ગમે તેવા કાકડા અને ગળાના દુખાવા દૂર કરી દે છે આ અસરકારક ઘરેલુ ઉપચાર, અજમાવી લો નહીં રહે દવાની જરૂર

ગળામાં થતો દુખાવો અને ઇરિટેશન આમ તો ખૂબ સામાન્ય જણાતી તકલીફ છે, જે લગભગ બધા ને થતી હોય છે. મોટા ભાગે આ તકલીફમાં દવાઓ કે મેડિકલ હેલ્પની જરૂર પડે જ એવું હોતું નથી, પરંતુ આ સામાન્ય દેખાતા લક્ષણને સાવ ન ગણકારવાનું પણ યોગ્ય નથી. ઘણી વાર આ સામાન્ય લક્ષણ ઘણા ગંભીર રોગોની તાકીદ કરતું હોય છે અને તેને અવગણવાથી રોગ વધી શકે છે.

image soure

પરંતુ શું તમે જાણો છો કે ગળાના કાકડા ને કારણે તમને અન્ય ઘણા પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ થઈ શકે છે. આજે અમે તમને ગળાના કાકડા થવા પાછળનું કારણ અને તેના ઘરેલુ ઉપાય વિશે જણાવીશું. સામાન્ય રીતે તો ગળાના કાકડા થવા પાછળ ઘણાં કારણો હોઈ શકે છે. પરંતુ કાકડા ની સમસ્યા મોટાભાગે ત્યારે જ થાય છે જ્યારે ગળાના કાકડા કમજોર થવા લાગે છે.

ગળાની અંદર કાકડા ની બે પેશી આવેલી હોય છે. જેમાંથી ગળામાં સતત પ્રવાહી ઝરતું રહે છે. જે શરીર ને ઈન્ફેક્શનથી બચાવે છે. જ્યારે ઋતુઓના બદલાવ કે ખાણી-પીણીમાં ફેરફાર થવાથી આ પેશીઓમાં ઈન્ફેક્શન થઈ જાય છે. જેના કારણે કાકડામાં સોજો આવે છે અને દુખાવો થાય છે.

image source

કાકડા વધી જવાથી તે ગળાની અંદર ભરાવા નો અહેસાસ પણ થાય છે. કાકડા માં સોજો આવે, તાવ આવે અને ખોરાક-પાણી, ગળવામાં મુશ્કેલી પડે તો જેઠીમધ, કાથો અને હળદર દરેકનું અડધી ચમચી ચૂર્ણ બે થી ત્રણ ચમચી મધમાં સવાર-સાંજ ચાટવાથી રાહત થાય છે.

માવાની મીઠાઈ, ફ્રીજનું ઠંડું પાણી, ઠંડાં પીણાં, આઈસક્રીમ, શરબત, ટૉફી, ચૉકલેટ, દહીં, છાસ તેમ જ લીંબુ, આમલી, ટામેટાં જેવા ખાદ્ય પદાર્થો બંધ કરવા. ખદીરાદીવટી ની બે-બે ગોળી ચૂસવી ખૂબ જ હિતકારી છે.

image source

કાકડા થાય તો એક દિવસ ઉપવાસ કરવો. મળશુદ્ધિ માટે રાતે નાની ચમચી હરડેનું ચૂર્ણ લેવું. દિવસમાં ત્રણ વખત. એક કપ પાણીમાં એક ચમચી હળદર અને એક ચમચી ખાંડ મેળવી ધીમે ધીમે પી જવું. સવારે ‘સુવર્ણ વસંતમાલતી ની અર્ધ ગોળી મધમાં પીસીને ચાટી જવી. અગિયાર થી બાર દિવસ આ ઉપચાર કરવાથી કાકડા મટી જાય છે.

ગળાના કાકડા ની સમસ્યા વધવા પર હળવું નવશેકુ પાણી પીવું જોઈએ. સારા પરિણામ માટે સવારે ખાલી પેટે એક ગ્લાસ હળવા ગરમ પાણીમાં અડધુ લીંબુ અને એક ચમચી મધ મિક્ષ કરીને પીવું જોઈએ. તેનાથી ગળાના કાકડા ખૂબ જ જલ્દી ઠીક થઈ જાય છે.

image source

વડ, ઉમરો, પીપળો જેવાં દૂધ ઝરતાં ઝાડની છાલને કૂટી, ઉકાળો કરીને કોગળા કરવાથી કાકડાનો સોજો મટે છે. ટંકણખાર, ફટકડી, હળદર અને ત્રિફળાંના મિશ્રણ ને મધમાં નાખી કાકડા પર લગાડવાથી કાકડા મટે છે. પાણીમાં બેકિંગ સોડા નાખીને કોગળા કરો. તેનાથી ગળાનુ ઇન્ફેકશન દૂર થશે

કાકડા ની સમસ્યાથી મુક્તિ અપાવવા માટે લીંબૂ અને આદુનો ઉપયોગ કરો. લીંબૂનો રસ અને વાટેલા આદુને પાણીમાં ઉકાળી કોગળા કરો. દર અડધા કલાક પછી આવુ કરો. તેનાથી જલ્દી આરામ મળશે. સંચળ નો ઉપયોગ કરીને પણ કાકડા થી છુટકારો મેળવી શકાય છે. ગરમ પાણીમાં સંચળ નાખીને કોગળા કરો. તેનાથી ગળાનો દુખાવો જલ્દી દૂર થાય છે.

0 Response to "ગમે તેવા કાકડા અને ગળાના દુખાવા દૂર કરી દે છે આ અસરકારક ઘરેલુ ઉપચાર, અજમાવી લો નહીં રહે દવાની જરૂર"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel