બુધનું કન્યા રાશિમાં આગમન અપાવશે આ બે રાશિના જાતકોને ધનનું અપાર સુખ, જાણો નામ
મિત્રો, આપણા ગ્રહમંડળમા યુવરાજ તરીકે ઓળખાતો આ બુધ ગ્રહ આવનાર સમયમા કન્યા રાશિમાં આગમન કરશે અને લાંબા સમય સુધી આ જ રાશિમાં રહેશે. આ રાશિમાં સૂર્યનું ભ્રમણ ચાલતું હોય તેનાથી આગળ બુધ ચાલતો હોવાથી વિદ્યાર્થીઓ માટે આવનાર સમય શુભ સમય ગણી શકાય છે. આ ઉપરાંત વ્યવસાય બાબતે પણ આવનાર સમય લાભદાયી જણાશે. બુધ પોતે વાણીનો કારક હોવાથી વાદ-વિવાદ પણ ઉકેલાય અને સમાધાન થાય. તો ચાલો જાણીએ આ બદલાવ રાશીજાતકો પર કેવી અસર લાવશે?
મેષ :
આ રાશિના જાતકોને નોકરીની આવક સાથે અન્ય આવક મળવાનો પણ સંયોગ બની રહ્યો છે. સ્વાસ્થ્ય અંગે વિશેષ સાવચેતી રાખવી.
વૃષભ :
વિદ્યાર્થી વર્ગ માટે આવનાર સમય એકદમ શુભ સમય રહેશે. શેરબજારના કામથી હમેંશા દૂર રહેવું.
મિથુન :
માતા-પિતા સાથે થયેલા વિચારના મતભેદ દૂર થાય અને વેપાર-વ્યવસાય કરવા માટે પણ તમને સાનુકૂળ સમય મળી રહેશે.
કર્ક :
આવનાર સમયમાં કરવામાં આવેલી મુસાફરી વ્યવસાય બાબતે લાભદાયી સાબિત થઇ શકે છે. નવા-નવા રોકાણો કરવાથી સારી સફળતા મળશે. આરોગ્ય ક્ષેત્રે વિશેષ સાર-સંભાળ રાખવી.
સિંહ :
આવનાર સમયમા તમારા ઘર-પરિવારની આવકમાં વધારો થશે, સ્વાસ્થ્ય અંગે વિશેષ કાળજી રાખવી હિતાવહ સાબિત થશે.
કન્યા :
આવનાર સમયમાં તમારી માનસિક સ્થિતિ મજબુત રહેશે. તમારા લગ્નજીવન મજબુત બનશે. જીવનસાથી સાથે સારો એવો સમય પસાર કરી શકો છો.
તુલા :
આવનાર સમયમાં તમને વિદેશ વ્યાપારથી ધનલાભ થઈ શકે. તમારા અધૂરા કાર્યો પૂરા થતા જણાય. સ્વાસ્થ્ય અંગે આવનાર સમય તમારા માટે લાભદાયી સાબિત થતો જણાશે.
વૃશ્ચિક :
આવનાર સમયમા તમને અનેક પ્રકારના ધનલાભ થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે આવનાર સમય સારો સાબિત થઇ શકે છે. શેરબજારમાં કરેલા લાંબા ગાળાના રોકાણથી તમને સારો એવો ફાયદો મળશે.
ધન :
આવનાર સમયે તમે જૂના ધંધા સાથે નવો ધંધો શરૂ કરવા માટે આયોજન કરી શકો. માનસિક શાંતિ ભરપૂર મળશે. સ્વાસ્થ્ય અંગે વિશેષ સાવચેતી રાખવી.
મકર :
આવનાર સમય તમારા માટે ખુબ જ ભાગ્યશાળી સાબિત થશે. મુસાફરી માટે આવનાર સમય ખુબ જ સારો સાબિત થશે.
કુંભ :
આવનાર સમયમા આરોગ્ય ક્ષેત્રે સંભાળવુ. વ્યવસાય ક્ષેત્રે ફસાયેલા નાણાં તમને પરત મળી શકે. જીવનસાથી સાથેના સંબંધ ગાઢ બનશે.
મીન :
આવનાર સમયમા લગ્ન કરવા ઈચ્છુક લોકોને સારા સમાચાર મળી શકે છે. નવા-નવા સંપર્ક થવાથી યાદગાર પ્રસંગો બને. સ્વાસ્થ્ય સાનુકુળ રહેશે.
0 Response to "બુધનું કન્યા રાશિમાં આગમન અપાવશે આ બે રાશિના જાતકોને ધનનું અપાર સુખ, જાણો નામ"
ટિપ્પણી પોસ્ટ કરો