કસરત કે દવા વગર જ ઘટવા લાગશે વજન, બસ રોજ સવારે નયણા કોઠે પીઓ આ પાણી, જાણો બનાવવાની રીત
આજના આ ફાસ્ટ જમાનામાં વજન વધવો એ સામાન્ય વાત થાય ગઈ છે, પંરતુ વજન ઉતારવો એ દરેક લોકો માટે લોઠામાં ચણા ચાવવા બરાબર છે વજન વધતા વાર નથી લગતી પરંતુ વજન ઘટાડવામાં ખુબ વાર લાગે છે, આ નુસ્ખો અજમાવશો તો તમારું વજન પણ ફટાફટ ઉતરશે કોઈ જીમ જાવાની જરૂર નહિ પડે.
ધાણા નું પાણી પી ને આ રીતે તમારું વજન ઘટાડો અને બનાવો એકદમ સલીમ બોડી તો આ ધાણાનું પાણી બનાવવાની રીત જરૂર જાણો ફક્ત બે જ મિનિટમાં બનતું આ ધાણાનું પાણી તમારા બોડી ફેટને ઝડપથી બર્ન કરે છે, જાણો આ ધાણાનું પાણી તમારા શરીરમાં કેવી રીતે કામ કરે છે .
જો ધાણાનો ઉપયોગ કરવામાં આવે તો તે શરીર માટે વિટામિન એ, વિટામિન સી સહિત ઘણા જરૂરી પોષક તત્વો પૂરા પાડે છે. ધાણાનું પાણી પોટેશિયમ, કેલ્શિયમ, વિટામિન સી અને મેગ્નેશિયમથી ભરપૂર છે. આ બધા તત્વો આપણા શરીરને રોગોથી દૂર રાખવામાં મદદ કરે છે. તમને જણાવી દઈએ કે આયુષ મંત્રાલયે તાજેતરમાં જ કોવિડ -19 માર્ગદર્શિકામાં તેને સ્વાસ્થ્ય લાભ તરીકે ખોરાકમાં સમાવવા માટે સૂચનાઓ પણ જારી કરી હતી.
ધાણાનું પાણી કેવી રીતે તૈયાર કરવું તે જાણો
ધાણાનું પાણી બનાવવાની રીત ધાણા જે પોતાના ઔષધીય ગુણો માટે ખુબ જાણીતા છે. ધાણાનું પાણી બનાવવા માટે રાત્રે એક ગ્લાસમાં પાણી લઈ તેમાં એક ચમચી આખા ધાણા નાખી પલાળી રાખવા અને સવારે પાણી પી જવું આમ નિયમિત કરવાથી તમારું વજન ચોક્કસ ઉતરવા લાગશે. ખાલી પેટે ધાણાનું પાણી પીવાનું રાખશો તો તે તમારા માટે ખુબ ફાયદાકારક રહેશે. ઘાણા નું પાણી પીવાથી બીજા ઘણા સ્વસ્થ્ય લાભો પણ થાય છે.
ઘાણા પાણી ના અન્ય સ્વાસ્થ્ય લાભો
જો કોઈ વ્યક્તિ ને પાચન સંબંધિત સમસ્યા હોય તો આવી સ્થિતિમાં તેણે ધાણા નું પાણી પીવું જોઈએ. તેનાથી પાચનની સમસ્યા દૂર થાય છે. જો ધાણાનું પાણી પીવામાં આવે તો પેટમાં ગેસ, બર્નિંગ વગેરે ની સમસ્યા શાંત થઈ શકે છે. ધાણા નું પાણી શરીરમાં ચયાપચય ની પ્રક્રિયાને ઝડપી બનાવવામાં મદદ કરે છે.
ધાણાનું પાણી બ્લડ સુગર લેવલ ઘટાડવામાં ફાયદાકારક સાબિત થાય છે. કોથમીરનું પાણી થાઇરોઇડ હોર્મોન્સને નિયંત્રિત કરવા માટે ખૂબ અસરકારક માનવામાં આવે છે. જો શરીરમાં પાણીની અછત હોય તો કોથમીરનું પાણી પીવું. તે શરીરને હાઇડ્રેટેડ રાખે છે અને શરીરમાં પાણીની ઉણપ પણ થવા દેતી નથી. જો ધાણાનું પાણી પીવામાં આવે છે, તો શરીરમાં હાજર ઝેરી પદાર્થો તેમાંથી બહાર આવે છે.
ધાણાના પાણીની મદદથી કિડની ને ડિટોક્સિફાય કરી શકાય છે. જો કોઈને સંધિવાના દુખાવાની સમસ્યા હોય તો આવી સ્થિતિમાં ધાણાનું પાણી ફાયદાકારક માનવામાં આવે છે. જો કોઈના ચહેરા પર સોજાની સમસ્યા હોય તો આવી સ્થિતિમાં ધાણાનું પાણી ફાયદાકારક માનવામાં આવે છે. આ તમારી સમસ્યા હલ કરશે.
0 Response to "કસરત કે દવા વગર જ ઘટવા લાગશે વજન, બસ રોજ સવારે નયણા કોઠે પીઓ આ પાણી, જાણો બનાવવાની રીત"
ટિપ્પણી પોસ્ટ કરો