સ્માર્ટફોન ખરીદવાની ઈચ્છા હોય તો આ ઇ કોમર્સ પર ચાલી રહી છે ફોન ફોર ફ્રી ઓફર
સ્માર્ટફોન ખરીદી કરવાની ખરીદી જ એક અલગ છે. તેમાં યુઝરને અઢળક કહી શકાય તેટલા બધા વિકલ્પો મળે છે. જો તમને કોઈ એવી ડિલ ઓફર કરવામાં આવે કે જેના અંતર્ગત તમે મફતમાં સ્માર્ટફોન લઈ શકો તો શું તમે એ ઓફરને જવા દેશો કે સ્વીકારી લેશો ? મોટાભાગના લોકો આ ઓફરને સ્વીકારી જ લે. ત્યારે આજના આ આર્ટિકલમાં અમે આપને ફ્લિપકાર્ટની આવી જ એક ઓફર વિશે જણાવીશું.

સ્માર્ટફોન ખરીદવા સમયે આપણે સૌથી પહેલાં આપણું બજેટ જોઈએ છીએ. ત્યારબાદ ફોન ના ફિચર્સની સાથે સાથે એ પણ ચકાસીએ છીએ કે સ્માર્ટફોન ખરીદવા માં સૌથી સારી ઓફર કોણ કરી રહ્યું છે. જેથી આપણે ઓછામાં ઓછી કિંમતે સારા માં સારો સ્માર્ટફોન ખરીદી શકીએ. આવી સ્થિતિમાં તમને કોઈ મફતમાં સ્માર્ટફોન મળી શકે તેવી ઓફર્સ વિશે જણાવે તો તે તમારા માટે ફાયદાની વાત હશે. અસલમાં ઈ કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટ પર ફોન ફોર ફ્રી ઓફર ચાલી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર flipkart વેબસાઈટ પરથી કોઈપણ સ્માર્ટફોન ખરીદવા પર ગ્રાહકોને સો ટકા મનીબેક જીતવાની તક મળી રહી છે. આ ઓફરમાં કહેવામાં આવ્યું છે કે આ ઓફર માં સો વિજેતાઓ હશે. આ ઓફર નું પરિણામ આગામી 14 સપ્ટેમ્બર 2021 ના રોજ કરવામાં આવશે.

પસંદગી પામેલા ગ્રાહકોને flipkart gift voucher 25 ઓક્ટોબર 2021 સુધી આપી દેવામાં આવશે. આ ગિફ્ટ વાઉચર ગ્રાહકે ખરીદેલા આઇ સ્માર્ટ ફોનની કિંમત બરાબર જ હશે. આ સ્માર્ટ ફોનની કિંમતનું સો ટકા મનીબેક હશે.
કઈ રીતે ભાગ લઈ શકાય આ ઓફરમાં ?
– Flipkart પર આપવામાં આવેલી માહિતી અનુસાર 28 ઓગસ્ટ 2021 સવારના 12 વાગ્યાથી લઇને 21 ઓગસ્ટ 2021 રાત્રિના 12 વાગ્યા સુધીમાં ગમે ત્યારે લોગીન કરવું
– તમારી પસંદગીનો સ્માર્ટફોન ખરીદો
– તમારી ખરીદી પર સો ટકા મની બેક મેળવવાની તક મેળવો
નોંધ – આ કોન્ટેસ્ટ ફક્ત ડેલીવર્ડ ઓર્ડર માટે એપ્લાય થાય છે. અને આ Cancellation પર લાગુ નથી થતો.

Flipkart Phone for Free કોન્ટેસ્ટ અંતર્ગત જે ગ્રાહકો આ ઉપરના ફાયદો ઉઠાવવા ઈચ્છા હોય તેમની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ થી ઉપર હોવી જરૂરી છે
એ સિવાય ગ્રાહક પાસે flipkart નું વેલીડ એકાઉન્ટ હોવું જરૂરી છે. જો આ ઓફરના સમયગાળા દરમિયાન એક ગ્રાહક ઘણા બધા સ્માર્ટફોન ખરીદે છે તો તેના દ્વારા કરવામાં આવેલી પહેલી ખરીદીને જ flipkart ફોન ફોર ફ્રી ઓફર અંતર્ગત ગણવામાં આવશે. વધુ માહિતી માટે ગ્રાહકો આ https://ift.tt/3n7xhLQ પર ક્લિક કરી શકે છે.
0 Response to "સ્માર્ટફોન ખરીદવાની ઈચ્છા હોય તો આ ઇ કોમર્સ પર ચાલી રહી છે ફોન ફોર ફ્રી ઓફર"
ટિપ્પણી પોસ્ટ કરો