એનસીબીની પૂછપરછ પછી આર્યન ખાનના થયા આવા હાલ, જોઈ લો ફોટા
શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને NCB દ્વારા ડ્રગ્સ કેસમાં અરેસ્ટ કરવામાં આવ્યા છે. આર્યન ખાન એક દિવસ એનસીબીની કસ્ટડીમાં રહેશે. ક્રૂઝ ડ્રગ પાર્ટી કેસમાં આર્યનની લાંબા સમય સુધી પૂછપરછ કરવામાં આવી હતી, ત્યારબાદ તેના અન્ય 2 સાથીઓ સાથે ધરપકડ કરવામાં આવી હતી. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન આર્યન ખાનના ઘણા ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે જેમાં તે NCB ટીમ અને પોલીસ સ્ટાફ સાથે જોવા મળી રહ્યો છે. આ દરમિયાન આર્યન ખાનના આઉટફિટ પણ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. તે થોડાક જ સમયમાં જુદા જુદા દેખાવમાં દેખાયો છે.
જો તમે ધ્યાન આપો તો જ્યારે આર્યન ખાનને એનસીબી ટીમ પૂછપરછ માટે લઈ જઈ રહી હતી એ દરમિયાન એ રેડ એન્ડ બ્લેક ચેક શર્ટ અને વ્હાઇટ ટીમાં દેખાયા હતા. પણ મેડિકલ ચેકઅપ કરાવ્યા પછી જેજે હોસ્પિટલમાં એ બ્લેક ટીશર્ટમાં દેખાયા હતા. એમની ટીશર્ટ પર રાઈટ સાઈડમાં ઓફ લખ્યું હતું અને એક ફિંગર કર્સર બન્યું હતું જે સ્વીચ ઓફ તરફ ઈશારો કરી રહ્યું હતું. તો એમના મિત્ર અરબાઝ મર્ચન્ટ એ દરમિયાન રેડ એન્ડ બ્લેક કલરના ડેડપુલ જેકેટમાં દેખાયા હતા.
કોણ છે અરબાઝ મર્ચન્ટ
આર્યન ખાન ડ્રગ કેસમાં અરબાઝ મર્ચન્ટનું નામ વારંવાર સામે આવી રહ્યું છે. અરબાઝ માત્ર આર્યનનો જ મિત્ર નથી પરંતુ ઘણા બોલિવૂડ સ્ટાર કિડ્સના મિત્ર છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 30.5k ફોલોઅર્સ છે. ઇરફાન ખાનનો છોકરો બાબીલ, પૂજા બેદીની પુત્રી આલ્યા ફર્નિચરવાલા અને ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડે પણ તેને આ પ્લેટફોર્મ પર ફોલો કરે છે. આ ડ્રગ પાર્ટીમાં અરબાઝનો મોટો હાથ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
તમને જણાવી દઈએ કે ડ્રગ્સ કન્ઝ્યુમ કરવાના મામલે આર્યન ખાનની ધરપકડ કરવામાં આવી છે. NCB એ આર્યનનો મોબાઈલ ફોન જપ્ત કર્યો છે. NCB ને તેના ફોન પરથી ડ્રગ ચેટ પણ મળી છે. આર્યન ખાને માત્ર પાર્ટીમાં ડ્રગ્સ લેવાની બાબત તો સ્વીકારી જ છે પણ તેણે એ પણ સ્વીકાર્યું છે કે તે ડ્રગ્સને શોખ તરીકે લે છે. બીજી બાજુ, આર્યન ખાનના વકીલ સતીશ મણેશિંદેએ કોર્ટમાં દલીલ કરતા કહ્યું કે આર્યન ખાન તેમના વતી ક્રૂઝ પાર્ટીમાં ગયો નથી. આર્યન પાસે પાર્ટીની ટિકિટ પણ નહોતી.
0 Response to "એનસીબીની પૂછપરછ પછી આર્યન ખાનના થયા આવા હાલ, જોઈ લો ફોટા"
ટિપ્પણી પોસ્ટ કરો