કોરોના વાયરસના નવા વેરીયન્ટે વધારી ચિંતા, જાણો ડેલ્ટાથી કેટલો ખતરનાક છે આ નવો વાયરસ

દુનિયાભરના તમામ દેશો હાલ કોરોના વાયરસ ના ડેલ્ટા વેરિયન્ટ થી ઝઝૂમી રહ્યા છે. તેવામાં કોરોના ના એક નવા વેરિયન્ટ લોકોની ચિંતા વધારી દીધી છે. એક રિપોર્ટ અનુસાર દક્ષિણ આફ્રિકા સહિત કેટલાક દેશોમાં કોરોના વાયરસ નો નવો વેરિયન્ટ જોવા મળ્યો છે. જાણવા એમ પણ મળ્યું છે કે આ વેરિએન્ટ સૌથી વધુ સંક્રામક હોઈ શકે છે. તે કેટલો ભયંકર છે તે વાતનો અંદાજ એટલા પરથી જ લાગી જાય છે કે કોરોના વાઇરસની રસી થી બનતી એન્ટીબોડી પણ શરીરને આ વેરિએન્ટમાં સંક્રમણથી બચાવી શકતી નથી. એટલે કે આ વેરિયન્ટ પર કોરોના ની રસી પણ અસર કરતી નથી.

image source

રિપોર્ટ અનુસાર દક્ષિણ આફ્રિકામાં નેશનલ ઇન્સ્ટિટયૂટ ફોર કોમ્યુનિકેબલ ડિસીઝ અને અન્ય એક પ્લેટફોર્મ ના વૈજ્ઞાનિકે કહ્યું છે કે કોરોનાના આ નવા વેરિયન્ટ જેને સી C.1.2 નામ આપવામાં આવ્યું છે તેના વિશે ગત મે મહિનામાં જ ખબર પડી હતી. ત્યારથી લઈને ગત 13 ઓગસ્ટ સુધી માં કોરોનાનો આ વેરિયન્ટ ચીન, શિકાગો, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ પોર્ટુગલ અને ઈંગ્લેન્ડમાં પણ જોવા મળ્યો છે.

image soucre

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે દક્ષિણ આફ્રિકામાં કોરોનાની પહેલી લહેર દરમિયાન સામે આવેલા કોરોનાના વેરિએન્ટની સરખામણીમાં આ નવા વેરિઅંટ સી.1.2 માં ઘણો ફેરફાર થયો છે આજ કારણ છે કે આ વેરિએન્ટ ને ખાસ શ્રેણીમાં રાખવામાં આવ્યો છે. આ વેરિઅંટનો મ્યુટેશન દર લગભગ બમણો છે.

image source

આ વેરિએન્ટ વર્ષ 2019 માં ચીનના વુહાન માં મળેલા મૂળ કોરોના વાયરસ થી ખૂબ જ અલગ છે. આ વાઇરસ ખૂબ જ ઝડપથી ફેલાય છે અને ઓછા સમયમાં વધારે લોકોને સંક્રમિત કરે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે સ્પાઇક પ્રોટીનમાં ખૂબ જ મ્યુટેશન ના કારણે તે ઇમ્યુન સિસ્ટમ થી પણ બચી શકે છે. જો આ વાઇરસ ઝડપથી ફેલાયો તો દુનિયાભરમાં ચાલતાં રસીકરણ અભિયાન માટે પણ તે મોટો પડકાર બની જશે.

Related Posts

0 Response to "કોરોના વાયરસના નવા વેરીયન્ટે વધારી ચિંતા, જાણો ડેલ્ટાથી કેટલો ખતરનાક છે આ નવો વાયરસ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel