લાલ કિલ્લા પરથી સ્વતંત્રતા દિવસે વડાપ્રધાન મોદીએ દેશની દીકરીઓને આપી મોટી ભેટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સ્વતંત્રતા દિવસના અવસરે દેશના નામે કરેલા સંબોધનમાં મોટુ એલાન કર્યું છે. વડાપ્રધાન મોદીએ જાહેર કર્યું છે કે હવે દેશની દરેક સૈનિક સ્કૂલ માં દીકરીઓને પણ એડમિશન આપવામાં આવશે. જણાવી દઈએ કે અત્યાર સુધી દૈનિક સ્કૂલોમાં માત્ર યુવકોનો અભ્યાસ થતો હતો.

image source

પરંતુ હવે યુવતીઓ પણ આ શિક્ષણ અને તાલીમની સમાન સહભાગી થશે. સૈનિક સ્કૂલોમાં યુવકોની જેમ યુવતીઓને પણ સમાન શિક્ષા અને તાલીમને સુનિશ્ચિત કરવા માટે સૈનિક સ્કૂલના દરવાજા પીએમ મોદીએ યુવતીઓ માટે ખોલ્યા છે.

image source

દેશને સંબોધિત કરતા પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે નવા ભારતમાં મહિલાઓની સમાન સહભાગીતા સુનિશ્ચિત કરવામાં આવશે. સાથે જ રસ્તાથી લઈને વર્કપ્લેસ સુધી મહિલાઓને સુરક્ષા નો અનુભવ થાય તે માટે શાસન પ્રશાસને પોતાની જવાબદારી નિભાવવી પડશે. આ ઉદ્દેશ સાથે જ દેશની તમામ સૈનિક સ્કૂલોમાં દેશની દીકરીઓ માટે દરવાજા ખોલવામાં આવ્યા છે. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે દેશની દરેક સૈનિક સ્કૂલ માં હવે દીકરીઓ પણ અભ્યાસ કરશે.

image source

લાલ કિલ્લા પરથી વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે તેમને દેશની લાખો દીકરીઓના સંદેશ મળતા હતા કે તેઓ દૈનિક સ્કૂલમાં ભણવા માંગે છે. સરકારે મિઝોરમની એક સૈનિક સ્કૂલ માં દીકરીઓના એડમિશન ની શરૂઆત કરી એક પ્રયોગ પણ કર્યો હતો. વર્તમાનમાં દેશની 33 સૈનિક સ્કૂલ છે કે જ્યા માત્ર યુવકોના એડમિશન થાય છે. આ સ્કૂલ સૈનિક સ્કૂલ સોસાયટી દ્વારા ચલાવવામાં આવે છે જે રક્ષા મંત્રાલયના નિયંત્રણમાં છે.

સૈનિક સ્કૂલોની સ્થાપનાનો ઉદ્દેશ છે કે વિદ્યાર્થીઓને નાની ઉંમરથી ભારતીય સશસ્ત્ર દળ માં પ્રવેશ માટે તૈયાર કરવામાં આવે.

જેમાં અત્યાર સુધીમાં યુવકોને જ એડમિશન મળતું હતું પરંતુ વડાપ્રધાન મોદીની જાહેરાત બાદ આગામી સત્રથી સૈનિક સ્કૂલોમાં યુવતીઓ પણ પ્રશિક્ષણ માટે એડમિશન મેળવી શકશે અને સૈનિક સ્કૂલ નો એક ભાગ બની શકશે.

આ તકે તેમણે એમ પણ ઉમેર્યું હતું કે દેશ માટે એક ગૌરવની વાત છે કે શિક્ષાથી લઈ રમત જગત અને ઓલિમ્પિક્સમાં પણ દેશની દીકરીઓ એ અભૂતપૂર્વ પ્રદર્શન કર્યું.

ભારતની દીકરી દરેક ક્ષેત્રમાં પોતાનું સ્થાન બનાવવા માટે આતુર છે તે માટે જ તેમને જરૂરી સહયોગ પુરો પાડવામાં આવશે.

Related Posts

0 Response to "લાલ કિલ્લા પરથી સ્વતંત્રતા દિવસે વડાપ્રધાન મોદીએ દેશની દીકરીઓને આપી મોટી ભેટ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel