કરીના કપૂર અને કરિશ્મા કપૂરે ઘણું બધું જમીને મનાવ્યો વિકેન્ડ, વાયરલ થયો વીડિયો, જોઈ લો તમે પણ

બોલીવુડમાં જો કોઈ બહેનોની જોડીને એકબીજાની સૌથી નજીક માનવામાં આવે છે તો એ છે કરીના કપૂર અને કરિશ્મા કપૂરની જોડી. બન્ને દરેક સુખ ને દરેક દુઃખમાં એકબીજાની સાથે જોવા મળે છે. હવે આ બહેનોએ પોતાની વિકેન્ડ કેવી રીતે મનાવ્યો એની એક ઝલક કરીના કપૂરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર બતાવી છે.

ભોજન પર તૂટી પડી કરીના કપૂર અને કરિશ્મા કપૂર.

image source

કરીના કપૂર અને કરિશ્મા કપૂરનો એક વિડીયો સામે આવ્યો છે. આમ તો બન્ને એક્ટ્રેસ ફિટનેસને લઈને ખૂબ જ સજાગ રહે છે. પણ એ હેલ્થી ખાવાનું ભૂલીને તેમજ દરેક ડાયટને ભૂલીને ખાવાના પર તૂટી પડે છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે કેટલી શિદ્દતથી કરીના કપૂર અને કરિશ્મા કપૂર જાત જાતના વ્યંજનનો લુફત ઉઠાવી રહી છે.

image source

કરિશ્મા કપૂર અને કરિશ્મા કપૂર નીર ઢોસા, ચિકન કરી અને ચોકલેટ કેક ખાઈ રહી છે. આટલું હેવી ખાવાનું ખાધા પછી એમનો હાલ એવો થઈ જાય છે કે 10 સેકન્ડ પછી જ એ કાઉચ પર ઢળી પડે છે. જ્યાં કરીના કપૂર ગાઢ ઊંઘમાં દેખાઈ રહી છે તો કરિશ્મા કપૂર પણ સોફા પર જ સુઈ જાય છે.

મનાવ્યો પ્રોડકટિવ વિકેન્ડ.

image source

કરીના કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં એ આરામદાયક બ્લુ કફતાનમાં દેખાઈ રહી છે. કરિશ્મા કપૂર બ્લેક ટીશર્ટની સાથે ઓલિવ ગ્રીન સ્વેટપેન્ટ્સ દેખાઈ રહી છે. વિડીયો શેર કરતા કરીના કપૂરે કેપ્સનમાં લખ્યું છે કે લોલો અને મારો વિકેન્ડ ઘણો પ્રોડકટિવ હતો.

જ્યારે હું આ કહી રહી છું એટલે મારો મતલબ છે…કરીના કપૂરે આ વીડિયોની સાથે #Nationalsisterday હેશટેગ આપ્યું છે.

image source

સિસ્ટર્સ ડેના દિવસે કરિશ્મા કપૂરે પણ કરીના સાથેની એક થ્રોબેક તસવીર શેર કરી હતી. જેમાં કરીનાના હાથમાં હેર ડ્રાયર જોવા મળ્યું હતું, તો કરિશ્મા હેર સ્ટાઈલ બનાવડાવી રહી હતી. આ તસવીર કોઈ ફિલ્મના સેટ પરની હોય તેમ લાગે છે. પોસ્ટની સાથે કરિશ્માએ લખ્યું હતું કે ‘હંમેશા સાથે, બહેનો…અઘરા સમયને સરળ બનાવી રહ્યા છે અને સરળ સમયને ફન #happysistersday #happyfriendshipday’.

કરીના કપૂરના વર્કફ્રન્ટની વાત કરીએ તો કરીના ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢામાં દેખાશે. આ ફિલ્મના એમની સાથે બૉલીવુડ એકટર આમીર ખાન છે. આ ફિલ્મના નિર્દેશક અદ્વૈત ચંદન છે. લાલ સિંહ ચઢ્ઢા હોલીવુડ ફિલ્મ ફોરેસ્ટ ગમ્પની રિમેક છે. તો છેલ્લી વાર એ ઈરફાન ખાન સાથેની ફિલ્મ અંગ્રેજી મીડિયમમાં દેખાઈ હતી. કરિશ્મા કપૂરના વર્કફ્રન્ટની વાત કરીએ તો ફિલ્મોમાં કામ કર્યા પછી એક્ટ્રેસ હવે ડીઝીટલ સ્પેસના પણ પગ મૂકી ચુકી છે. એ વેબ સિરીઝ મેન્ટલહુડમાં દેખાઈ હતી.

Related Posts

0 Response to "કરીના કપૂર અને કરિશ્મા કપૂરે ઘણું બધું જમીને મનાવ્યો વિકેન્ડ, વાયરલ થયો વીડિયો, જોઈ લો તમે પણ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel