જે ભારતીય જોવે છે આ વિડીયો તે થઈ જાય છે ઇમોશનલ, તમે પણ ફટાફટ જોઈ લો આઝાદીના પર્વનો બોલિવૂડનો આ વીડિયો

ભારતના 75 માં સ્વતંત્રતા દિવસ પર બોલિવૂડે ખાસ અંદાજમાં દેશની આઝાદીને સલામ કરે છે. સ્વતંત્રતા પર્વની એક દિવસ અગાઉ હમ હિન્દુસ્તાની ગીત રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતને બોલિવૂડની સલામી એટલા માટે પણ કહી શકાય કેમકે તેમાં અમિતાભ બચ્ચન, લતા મંગેશકર સહિત સિનેમા જગતના 15 દિગ્ગજો જોડાયા છે. આ ગીત રિલીઝ થતાની સાથે જ ધમાકેદાર રેકોર્ડ બનાવી રહ્યું છે.

image source

હમ હિન્દુસ્તાની ગીત માં લતા મંગેશકર, અમિતાભ બચ્ચન, પદ્મિની કોલ્હાપુરે, અનિલ અગ્રવાલ, સોનુ નિગમ, કૈલાશ ખેર, અલ્કા યાજ્ઞિક, શબ્બીર કુમાર, શ્રદ્ધા કપૂર, સોનાક્ષી સિંહા, શ્રુતિ હસન, તારા સુતરિયા, અંકિત તિવારી, સિદ્ધાર્થ કપૂર અને જન્નત ઝુબેર એ આ ગીતમાં કંઠ આપ્યો છે.

ધમાકા રેકોર્ડ્સની સહ-સંસ્થાપક અને અભિનેત્રી પદ્મિની કોલ્હાપુરે કહ્યું હતું કે, ” મને એ વાતનો આનંદ છે કે પારસ મહેતાની સાથે મારો દીકરો પ્રિયાંક કોલ્હાપુરે સંગીતની વિરાસતને ધમાકા રેકોર્ડ ના માધ્યમથી આગળ લઈ જઈ રહ્યો છે. જેનું પહેલું ગીત દેશના તમામ ફ્રન્ટ લાઈન વોરિર્સ ને સમર્પિત છે.

image source

તેણે વધુમાં કહ્યું કે આ ગીત માટે બોલીવુડના દિગ્ગજ થી લઇ આજની પેઢીના સુપરસ્ટાર પણ સમર્થન કરવા આગળ આવ્યા તે વાતનો તેમને ખૂબ જ આનંદ છે.

વીડિયોમાં ગત વર્ષે કોરોના મહામારી ના કારણે દુનિયા ને જે પરેશાની સહન કરવી પડી તે દર્શાવવામાં આવી છે. આ સાથે જ ફ્રન્ટલાઈન વર્કર્સના કામને પણ દર્શાવવામાં આવ્યું છે. સાથે જ હવે બધું જ બરાબર થઈ જશે તેની આશા પણ જગાવવામાં આવે છે. આ વીડિયોને અત્યાર સુધીમાં સાત લાખથી વધુ વાર જોવા આવ્યો છે.

image source

મહત્વનું છે કે સંગીતકારોના પરિવારમાંથી આવતી અભિનેત્રી પદ્મિની કોલ્હાપુરી એ તેની બહેન શીવાંગી એટ્લે કે શ્રદ્ધા કપૂરની માતા સાથે યાદો કિ બારાત, કિતાબ અને દુશ્મન જેવી ફિલ્મોમાં ગીત ગાયાં છે. આ સિવાય તેણે કિશોર કુમાર સાથે વિધાતા, દાના પાની, પ્રોફેસર કે પડોસન જેવી ફિલ્મોમાં પણ ગીત ગાયા છે. તેમણે બપ્પી લહેરી સાથે લંડન રોયલ આલ્બર્ટ હોલ માં સ્ટેજ શો પણ કર્યો છે.

image source

હમ હિન્દુસ્તાની ગીત જેને રજૂ કર્યું છે તે ધમાકા રેકોર્ડ્સ એક મ્યુઝિક લેબલ છે જેને પ્રિયાંક શર્મા અને પારસ મહેતાએ ડાયરેક્ટ કર્યું છે. પદ્મિની કોલાપુરી ના દિકરા પ્રિયાંક એ આ અંગે કહ્યું હતું કે તેના દાદાની સંગીત વિરાસતને આગળ લઈ જવા થી તે ગૌરવ અનુભવે છે. પહેલા જ ગીતમાં લતા મંગેશકર, અમિતાભ બચ્ચન જેવા મહાન સુપર સ્ટાર નું સમર્થન અને પ્રેમ મેળવી તે ધન્યતા અનુભવે છે.

Related Posts

0 Response to "જે ભારતીય જોવે છે આ વિડીયો તે થઈ જાય છે ઇમોશનલ, તમે પણ ફટાફટ જોઈ લો આઝાદીના પર્વનો બોલિવૂડનો આ વીડિયો"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel