બાલિકા વધુની જોડી તૂટીઃ પ્રત્યુશા બેનર્જીએ કરી આત્મહત્યા, સુરેખા સિકરીને કાર્ડિયક અરેસ્ટ અને સિદ્ધાર્થ શુકલાને આવ્યો હાર્ટ એટેક

ટીવી સિરિયલ બાલિકા વધુ ઘર ઘરમાં જાણીતો થયો હતો. આ સિરિયલના પાત્રોએ દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી લીધી હતી. આ સીરિયલ પછી અભિનેતા સિદ્ધાર્થ શુકલા પણ ખૂબ જ ફેમસ થઈ ગયા હતા અને વધુમાં વધુ લોકો એમને ઓળખવા લાગ્યા હતા.

પ્રત્યુશા બેનર્જીએ કરી આત્મહત્યા.

image source

સિરિયોમાં અવિકા ગૌરે નાની આનંદીનું પાત્ર કર્યું હતું જ્યારે યંગ અનંદીનો રોલ પ્રત્યુશા બેનર્જીએ કર્યો હતો. સિદ્ધાર્થ શુકલા લગભગ 8 વર્ષ પહેલાં આ સીરિયલમાં દેખાયા હતા. સીરિયલમાં પ્રત્યુશા બેનર્જી અને સિદ્ધાર્થ શુકલાની જોડીને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. 1 એપ્રિલ 2016ના રોજ પ્રત્યુશાએ આત્મહત્યા કરીને પોતાની જીંદગીને ટૂંકાવી લીધી. કોઈને સપનામાં પણ નહોતું વિચાર્યું કે આ એક્ટ્રેસ 24 જ વર્ષની ઉંમરમાં દુનિયા છોડી દેશે.

16 જુલાઈ દાદીસાનું નિધન.

ટીવી સિરિયલ બાલિકા વધુમાં દાદીસાનો રોલ કરનારી સુરેખા સિકરીનું બે મહિના પહેલા નિધન થઈ ગયું હતું. દિગગજ ટીવી અને બૉલીવુડ અભિનેત્રી સુરેખા સિકરીનું 75 વર્ષની ઉંમરમાં કાર્ડિયક અરેસ્ટના કારણે નિધન થઈ ગયું છે.

બે વર્ષમાં બે વાર બ્રેન સ્ટ્રોક.

image source

સુરેખા સિકરીને વર્ષ 2018માં મહાબળેશ્વરમાં એક ટીવી શોના શૂટિંગ દરમિયાન બ્રેન સ્ટ્રોક આવ્યો હતો. એ પડી ગઈ અને માથામાં ઇજા થઇ હતી. એ સમયે ચર્ચા હતી કે એમને લકવા થઈ ગયો હતો જો કે પછી એ ઠીક થઈ ગઈ હતી.

શિવે હાર્ટ એટેક થવાના કારણે દુનિયા છોડી દીધી.

સિદ્ધાર્થે સિરિયલ બાલિકા વધુમાં શિવનો રોલ કર્યો હતો. સિદ્ધાર્થ શુક્લાએ 2 સપ્ટેમ્બરના રોજ હાર્ટ એટેકના કારણે નિધન થઈ ગયું છે. જણાવવામાં આવી રહ્યું છે કે સિદ્ધાર્થ શુકલાનું રાત્રે દવા લીધા પછી મૃત્યુ થઈ ગયું. હાલ સિદ્ધાર્થનું કૂપર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે.

image source

મુંબઇમાં 12 ડિસેમ્બર 1980એ જન્મેલા સિદ્ધાર્થ શુક્લાએ પોતાના કરિયરની શરૂઆત એક મોડેલ તરીકે કરી હતી. વર્ષ 2004માં તેણે ટીવીથી એક્ટિંગ ડેબ્યૂ કર્યુ હતુ. 2008માં તે ‘બાબુલ કા આંગત છૂટે ના’ નામની ટીવી સિરિયલમાં જોવા મળ્યો હતો. પરંતુ તેની અસલી ઓળખ બાલિકા વધૂ સીરીયલથી થઇ હતી જેણે તેને ઘર-ઘરમાં ફેમસ બનાવ્યો હતો.

image source

તાજેતરમાં, સિદ્ધાર્થ ‘બ્રોકન બટ બ્યુટીફુલ 3’ નામની વેબ સીરીઝમાં જોવા મળ્યો હતો. લોકોને આ સીરીઝ ખૂબ પસંદ આવી હતી. સિદ્ધાર્થ શુક્લા છેલ્લે શહનાઝ ગિલની સાથે ‘ડાન્સ દિવાને’માં જોવા મળ્યો હતો. સિદ્ધાર્થના આકસ્મિક નિધનથી લોકોને મોટો આઘાત લાગ્યો છે.

image source

જણાવી દઇએ કે કરણ જોહરની પ્રોડક્શન ફિલ્મ હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયામાં સિદ્ધાર્થ સેકેન્ડ લીડમાં જોવા મળ્યો હતો. સિદ્ધાર્થ તાજેતરમાં જ બિગ બોસ ઓટીટીમાં પણ જોવા મળ્યો હતો.

Related Posts

0 Response to "બાલિકા વધુની જોડી તૂટીઃ પ્રત્યુશા બેનર્જીએ કરી આત્મહત્યા, સુરેખા સિકરીને કાર્ડિયક અરેસ્ટ અને સિદ્ધાર્થ શુકલાને આવ્યો હાર્ટ એટેક"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel