ફરી એકવાર સોનુ સૂદનો વીડિયો થયો વાયરલ, કર્યું એવું કે ફેન્સ પણ રહી ગયા હેરાન

બૉલીવુડ એક્ટર સોનું સુદ ન ફક્ત પડદા પર જબરદસ્ત એક્શન કરતા દેખાય છે પણ રિયલ લાઈફમાં પણ એ ખૂબ જ ફિટ અને એક્ટિવ છે. વર્ક ફ્રન્ટ પર ખૂબ જ એક્ટિવ રહેતા સોનું સુદ રિયલ લાઈફમાં પણ રોજેરોજ કંઈક ને કંઈક નવું કરતા રહે છે. હાલમાં જ એમનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં એ એક મોલની અંદર ખતરનાક સ્ટંટ કરતા દેખાઈ રહ્યા છે.

સોનું સુદે બતાવ્યો સ્ટંટ.

image source

સોનું સુદ એસકેલેટર પર બન્ને બાજુના હેન્ડલ પર એમના હાથ મૂકીને આખું બોડી વેટ હવામાં લિફ્ટ કર્યું છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એમના હાથ ધ્રુજી રહ્યા છે અને પછી પણ એ પોતાના હવામાં લટકાવીને સ્થિર કરી રાખ્યું છે. એક્ટરે આ વીડિયો એમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે અને ફેન્સ એમનો આ વીડિયો જોઈને એકદમ દંગ થઈ ગયા છે.

લોકોને કરી છે આ અપીલ.

Illegal construction: Actor Sonu Sood moves SC against Bombay HC order
image source

આ વીડિયોને શેર કરીને સોનું સુદે એમના ફેન્સને એક અપીલ કરી છે કે એ ઘરે આ સ્ટંટને અજમાવવાની કોશિશ મ કરે..એક્ટરે વિડીયોના કેપ્સનમાં લખ્યું છે કે જો હું ઉડી શકતો હોત તો પણ તમે આને અજમાવવાની કોશિશ ન કરો. એમના આ વિડીયને 2 કલાકમાં જ 20 લાખ લોકોએ જોઈ લીધો હતો. કમેન્ટ સેક્શનમાં લોકો એમના સ્પોર્ટી અંદાજના વખાણ પણ કરી રહ્યા છે.

image source

તમને જણાવી દઈએ કે સોનું સુદ લોકડાઉનમાં એક મસીહાની જેમ સામે આવ્યા હતા.એમને આખા દેશમાં લાગેલા લોકડાઉન દરમિયાન બધા પ્રવાસી મજૂરોને એમના ઘર સુધી પહોંચવામાં મદદ કરી હતી. સોનું સુદે એ સમયે લોકોની મદદનો જે સિલસિલો શરૂ કર્યો હતો એ આજે પણ સતત જાળવી રાખ્યો છે. હજી પણ એ રોજેરોજ કોઈને કોઈ રીતે લોકોની મદદ કરતા રહે છે.

થોડા દિવસ પહેલા એકટર કોઈ ઢાબા પર દેખાયા હતા જ્યાં એ જમવાનું બનાવતા દેખાઈ રહ્યા હતા. સોનું થોડા થોડા દિવસે કોઈ અલગ અંદાજમાં વિડીયો શેર કરીને એમના ફેન્સને ચોંકાવી દે છે. એક્ટરના વર્કફ્રન્ટની વાત કરીએ તો એમમે ફિલ્મ કિસાન સાઈન કરી છે. એ સિવાય એ પૃથ્વીરાજમાં પણ દેખાશે તમને જણાવી દઈએ કે વીતેલા દિવસોમાં સોનું સુદનો એક મ્યુઝિક વિડીયો સાથ ક્યાં નિભાઓગે પણ રિલીઝ થયો હતો..જેના પર એમના ફેન્સે ખૂબ જ પ્રેમ લુટાવ્યો હતો. આ વીડિયો એમના જન્મદિવસે રિલીઝ કરવામાં આવ્યો હતો.

0 Response to "ફરી એકવાર સોનુ સૂદનો વીડિયો થયો વાયરલ, કર્યું એવું કે ફેન્સ પણ રહી ગયા હેરાન"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel