બોલિવુડ અભિનેત્રી સારા અલી ખાને આપ્યો હોટ પોઝ, તેનો આ લુક હતો ખૂબ જ સ્ટાઇલિશ…

Spread the love

બોલિવુડ અભિનેત્રી સારા અલી ખાન આ દિવસોમાં તેની આગામી ફિલ્મોની શુટિંગમાં વ્યસ્ત છે. તે અવાર-નવાર તેની તસવીરો અને તેના વીડિયોને કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.

સારા અલી ખાનને એક ફોટોશૂટના શુટિંગ દરમિયાન મુંબઇના જૂહુમાં સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન તેણે હાઇ સ્લિટ વાળો લહેંગો પહેર્યો હતો. આ આઉટફિટમાં તો તેના પરથી નજર હટાવવી પણ મુશ્કેલ થઇ ગઇ હતી.

સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દીકરી સારા અલી ખાન તેના મીડિયા ફ્રેન્ડલી સ્વભાવને કારણે જાણિતી છે. સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો સામે આવી ચૂક્યા છે, જેમાં તે ફોટોગ્રાફર્સ સાથે કોઇ સેલિબ્રિટી જેમ નહિ પરંતુ તે સામાન્ય વ્યક્તિ જેમ વાત કરતી જોવા મળે છે.

સારા અલી ખાનનો લુક ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહ્યો હતો. તેણે સોનેરી રંગનો બ્રાલેટ બ્લાઉસ કેરી કર્યો હતો. સારા અલી ખાને તેના આ લુકને કમ્પલિટ કરવા માટે ડાર્ક મેકઅપ કર્યો હતો. આ સાથે તેણે આંખોને સ્મોકી ટચ આપ્યો હતો.

સારા અલી ખાન એક દિવસમાં અલગ અલગ ત્રણ અંદાજમાં સ્પોટ થઇ હતી. સારા અલી ખાનને શુક્રવારે જૂહુમાં સ્પોટ કરવામાં આીવી હતી આ દિવસે અભિનેત્રીને ત્રણ અલગ અલગ વખત પેપરાજીએ કેમેરામાં કેદ કરી હતી. સારા અલી ખાનનો હાલમાં જ એક વીડિયો સામે આવ્યો હતો જેમાં સારા તેના રેડ સ્કર્ટને હટાવીને પોઝ આપે છે અને આ જ કારણે સોશિયલ મીડિયા પર લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે.

આ વીડિયોમાં ફોટોગ્રાફર્સને પોઝ આપતા સારા અલી ખાન તેના પગ પરથી સ્કર્ટ હટાવી દે છે. વીડિયોમાં સારા રેડ કલરની હાઇ સ્લિટ સ્કર્ટ પહેરેલી જોવા મળી રહી છે. પરંતુ તેણે પોઝ આપવા માટે જે રીતે તેના પગ પરથી સ્કર્ટ હટાવ્યો તેને યુઝર દ્વારા ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.

એક યુઝરે કહ્યુ કે, આને કેવી રીતે તેની ડ્રેસ હટાવીને પગ બતાવ્યા, તેનાથી ખબર પડે છે કે, આ લોકો માટે કામ મળવુ તેનો મતલબ બોડી બતાવવી છે. ત્યાં જ બીજા એક યુઝરે કહ્યુ, પગવાળો સ્ટંટ કરીને બધી જ મજા ખરાબ કરી દીધી.

એક અન્ય યુઝરે લખ્યુ, તે કરવું જરૂરી ન હતું, જે સ્કર્ટ સાથે છેલ્લે કર્યુ. જો કે, ઘણા લોકો સારાને સપોર્ટ કરે છે. કેટલાકે સારાને ખૂબ જ સુંદર અને ક્યુટ કહ્યુ તો કેટલાકે તેને ફાયર અને દિલ વાળા ઇમોજી શેર કરીને તેમના દિલની વાત કહી.

0 Response to "બોલિવુડ અભિનેત્રી સારા અલી ખાને આપ્યો હોટ પોઝ, તેનો આ લુક હતો ખૂબ જ સ્ટાઇલિશ…"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel