અમદાવાદમાં બે જૂથો વચ્ચે હિંસક અથડામણ, સેટેલાઈટ વિસ્તારમાં બની ઘટના, પોલીસે કંટ્રોલ મેળવ્યો
રેસિડેન્શિયલ રીતે પોશ વિસ્તાર ગણાતા સેટેલાઈટમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે, અહીં બે જૂથ વચ્ચે અથડામણ થતાં બે લોકોના ઘાયલ થવાની માહિતી પણ મળી છે. અગાઉની જૂની અદાવતનું મનદુખ રાખીને તીક્ષ્ણ હથિયારો વડે એકબીજા પર હુમલો કરાયો હોવાનું સામે આવ્યું. બે જૂથની હિંસક અથડામણની ખબર મળતાં જ પોલીસ કાફલો સતર્ક બની ગયો અને ઘટનાસ્થળે પહોંચીને મામલો થાળે પાડી સ્થિતિ પર કાબૂ મેળવી લીધો હતો.

જાણકારી મુજબ સેટેલાઈટ વિસ્તારના પ્રેરણાતીર્થ દેરાસર પાસે વહેલી સવારે અથડામણની ઘટના બની. જેમાં ધોળાદિવસે ધીંગાણાની ઘટના બનતા બે યુવકોને ગંભીર અને જીવલેણ ઈજાઓ પહોંચી હતી. આ બંને યુવકોને તાત્કાલિક સારવાર અર્થે શેલ્બી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ અથડામણ વિશે વાત કરીએ તો એવું મનાઈ રહ્યું છે કે આ બંને જૂથ વચ્ચે અગાઉની કોઈ વાતને લઈને અદાવત થઈ હતી. જેનું મનદુખ રહી જતાં બંને જૂથો વધુ એકવાર આમનેસામને આવી ગયા હતા. બંને જૂથના સભ્યોએ ધારિયા અને હથિયારો વડે એકબીજાની ઉપર હુમલો કર્યો હતો. સ્થાનિક લોકોની મદદથી આ ઘટનાની બાતમી પોલીસને મળતાં સેટેલાઈટ પોલીસે તરત જ ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિ પર કંટ્રોલ મેળવી લીધો હતો. સેટેલાઈટ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
અમદાવાદ સેટેલાઈટમાં દંપતીનો આપઘાત

અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં એક દંપતીએ આપઘાત કર્યો હોવાની માહિતી પણ આવી છે. નિવૃત પ્રોફેસર અને તેમની પત્નીએ કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લઈને જીવન ટૂંકાવ્યું હતું. સેટેલાઈટના સરસ્વતી હાઉસિંગ સોસાયટીમાં આ ઘટના બની રહી છે, અને પોલીસે ઘટના સ્થળે વધુ તપાસ હાથ ધરી છે.
0 Response to "અમદાવાદમાં બે જૂથો વચ્ચે હિંસક અથડામણ, સેટેલાઈટ વિસ્તારમાં બની ઘટના, પોલીસે કંટ્રોલ મેળવ્યો"
ટિપ્પણી પોસ્ટ કરો