નિપાહ વાયરસના કેસ હવે તમિલનાડુમાં પણ આવ્યા, કેરળ પછી કોઈમ્બટુરમાં આવ્યો એક કેસ
કોરોના વાયરસની બીજી લહેરની અસર દેશમાં હજી સંપૂર્ણપણે ખતમ નથી થયો. એવામાં અન્ય એક વાયરસે એના પગ ફેલાવવાનું શરૂ કરી દીધું છે..કેરળમાં હાલમાં જ નિપાહ વાયરસના કેસ સામે આવ્યા હતા ને હગે તમિલનાડુમાં પણ એક કેસ સામે આવ્યો છે.કોઈમ્બટુરમાં જિલ્લાધિકારીના કહેવા અનુસાર નિપાહ વાયરસનો એક કેસ એમને ત્યાં મળ્યો છે. બધા જ પ્રકારની સાવધાની રાખવામાં આવી રહી છે. હવે તેજ તાવની સાથે જે પણ સરકારી હોસ્પિટલમાં એડમિટ થઈ રહ્યું છે એની સારી રીતે તપાસ કરવામાં આવશે.

આ નિપાહ વાયરસે ત્યારે દરેકને ચોંકાવી દીધા હતા જ્યારે રવિવારે કેરળમાં એક 12 વર્ષના બાળકનું એના કારણે મૃત્યુ થઈ ગયું..કેરળના કોઝીકોડમાં 12 વર્ષના બાળકની પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી પણ એ ન બચી શક્યો.કેરળ માટે આ ચિંતાની વિષય એટલે પણ છે કારણ કે અહીંયા કોરોનાની તાજી લહેરે હાલત બગાડી નાખી છે. દેશમાં જેટલા પણ કેસ આવી રહ્યા છે એમાંથી 70 ટકા ફકત કેરળથી જ આવી રહ્યા છે. એકલા કેરળમાં જ 2 લાખની આસપાસ કોરોનાના એક્ટિવ કેસ છે.

તમને જણાવી દઈએ કે નિપાહ વાયરસ સૌથી પહેલા વર્ષ 1998માં મલેશિયામાં મળ્યો હતો. ભારતના પશ્ચિમ બંગાળમાં વર્ષ 2001માં એના ઘણા કેસ સામે આવ્યા હતા. એ પણ કોરોના વાયરસની જેમ જ ખતરનાક છે જો કે એ હવાથી નથી ફેલાતો.એક્સપર્ટના કહેવા અનુસાર નિપાહ વાયરસ કેટલો ખતરનાક છે એનો અંદાજો એ વાતથી લગાવી શકાય છે કે આ વાયરસથી સંક્રમિત થતા લોકોમાં 40થી 75 ટકા સુધીનું મોત થઈ જાય છે અને સૌથી મોટી ચિંતાની વાત એ છે કે એની કોઈ સારવાર પણ નથી. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને નિપાહ વાયરસને દુનિયાના 10 સૌથી ખતરનાક વાયરસની સૂચિમાં સામેલ કર્યું છે.

નિપાહ વાયરસના ખતરનાક હોવના બીજા પણ ઘણા કારણ છે. એનો ઇન્કયુબેશન પીરિયડ એટકે કે સંક્રમણ સમય બહુ લાંબો હોય છે ક્યારેક ક્યારેક તો 45 દિવસ. એવામાં જો કોઈ વ્યક્તિ આ વાયરસથી સંક્રમિત થઈ જાય છે તો એને એ વિશે ખબર જ નથી પડતી અને એવામાં એ આ વાયરસને બીજા લોકોને ફેલાવતા રહે છે.

એક્સપર્ટ કહે છે કે ફ્રુટ બેટ્સ કે ચામચીડિયામાં નિપાહ વાયરસ પ્રાકૃતિક રૂપે જોવા મળે છે. એટલે કે જો કોઈ વ્યક્તિ ચામચીડિયાના સીધા સંપર્કમાં આવે છે તો એ નિપાહ વાયરસથી સંક્રમિત થઈ શકે છે. એ સિવાય દૂષિત ભોજન કરવાથી પણ એ વાયરસ માણસને સંક્રમિત કરી શકે છે. આ વાયરસથી સંક્રમિત ચામચીડિયા જ્યાંરે કોઈ ફળ ખાય છે તો એમની લાળને એના પર છોડી દે છે અને એવામાં માણસ જ્યારે એ ફળનું સેવન કરે છે તો એ પણ એ વાયરસથી સંક્રમિત થઈ જાય છે. લાળ સિવાય આ વાયરસ ચામચીડિયાના મૂત્ર અને સંભવિત રૂપથી ચામચીડિયાના મળ અને જન્મના સમયે તરલ પદાર્થમાં રહેલો હોય છે.

નિપાહ વાયરસથી સંક્રમિત લોકોમાં તાવ, ખાંસી, થાક, શ્વાસ લેવામાં તકલીફ, માથાનો દુખાવો, માંસપેશીઓમાં દર્દ અને એનસીફિલાઇટીસ જેવા લક્ષણો દેખાઈ શકે છે. એક્સપર્ટ કહે છે કે એનસીફિલાઈટીસ થાય તો મગજમાં સોજા આવી જાય છે અને એવામાં દર્દીનો મોત પણ થઈ શકે છે.
નિપાહ વાયરસથી બચવાના ઉપાય
જમતા પહેલા અને જમ્યા પછી હાથને સારી રીતે ધોઈ લો.

દૂષિત ફળોને ખાવાથી બચો.
સંક્રમિત વ્યક્તિઓથી દુર રહો.
આ વાયરસના કારણે જેમનું મૃત્યુ થયું હોય એમના શબથી દુર રહો.
0 Response to "નિપાહ વાયરસના કેસ હવે તમિલનાડુમાં પણ આવ્યા, કેરળ પછી કોઈમ્બટુરમાં આવ્યો એક કેસ"
ટિપ્પણી પોસ્ટ કરો