સપ્ટેમ્બરની આ તરીખોમાં રદ થશે આ ટ્રેન, મુસાફરીનો પ્લાન હોય તો પહેલા જ ચેક કરી લો લિસ્ટ
ઉત્તર પ્રદેશ અને બિહાર રૂટ ટ્રેનમાં સફર કરનાર યાત્રીઓને આગામી થોડા દિવસમાં તકલીફનો સામનો કરવો પડી શકે છે. વાત જાણે એમ છે કે ઉત્તર રેલવેના લખનઉ મંડળના રાયબરેલી સ્ટેશન પર પ્રિ નોન ઇન્ટેલોકિંગ કામ અને ગંગાગંજ રાયબરેલી રુપામાઉ રેલખંડના રીનોવેશનનું કામ ચાલી રહ્યું છે જેના કારણે આ રેલખંડ પર ચાલતી પૂર્વ મધ્ય રેલની 10 ટ્રેનનું પરિચાલન અલગ અલગ તારીખોએ કેન્સલ કરવામાં આવ્યું છે. એ સાથે જ ત્રણ સ્પેશિયલ ટ્રેનના પરિવર્તિત માર્ગ એટલે કે ડાયવર્ટ રૂટથી ચલાવવામાં આવશે.
તો ચાલો જાણી લઈએ કઈ તારીખે કઈ ટ્રેન કેન્સલ હશે.

પટનાથી જમ્મુતાવી માટે ચાલતી ટ્રેન નંબર 02355 પટના જમ્મુતાવી સ્પેશિયલ ટ્રેનનું પરિચાલન 4, 7 અને 11 સપ્ટેમ્બરના રોજ કેન્સલ રહેશે.
જમ્મુતાવીથી પટના માટે પ્રસ્થાન કરતી ટ્રેન નંબર 02356 જમ્મુતાવી પટના સ્પેશિયલ ટ્રેનનું પરિચાલન 1, 5, 8 અને 12 સપ્ટેમ્બરના રોજ કેન્સલ રહેશે.
કોલકાતાથી આગ્રા કેન્ટ માટે ચાલતી ટ્રેન નંબર 03167 કોલકાતા આગરા કેન્ટ સ્પેશિયલ ટ્રેનનું પરિચાલન તારીખ 2 તેમજ 9 સપ્ટેમ્બરના રોજ કેન્સલ રહેશે.

આગ્રા કેંટથી કોલકાતા માટે પ્રસ્થાન કરતી ટ્રેન નંબર 03168 આગ્રા કેન્ટ કોલકાતા સ્પેશિયલ ટ્રેનનું પરિચાલ તારીખ 4 તેમજ 9 સપ્ટેમ્બરના રોજ કેન્સલ રહેશે.
હાવડાથી અમૃતસર માટે પરસ્થાન કરતી ટ્રેન નંબર 03005 હાવડા અમૃતસર સ્પેશિયલ ટ્રેનનું પરિચાલન 12 સપ્ટેમ્બરના રોજ કેન્સલ રહેશે.

અમૃતસરથી હાવડા માટે ચાલતી ટ્રેન નંબર 03006 અમૃતસર હાવડા સ્પેશિયલ ટ્રેનનું પરિચાલન 31 ઓગસ્ટથી 14 નવેમ્બર સુધી કેન્સલ રહેશે.
સિંગરોલી થી ટનકપુર માટે પ્રસ્થાન કરતી ટ્રેન નંબર 05073 સિંગરોલી ટનકપુર સ્પેશિયલ ટ્રેનનું પરિચાલન 5 થી 14 સપ્ટેમ્બર સુધી કેન્સલ રહેશે.

શક્તિ નગરથી ટનકપુર માટે જતી ટ્રેન નંબર 05075 શક્તિનગર ટનકપુર સ્પેશિયલ ટ્રેનનું પરિચાલન 5થી 14 સપ્ટેમ્બર સુધી કેન્સલ રહેશે.
ટનકપુરથી શક્તિનગર માટે ચાલતી ટ્રેન નંબર 05076 ટનકપુર શક્તિનગર સ્પેશિયલ ટ્રેનનું પરિચાલન 4 થી 13 સપ્ટેમ્બર સુધી કેન્સલ રહશે.
ટનકપુરથી સિંગરોલી માટે પ્રસ્થાન કરતી ટ્રેન નંબર 05074 ટનકપુર સિંગરોલી સ્પેશિયલ ટ્રેનનું પરિચાલન 4થી 13 સપ્ટેમ્બર સુધી કેન્સલ રહેશે..
આ ટ્રેનનું કરવામાં આવી રહયુ છે પુનનિર્ધારણ.

બનારસથી 4, 5, 6, 8 તેમજ 10 સપ્ટેમ્બરના રોજ પ્રસ્થાન કરનારી 05127 બનારસ નવી દિલ્લી સ્પેશિયલ ટ્રેન બનારસથી પુનનિર્ધારિત કરી 30 મિનિટ વિલંબથી ચલાવવામાં આવશે.-
0 Response to "સપ્ટેમ્બરની આ તરીખોમાં રદ થશે આ ટ્રેન, મુસાફરીનો પ્લાન હોય તો પહેલા જ ચેક કરી લો લિસ્ટ"
ટિપ્પણી પોસ્ટ કરો