બિગ બોસ વિનર સિદ્ધાર્થ શુક્લાનું 40 વર્ષની ઉંમરમાં નિધન, શોકમાં છે ઇન્ડસ્ટ્રી
અભિનેતા અને બિગ બોસ 13ના વિનર સિદ્ધાર્થ શુકલાનું ગુરુવારે નિધન થઈ ગયું છે. મુંબઈના કૂપર હોસ્પિટલે સિદ્ધાર્થના નિધનની પુષ્ટિ કરી છે. 40 વર્ષીય સિદ્ધાર્થ શુકલાનું હાર્ટ એટેકના કારણે મૃતયુ થયું છે.

મળેલી જાણકારી અનુસાર અભિનેતા સિદ્ધાર્થ શુક્લાએ રાત્રે સૂતા પહેલા અમુક દવા ખાધી હતી પણ એ પછી એ સવારે ઉઠી જ ન શક્યા. હોસ્પિટલમાં પછી પુષ્ટિ કરવામાં આવી છે કે સિદ્ધાર્થનું મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયું છે..

સિદ્ધાર્થ શુકલા એમની પાછળ એમની માતા અને બે બહેનોને છોડીને ગયા છે..કૂપર હોસ્પિટલ અનુસાર સિદ્ધાર્થ શુકલાને ગુરુવારે સવારે હોસ્પિટલ લાવવામાં આવ્યા ત્યારે એમનું મૃત્યુ થઈ ચૂક્યું હતું.

સિદ્ધાર્થ શુકલાના આમ અચાનક થયેલા નિધનથી આખું બોલિવુડ અને ટીવી ઇન્ડસ્ટ્રી શોકમાં છે. બધા અભિનેતા અને અભિનેત્રીઓ દ્વારા સિદ્ધાર્થ શુકલાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે.

ટીવી ઇન્ડસ્ટ્રીમાં મોટું નામ એવા સિદ્ધાર્થ શુક્લાએ રિયાલિટી શો બિગ બોસની 13મી સિઝન જીતી હતી એ સિવાય એમને ખતરો કે ખિલાડીની સાતમી સિઝન પણ પોતાને નામ કરી હતી. સીરિયલ બાલિકા વધુથી સિદ્ધાર્થ શુક્લાએ દેશના ઘર ઘરમાં પોતાની ઓળખ બનાવી હતી.
💔
— Rashami Desai (@TheRashamiDesai) September 2, 2021
બિગ બોસ 14માં મળેલી સફળતા પછી સિદ્ધાર્થ શુકલાની ફેન ફોલોઇંગમાં જબરદસ્ત વધારો થયો હતો. અભિનેત્રી શહનાઝ ગિલ સાથે એમનું કનેક્શન સોશિયલ મીડિયા પર છવાયેલું રહ્યું. હાલમાં જ સિદ્ધાર્થ અને શહનાઝના ઘણા મ્યુઝિક વિડીયો પણ આવ્યા હતા જેને યુથે ખૂબ જ પસંદ કર્યા હતા.

મુંબઈમાં 12 ડિસેમ્બર 1980માં જન્મેલા સિદ્ધાર્થ શુક્લાએ પોતાના કરિયરની શરૂઆત એક મોડલ તરીકે કરી હતી. વર્ષ 2004માં એમને ટીવીથી પોતાનું એક્ટિંગ ડેબ્યુ કર્યું હતું. વર્ષ 2008માં એમને બાબુલ કા આંગન છૂટે ના નામની સિરિયલ કરી હતી પણ એમને અસલી ઓળખ તો બાલિકા વધુ સિરિયલથી મળી હતી જેના દ્વારા એ ઘર ઘરમાં જાણીતા બની ગયા હતા.
ટીવી ઇન્ડસ્ટ્રીમાં સફળતા પછી સિદ્ધાર્થ શુક્લાએ બોલીવુડ તરફ પણ પ્રયાણ કર્યું.વર્ષ 2014માં આવેલી ફિલ્મ હંપટી શર્મા કી દુલહનિયામાં એ દેખાયા હતા. આ વર્ષે એમની બ્રોકન બટ બ્યુટીફૂલ નામની એક વેબ સિરીઝ પણ આવી હતી જે ખૂબ જ ચર્ચામાં રહી હતી.

ટીવી ઇન્ડસ્ટ્રી તરફથી સિદ્ધાર્થ શુકલાના નિધન પર દુઃખ વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. અભિનેત્રી શના ખાને કહ્યું છે કે એમને એ વાત પર વિશ્વાસ નથી થઈ રહ્યો, આ ખૂબ જ આશ્ચર્યજનક છે. પહેલા મને આ ખબર પર વિશ્વાસ ન આવ્યો પણ જ્યારે કનફાર્મ થયું તો એ ચોકી ગઈ.
0 Response to "બિગ બોસ વિનર સિદ્ધાર્થ શુક્લાનું 40 વર્ષની ઉંમરમાં નિધન, શોકમાં છે ઇન્ડસ્ટ્રી"
ટિપ્પણી પોસ્ટ કરો