પ્રેમિકા સાથે હોટેલમાં અંગત પળો માણી રહ્યો હતો પતિ, ત્યાં જ આવી ગઈ પત્ની, પછી થઈ જોયા જેવા
હાલમાં સમગ્ર વિશ્વમાં લગ્નેતર સંબંધોના કિસ્સા દિન પ્રતિદિન વધી રહ્યા છે. જેને કારણે અનેક ઘર ભાગ્યા છે. મોટા મોટા લેલિબ્રિટીથી લઈને સામાન્ય લોકોના લગ્ન જીવન આવા લગ્નેતર સંબંધના કારણે તૂટી ગયા છે. આવો જ ચોંકવનારો કિસ્સો સામે આવ્યો છે ગુજરાતમાં. જ્યાં એક પરિણીત પુરુષ તેની પ્રેમિકાને લઈને હોટલના રૂમમાં ગયો હતો જો કે, તેની જાણ તેની પત્નીને થઈ જતા જોયા જેવી થઈ હતી.

આ અંગે મળતી માહિતી પ્રમાણે દક્ષિણ ગુજરાતના વલસાડ ધરમપુર વચ્ચે આવેલી વાંકલની એક હોટલમાં એક પરણિત પુરૂષ તેની પ્રેમિકાને લઈને ગયો હતો. તો બીજી તરફ આ લફરાબાજ પતિની હરકતની જાણ તેની પત્ની અને પરિવારના સભ્યોને થઈ ગઈ હતી. જેને લઈને ગુ્સ્સામાં આવેલી પત્નીએ પરિવાર સાથે હોટેલમાં અચાનક રેડ પાડી હતી. તો બીજી તરફ હોટેલના રૂમનો દરવાજો ખોલાતા જ તેમનો પતિ અને પ્રેમિકા કઢંગી હાલતમાં જોવા મળતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.

જ્યારે પત્નીએ કઢંગી હાલતમાં પતિને પ્રેમિકા સાથે ઝડપી પાડ્યો હતો. અને ત્યાર બાદ પત્નીએ પતિની પ્રેમિકાને ઢોર માર મારી નિવસ્ત્ર હાલતમાં છોડી દીધી હતી. તો બીજી તરફ આ ઘટનાનો એક વીડિયો પણ સોશ્યલ મીડિયામાં વાઈરલ થતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે, જેને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. નોંધનિય છે કે, આ યુવકના પરિવારના સભ્યો અચાનક હોટલમાં આવી ચડતાં પરિણીત પુરુષ અને પ્રેમિકા આપત્તિજનક અવસ્થામાં હતા. આવા નગ્ન દ્રશ્ય જોઈને બધા શોભજનક સ્થિતિમાં મૂકાઈ ગયા હતા. તો બીજી તરફ થોડીવાર માટે તો પતિ અને તેની પ્રેમિકા ડરી ગયા હતા અને હવે શું કરવું તેના વિમાસણમાં મુકાય હતા.
પોતાના પતિને અન્ય સ્ત્રી સાથે જોતા જ પત્નીનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચી ગયો હતો. પત્નીએ ત્યાં જ પ્રેમિકાની ધોલાઈ શરૂ કરી દીધી હતી. આ ઉપરાંત પત્ની સાથે આવેલી પરિવારની અન્ય મહિલાઓએ પણ પ્રેમિકાને ઢોર માર મારીને નિવસ્ત્ર કરી નાખી હતી. એટલુ જ નહીં ગુસ્સે ભરાયેલા પરિવારજનોએ પ્રેમિકાને નિવસ્ત્ર કરી નાખ્યા બાદ તેના વાળ ખેંચીને રૂમની બહાર કાઢી હતી. આ ઉપરાંત પત્નીએ પતિને પણ મેથીપાક ચખાડ્યો હતો. તો બીજી તરફ કોઈએ આ ઘટનાની જાણ કરતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી.

નોંધનિય છે કે, આ ઘટનાને લઈને વલસાડ રૂલર પોલીસની ટીમે નિવસ્ત્ર હાલતમાં રહેલી મહિલાની મદદ કરી હતી. ત્યાર બાદ અન્ય કાર્યવાહી કરવા માટે પોલીસ બધાને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. પોલીસ સ્ટેશનમાં બધા હાજર થયા બાદ આ પુરુષ અને તેની પ્રમિકાની પોલીસે પૂછપરછ કરી હતી. જો કે પોલીસની સમજાવટ બાદ બંને પરિવારના સભ્યો વચ્ચે સમાધાન થયું હતું. જેના કારણે પોલીસમાં કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી.
0 Response to "પ્રેમિકા સાથે હોટેલમાં અંગત પળો માણી રહ્યો હતો પતિ, ત્યાં જ આવી ગઈ પત્ની, પછી થઈ જોયા જેવા"
ટિપ્પણી પોસ્ટ કરો