જો જો Vishing માં ફસાઈને તમારા ફોનનો પર્સનલ ડેટા આ રીતે લઈ લે છે ફ્રોડર
શું તમે ક્યારેય Vishing વિશે કઈં સાંભળ્યું કે જાણ્યું છે ? અસલમાં Vishing એક એવી રીતે છે જેમાં ફસાવીને છેતરપીંડી આચરનાર તમારા ફોનમાં રહેલી અંગત અને સંવેદનશીલ માહિતી મેળવી લે છે. આ માહિતીમાં યુઝર આઈડી, લોગીન અને ટ્રાન્ઝેક્શન પાસવર્ડ OTP એટલે કે વન ટાઇમ પાસવર્ડ, URN એટલે કે યુનિક રજિસ્ટ્રેશન નંબર, કાર્ડ પિન, ગ્રીન કાર્ડ વેલ્યુ, CVV વગેરે શામેલ છે.
એ સિવાય તેમાં પર્સનલ માહિતી જેમ કે જન્મદિવસ, માં નું નામ વગેરે જેવી અંગત માહિતી પણ શામેલ છે.

સ્કેમ કરનાર લોકો ફોન કરીને પોતે બેંક અધિકારી હોય એ રીતે વાત કરે છે અને લોકોને મૂર્ખ બનાવી તેની અંગત માહિતી અને નાણાકીય જાણકારી મેળવી લે છે. આ માહિતી મેળવી લીધા બાદ તે એનો ઉપયોગ યુઝરની અનુમતિ વિના તેના અકાઉન્ટનો છેતરપીંડી આચરવા માટે ઉપયોગ કરવા લાગે છે. જેના કારણે જે તે યુઝરને આર્થિક નુકશાન થાય છે.

મોટાભાગના કિસ્સાઓમાં સ્કેમર યુઝરને ફોન કરીને પોતે બેંક અધિકારી હોવાની જ ઓળખ આપે છે અને યુઝર પાસેથી વધુને વધુ અંગત માહિતી મેળવી લે છે અને બાદમાં બેંક અકાઉન્ટ બંધ થવા અને તેમાં ચેન્જ કરવાના બહાનાથી યુઝરની બેંક ડિટેલ પણ જાણી લે છે. આમ કરીને તે યુઝરના બેંક અકાઉન્ટમાંથી પૈસા ઉપાડી લે છે.
આવા સંદિગ્ધ કોલ લોકોને તેનું પ્રથમ અને છેલ્લું નામ પૂછે છે જેના કારણે તેનું કામ સરળ બની જાય છે. અને જો તમને પણ આવા કોલ તો તેને તરત બેંકમાં રિપોર્ટ કરવો.

એ વાત પણ યાદ રાખવી કે કોઈ પણ બેંક કે કોઈપણ બેંકના કર્મચારી ક્યારેય તમારી અંગત માહિતી કે સંવેદનશીલ માહિતી કોલ કરીને પૂછતા નથી. છેતરપિંડી આચરનાર વ્યક્તિ તમને કોલ કરીને તમારું નામ પૂછશે. ત્યારબાદ તમારી જન્મ તારીખ પૂછે છે અને ધીમે ધીમે તમારો વિશ્વાસ જીતી લઈ તમારી વધુ અંગત માહિતી લેવા લાગશે.
ચા કઈ રીતે તમે રહી શકો છો સુરક્ષિત ?

બેંક દ્વારા એવી સલાહ આપવામાં આવે છે કે તમારે કોઈને તમારી વ્યક્તિગત માહિતી ના આપવી. એ સિવાય બેંક સંબંધિત કોઈ લીંક આપવામાં આવે તો તેના પર ક્લિક ન કરવું. કોઈ પણ બેંક તમને ક્યારેય કોઈ રેન્ડમ લીંક પર ક્લિક કરવા કે કોઈ ફોર્મ માં તમારી માહિતી ભરવા માટે કોલ નથી કરતી. બેંકના કામકાજ માટે સૌથી સલામત ભર્યું પગલું છે તમે તમારી બેંકની નજીકની બ્રાંચમાં રૂબરૂ જાવ. અથવા છે બેંકમાં તમારું ખાતુ હોય તે બેંકની સત્તાવાર રીતે જાહેર કરાયેલી એપ્લિકેશનનો ઉપયોગ કરવો.
0 Response to "જો જો Vishing માં ફસાઈને તમારા ફોનનો પર્સનલ ડેટા આ રીતે લઈ લે છે ફ્રોડર"
ટિપ્પણી પોસ્ટ કરો