અમેરિકાની સેના પરત ફર્યા બાદ શું હતો અફઘાનિસ્તાનમાં માહોલ જુઓ
અફઘાનિસ્તાન પર તાલિબાનો હવે સંપૂર્ણ કબજો થઈ ચૂક્યો છે. અમેરિકી સેના અફઘાનિસ્તાન છોડી રવાના થઇ ચૂકી છે અને સાથે જ તાલિબાની લડાકુ હોય કાબુલ એરપોર્ટ પર કબ્જો કરી લીધો છે. અમેરિકા ની સેનાએ અફઘાનિસ્તાન છોડવાનું શરૂ કર્યા બાદ તાલિબાની હિંમત વધી હતી અને હવે જ્યારે અમેરિકાની સેના પરત ફરી ચૂકી છે ત્યારે તાલિબાનીઓએ આ વાત ની ઉજવણી જોરશોરથી કરી હતી.

આ અંગે મળતી જાણકારી અનુસાર જ્યારે છેલ્લું અમેરિકી વિમાન કાબુલ એરપોર્ટ થી સૈનિકોને લઈને રવાના થયું ત્યારે બહાર હાજર તાલિબાની લડાકુ અંદર આવી ગયા. આથી જ તેમણે પોતાની ખુશી વ્યક્ત કરવા હવાઈ ફાયરિંગ અને આતશબાજી કરી હતી. આ તકે અફઘાનિસ્તાનનું આકાશ રંગબેરંગી રોશનીથી છલકાઈ ગયું હતું. જોકે આ સાથે જ અફઘાનિસ્તાનમાં રહેતા લોકોનો ડર વધી ચૂક્યો છે કારણ કે હવે તેઓ તાલિબાન ની અંદર આવી ચૂક્યા છે.

અમેરિકી સેના તેના કેટલાક હેલિકોપ્ટર અને વિમાન કાબુલમાં જ છોડી ગઈ છે. આ વિમાનનું નિરીક્ષણ પણ તાલિબાનના લડાકુ એ કર્યું હતું. અફઘાનિસ્તાનના પ્રત્યક્ષદર્શીઓના નું કહેવું હતું કે જ્યારે યુએસના સૈનિકો પરત ફર્યા ત્યારે તાલિબાનીઓ ખુશીથી પાગલ થઇ ગયા હતા તેઓ હવામાં ફાયરિંગ કરવા લાગ્યા અને એરપોર્ટમાં દાખલ થઇ ગયા હતા. અમેરિકાએ છોડેલા વિમાનમાં સવાર થઈ સેલ્ફી લેતા પણ જોવા મળ્યા હતા.

જણાવી દઈએ કે તાલિબાન અને વિદેશી સૈનિકોને અફઘાનિસ્તાન છોડવા માટે 31 તારીખ નક્કી કરી હતી. બ્રિટન એ રવિવારે રેસ્ક્યું પૂર્ણ કર્યું હતું અને અમેરિકા સોમવારે દેશ છોડી રવાના થયું હતું. જોકે એવા ઘણા અફઘાનિસ્તાની કે જેણે યુએસ અને યુકે ને મદદ કરી હતી તેઓ હજુ પણ અફઘાનિસ્તાનમાં ફસાયેલા છે. બ્રિટન આવા 1000 અફઘાની ને છોડી ગયું છે જ્યારે 200થી વધુ અમેરિકી હજુ પણ અફઘાનિસ્તાનમાં છે.

સોમવાર બાદ કાબુલ એરપોર્ટ નો નજારો સંપુર્ણ રીતે બદલાઈ ગયો છે એક તરફ અહીં અમેરિકી અને બ્રિટિશ સૈનિકો હાજર હતા જ્યારે હવે આ એરપોર્ટ તાલિબાન ના સૈનિકો એ કબજે કર્યું છે. આ સાથે જ સામાન્ય નાગરિકો એરપોર્ટ થી નીકળી ગયા હતા. તાલિબાને આ પહેલાં જ લોકોને દેશ છોડીને જાણવાથી રોક્યા હતા અને હવે લોકો પાસે અફઘાનિસ્તાનમાંથી નીકળવાનો કોઈ રસ્તો બાકી રહ્યો નથી.

અમેરિકાના સેન્ટ્રલ કમાંડ પ્રમુખે સત્તાવાર રીતે જણાવી દીધું હતું કે સોમવારે રાત્રે અમેરિકા નું છેલ્લું વિમાન કાબુલ થી રવાના થઇ ચૂક્યું છે. તેઓ ઘણા લોકોને ત્યાંથી નીકાળી શક્યા નથી તે વાતનો તેમને અફસોસ છે. તેમણે વધુમાં કહ્યું હતું કે જો તેમને દસ દિવસ મળ્યા હોત તો તેઓ બધાને અફઘાનિસ્તાનથી પરત લઇ આવ્યા હોત.
0 Response to "અમેરિકાની સેના પરત ફર્યા બાદ શું હતો અફઘાનિસ્તાનમાં માહોલ જુઓ"
ટિપ્પણી પોસ્ટ કરો