એઇમ્સના ડાયરેક્ટર રણદીપ જણાવી કોરોનાની હાલની સ્થિતિ, જાણો શાળાઓ શરૂ કરવાને લઈને પણ શું કહ્યું
દેશમાં કોરોના ના કેસ ફરી એકવાર વધવા લાગ્યા છે તેમાં કેરળની સ્થિતિ સૌથી ચિંતાજનક છે. આ સાથે જ મહારાષ્ટ્રમાં પણ ડેલ્ટા નો કહેર યથાવત છે. આ સ્થિતિમાં કેટલાક રાજ્યોમાં બાળકો માટે શાળાઓ ફરીથી શરૂ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ ભારતમાં રસીકરણ અભિયાન માં પણ ઝલક જોવા મળી રહી છે આ તમામ મુદ્દા વિશે ના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયા એ ચર્ચા કરી હતી.
શાળા ખોલવા પર રણદીપ ગુલેરીયાએ કહ્યું હતું કે જે જગ્યાએ પોઝિટિવિટી રેટ ઓછો છે ત્યાં શાળાઓ ખોલી શકાય છે. તેમણે એવો તર્ક પણ આપ્યો કે શાળાઓ ખોલવી જરૂરી છે કારણ કે બધા પાસે ઓનલાઇન ભણવાની સુવિધા નથી. તેમણે ઉમેર્યું હતું કે જે શાળાઓમાં બધા જ ટીચરને રસી અપાઇ ચૂકી છે ત્યાં સ્થિતિ અનુકૂળ રહેશે. જો કે આ સાથે જ તેમણે શાળાઓને સલાહ આપી હતી કે લંચ બ્રેક કે રમત ગમત દરમ્યાન ભીડ એકઠી થવા ન દેવામાં આવે.

બાળકોને રસીકરણ અંગે તેમણે કહ્યું હતું કે દેશમાં બધા જ બાળકોને રસી આપવામાં હજુ નવ મહિનાનો સમય લાગી શકે છે તેવામાં આટલા લાંબા સમય સુધી શાળાઓ બંધ ન રાખી શકાય ત્રીજી લહેરમાં બાળકો પર જોખમ હોવાની વાત પર તેમણે ઉમેર્યું હતું કે દેશમાં પહેલાથી જ તૈયારીઓ કરી લેવામાં આવી છે.

છેલ્લા કેટલાક સમયથી બુસ્ટર ડોઝ ને લઈને ચર્ચાઓ ચાલી રહી છે તે અંગે તેમણે કહ્યું હતું કે હાલ દેશમાં બુસ્ટર ડોઝ ની જરૂર નથી. તેમણ કહ્યું હતું કે હજુ એવા આંકડા સામે આવ્યા નથી કે જેનાથી બુસ્ટર ડોઝ ને વધારે સફળ કહી શકાય.
0 Response to "એઇમ્સના ડાયરેક્ટર રણદીપ જણાવી કોરોનાની હાલની સ્થિતિ, જાણો શાળાઓ શરૂ કરવાને લઈને પણ શું કહ્યું"
ટિપ્પણી પોસ્ટ કરો