માતાપિતાને લઈ નીરજ ચોપરા થયો ભાવુક, નાનપણથી જોયું હતું આ સ્વપ્ન

તાજેતરમાં ટોક્યો ઓલિમ્પિકમાં દેશ માટે ટ્રેક એન્ડ ફિલ્ડ એથ્લેટિક્સમાં સૌપ્રથમ ગોલ્ડ મેડલ જીતી અનેક લેજન્ડરી ખેલાડીઓ જેવા કે મિલ્ખાસિંહ અને પીટી ઉષા અને કરોડો ભારતીયોનું સપનું પૂરું કરનાર નીરજ ચોપરાનું પોતાનું એક મોટું સ્વપ્ન હાલમાં જ પૂરું થયું છે, અને આ સપનાની વિગતો જાણીને તમને પણ સામાન્ય ભારતીયની જેમ ઘણો જ ગર્વ થશે.

image socure

નીરજ ચોપરાનું આ નાનપણનું સપનું હતું કે તે તેના માતાપિતાને વિમાનમાં મુસાફરી કરાવે જે પૂરૂં થયું હતું અને તેની ખુશીની લાગણી તેના ચહેરા પર જોઈ શકાતી હતી.

image soucre

એક આદર્શ પુત્ર માટે હંમેશા તેના માતાપિતા સર્વોપરિ હોય છે, જેને લઈને તેના અમુક સપના હોય છે, જો આ સપના પૂરા થાય તો સંતાનોને હંમેશા ખુશી મળતી હોય છે. ભારતીય ઓલિમ્પિક વિનર એવા નીરજ ચોપરાનું પણ એક સ્વપ્ન હતું કે તે તેના માતાપિતાને એકવાર વિમાનમાં મુસાફરી કરાવે, હાલમાં જ એક સન્માન સમારોહમાં દિલ્હીથી બેંગ્લોર જતાં નીરજ ચોપરાનું આ સ્વપ્ન પૂરું થયું હતું, જેના પગલે તેના અને તેના ચહેરા પર ખુશી છલકી ઉઠી હતી.

image socure

પોતાના સંબંધીઓ સાથે દિલ્હીથી બેંગ્લોર ફ્લાઈટમાં માતાપિતાને બેસાડી નીરજ ચોપરા ભાવુક થઈ ગયો હતો, આ સ્વપ્નના પૂરા થવાની જાણ તેણે સોશિયલ મીડિયા દ્વારા શેર કરી હતી. આ નીરજ ચોપરા માટે ત્રીજી વાર હતું કે તેણે તેના માતાપિતાના ચહેરા પર સ્મિત નીહાળ્યું હોય, સૌ પહેલા નીરજ જ્યારે ગોલ્ડ મેડલ જીત્યો ત્યારે અને પછી સ્વદેશ પરત ફર્યો ત્યારે અને પછી હવે તેના માતાપિતાને પ્લેનમાં બેસાડી મુસાફરી કરાવી ત્યારે તમામના ચહેરા પર પ્રસન્નતા ઘેરાઈ વળી હતી.

0 Response to "માતાપિતાને લઈ નીરજ ચોપરા થયો ભાવુક, નાનપણથી જોયું હતું આ સ્વપ્ન"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel