમાં યૂરિયા અને અન્ય કેમિકલ હોઇ શકે છે.
લીંબુ ઉમેરીને ચેક કરો
ગરમ દૂધને ઠંડું કર્યા બાદ તેમાં લીંબુ નીચોવો. દૂધ ફાટી જાય છે તો તે અસલી છે અને ન ફાટે તો તેમાં મિલાવટ હોઇ શકે છે.
અંગુઠા પર દૂધ લો
અંગૂઠા પર દૂધના કેટલાક ટીપાં લો. જો તે વહેવાની સાથે કોઇ નિશાન ન રાખે તો સમજી લો તે તેમાં પાણી મિક્સ કરાયું છે.
આ ચીજ મિક્સ કરીને ચેક કરો
5 ML કાચા દૂધમાં બે ટીપાં બ્રોમોક્રિસોલ પરપલ સોલ્યુશન નાંખો. જો તેનો રંગ ભૂરો થાય છે તો તે દૂધ મિલાવટ વાળું છે.
5 ML દૂધમાં 4 ટીપાં બેન્જલડિહાઇટ અને 2 ટીપાં એસિડિક એસિડ નાંખી હલાવી લો. જો તેનો કલર બ્લૂ થાય છે તો તેમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ મિક્સ કરાયું છે.
5 ML તાચા દૂધમાં 5 ML પારા ડાઇમિથાઇલ એમિનો બેન્જલડિહાઇડ મિક્સ કરો. તેનો રંગ ઘાટો પીળો થાય તો સમજો કે તેમાં યૂરિયા મિક્સ કરાયું છે.
ટેસ્ટ ટયૂબમાં દૂધ લઇને 10 ટીપાં હાઇડ્રોક્લોરિક એસિડ અને એક ચમચી ખાંડ મિક્સ કરો. પાંચ મિનિટ બાદ તે લાલ થશે. આવું થાય તો તેમાં વનસ્પતિ ઓઇલની મિલાવટ છે.
10 ML દૂધ અને 5 ML સલ્ફ્યૂરિક એસિડ મિક્સ કરો. તેમાં જાંબલી /બ્લૂ રિંગ્સ બને છે તો તેમાં ફોર્માલિન મિક્સ છે.
દૂધમાં આયોડિન કે આયોડિન સોલ્યુશનનાં ટીપાં મિક્સ કરો. જો થોડી વાર બાદ દૂધનો કલર બ્લૂ થાય છે તો તેમાં સ્ટાર્ચ મિક્સ કરેલો છે.
ટેસ્ટ ટ્યૂબમાં એક ટીસ્પૂન દૂધ, અડધી ટીસ્પૂન સોયાબિન પાવડર મિક્સ કરો. પાંચ મિનિટ બાદ તેમાં લાલ લિટમસ પેપર ડિપ કરો. થોડીવાર બાદ તે બ્લૂ થાય છે તો તેમાં યૂરિયા મિક્સ કરાયો છે.
દૂધમાં ગ્લૂકોઝ/ઇનવર્ટ શુગર હોતી નથી. તેમાં મિલાવટ છે કે નહીં, આ ચેક કરવા માટે યૂ રીઝ સ્ટ્રિપ યૂઝ કરો. આ મેડિકલ સ્ટોર્સમાં સરળતાથી મળે છે.
0 Response to "તહેવારમાં તમે નકલી દૂધ તો નથી પી રહ્યાને, આ રીતે કરી લો ચેક"
ટિપ્પણી પોસ્ટ કરો