પાકિસ્તાન સામે હાર્યા પછી, ટીમ ભારતે લીધો આ ચોંકાવનાર નિર્ણય
ભારતની માત્ર ક્રિકેટ ટીમ જ નહીં, પરંતુ ભારતના લોકો પણ પાકિસ્તાન સામે હારના દુઃખમાંથી બહાર આવી શક્યા નથી. ઘણા વર્ષો પછી ભારતને આ હારનો સામનો કરવો પડ્યો. ભારત માટે T-20 વર્લ્ડકપ 2021ની શરૂઆત ખુબ જ ભયાનક રહી અને પ્રથમ મેચમાં જ ટીમ ઇન્ડિયાને પાકિસ્તાન સામે 10 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ ટીમ ઇન્ડિયાની પસંદગી પર સવાલો ઉઠી રહ્યા છે. ભારતની આગામી મેચ 31 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ છે. જો આ મેચમાં પણ ટીમ ઇન્ડિયા હારે છે તો તેના પર ટૂર્નામેન્ટથી બહાર થવાનો ખતરો ઉદ્ભવી શકે છે. આવામાં ટીમ ઇન્ડિયા કોઇ જોખમ લેશે નહીં. તેથી ટીમે પ્લેયર પર થોડો બદલાવ લાવવાનું વિચાર્યું છે, તો ચાલો અમે તમને જણાવીએ કે આપણી ટીમમાંથી કયો પ્લેયર બ્લર થશે અને કયો પ્લેયર આવશે.
4 ખેલાડીઓ ટીમથી બહાર થશે ?
ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ આગામી મેચમાં ટીમ ઇન્ડિયામાં મોટા બદલાવ થઇ શકે છે. ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવનમાં સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા અને ભુવનેશ્વર કુમારનું સ્થાન ખતરામાં છે. વરૂણ ચક્રવર્તીના સ્થાન પર પણ સવાલો ઉઠી રહ્યા છે. વરૂણ ચક્રવર્તીને પાકિસ્તાન વિરૂદ્ધની મેચમાં અશ્વિનના સ્થાને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરાયો હતો. કેપ્ટન વિરાટ કોહલીનો આ નિર્ણય ખોટો સાબિત થયો અને હવે ટીમની પસંદગીને લઇ સવાલો ઉદ્ભવી રહ્યા છે. 31 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધની મેચમાં ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવનમાં 4 મોટા બદલાવ થઇ શકે છે.
સૂર્યકુમારના સ્થાને ઇશાન કિશન
સૂર્યકુમાર યાદવ ટીમ ઇન્ડિયામાં રહીને કંઇ ખાસ કરી શક્યો નથી તે સતત ફ્લોપ સાબિત થઇ રહ્યો છે. પાકિસ્તાન વિરૂદ્ધની મેચમાં પણ તે 4 નંબર પર આવીને માત્ર 11 રન જ બનાવી શક્યો હતો. જેના કારણે હવે કદાય કેપ્ટન કોહલી સૂર્યકુમારને આગામી મેચમાં તક નહીં આપે અને તેના સ્થાને ઇશાન કિશનને ટીમ ઇન્ડિયામાં સામેલ કરવામાં આવી શકે છે.
હાર્દિકના સ્થાને શાર્દુલ ઠાકુર
હાર્દિક પંડ્યા ગત ઘણા સમયથી બોલિંગ કરી શક્તો નથી. પાકિસ્તાન વિરૂદ્ધ મેચમાં હાર્દિક પંડ્યા બેટ્સમેન તરીકે ટીમમાં સામેલ થયો હતો. જોકે આ મેચમાં હાર્દિક પંડ્યા કંઇ ખાસ કરી શક્યો નહોતો. આવામાં ટીમને સંતુલિત કરવા માટે શાર્દુલ ઠાકુરને તેના સ્થાને તક આપવામાં આવી શકે છે. જણાવી દઇએક કે, શાર્દુક ઠાકુરે IPL માં શાનદાર બોલિંગ અને તાબડતોડ બેટિંગથી પસંદગીકર્તાનો વિશ્વાસ જીત્યો છે. શાર્દુલના હોવાથી ટીમ ઇન્ડિયાનો ક્રમ મજબૂત થશે, એવી શક્યતા છે.
વરૂણ ચક્રવર્તીના સ્થાને આર. અશ્વિન
વરૂણ ચક્રવર્તીને પાકિસ્તાન વિરૂદ્ધની મેચમાં અશ્વિનના સ્થાને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરાયો હતો. પરંતુ કેપ્ટન વિરાટ કોહલીનો આ નિર્ણય ખોટો સાબિત થયો હતો. વરૂણ ચક્રવર્તીએ આ મેચમાં 4 ઓવર બોલિંગ કરી અને 33 રન આપ્યા હતા, જોકે આ દરમિયાન તેને એક પણ વિકેટ મળી ન હતી. 31 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ વરૂણના સ્થાને આર અશ્વિનને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે.
ભુવનેશ્વરના સ્થાને રાહુલ ચાહર
ભુવનેશ્વરના ખરાબ પ્રદર્શનના કારણે ટીમ ઇન્ડિયા મેચમાં હારની કિંમત ચુકવી રહી છે. રવિવારે પાકિસ્તાન વિરૂદ્ધ ટી-20 વર્લ્ડકપની મેચમાં ભારતીય ઝડપી બોલર ભુવનેશ્વર કુમારનું ખરાબ પ્રદર્શન જોવા મળ્યું, જે ટીમ ઇન્ડિયાની હારનું કારણ બન્યું. આ મેચમાં ભુવનેશ્વર કુમારે 3 ઓવરમાં 25 રન આપ્યા હતા. આ દરમિયાન તેને એક પણ વિકેટ મળી ન હતી. આગામી મેચમાં ભુવનેશ્વર કુમારના સ્થાને રાહુલ ચાહરને ટીમ ઇન્ડિયામાં સામેલ કરવામાં આવી શકે છે, જે એક શાનદાર લેગ સ્પિનર છે.
0 Response to "પાકિસ્તાન સામે હાર્યા પછી, ટીમ ભારતે લીધો આ ચોંકાવનાર નિર્ણય"
ટિપ્પણી પોસ્ટ કરો