બિગ બોસ 15ની કન્ટેસ્ટન્ટ ડોનલ વિષ્ટનો ખુલાસો, એક ડાયરેકટરે રોલ આપવા બદલ કરી હતી ગંદી માગણી
અભિનેત્રી ડોનલ બિષ્ટે રિયાલિટી શો ‘બિગ બોસ 15’માં કન્ટેસ્ટન્ટ તરીકે એન્ટ્રી કરી છે. તેણે શોમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી. ડોનલ બીષ્ટે આઠમા કન્ટેસ્ટન્ટ તરીકે શોમાં પ્રવેશ કર્યો. સલમાન એમનું સ્વાગત કરે છે અને તેનો સામનો ઓસમ મીરરથી નથી કરાવતા. આ પછી, સલમાન ઈશાન સેહગલ અને ડોનલ બિષ્ટને આંખે પાટા બાંધીને જીપમાં બેસાડીને મોકલે છે અને આમ તેઓ જંગલમાં પહોંચે છે. અહીં ઈશાન અને ડોનલ એકબીજા વિશે જાણવાનો પ્રયત્ન કરે છે
શોમાં એન્ટ્રી લેતા પહેલા ડોનાલ વિષ્ટે એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે તેમને એક ડિરેક્ટર દ્વારા રોલ આપવા માટે તેમની સાથે સેક્સ કરવા માટે કહેવામાં આવ્યું હતું. ડોનાલે કહ્યું હતું કે, “આ ઘટના મારા શરૂઆતના દિવસોમાં બની હતી, જ્યારે મને કામ મળવાનું શરૂ થયું હતું, જો કે મેં ત્યાં સુધી કામ શરૂ કર્યું ન હતું. તમે જાણો છો, શરૂઆતના સમયમાં આ કેવું હોય છે જ્યારે તમે કઈ જ નથી હોતા અને લોકો તમને અપ્રોચ કરી રહ્યા હોય છે. મારા માટે, ત્યારે તો મેં આ ફિલ્ડમાં પણ સંપૂર્ણ પ્રવેશ કર્યો ન હતો.
ડોનાલ બિશ્ટે કહ્યું કે, “લોકો ક્યારેય મને આ રીતે અપ્રોચ કરતા નહોતા કારણ કે તેઓ જોઈ શકતા હતા કે હું એક મજબૂત છોકરી છું, મેં ક્યારેય આવી જગ્યા આપી નથી. પરંતુ કેટલાક લોકો ખરાબ છે, તમે શું કરી શકો? તમારે તમારી કિંમત જાણવી પડશે અને કંઈપણ ખોટું થશે નહીં. આ એકમાત્ર એવી ઘટના હતી જે મારી સાથે બની હતી પરંતુ એને એ રીતે જોવું ન જોઈએ કે દરેક વ્યક્તિ આ રીતે ડોનલ બિષ્ટને અપ્રોચ કરતો હતો.
આ સિવાય ડોનલ બિશ્ટે પોતાના વિશે બીજા ઘણા ખુલાસા કર્યા છે. બિગ બોસ 15 ની વાત કરીએ તો તેણે અસીમ રિયાઝના ભાઈ ઉમર રિયાઝ અને અભિનેતા ઈશાન સહગલની સાથે શોમાં સલમાન ખાન પાસેથી એન્ટ્રી લીધી હતી. શોમાં, બિગ બોસ 13 ના રનર અપ રહેલા અસીમ રિયાઝના ભાઈ ઉમર રિયાઝ પહોંચ્યા. અસીમ રિયાઝ પણ પોતાના ભાઈ ઉમર રિયાઝને ખુશ કરવા સ્ટેજ પર આવ્યા અને તેમણે સલમાન ખાન સાથે જોરદાર મનોરંજન કર્યું.
ઉમર સાથે અભિનેતા ઈશાન સહગલે પણ પ્રવેશ કર્યો. પરંતુ ઇશાન અને ઉમર વચ્ચે શોમાં એન્ટ્રી પહેલા જ નોકજોક જોવા મળ્યો હતો. આ બેની સાથે, ડોનલ બિશ્તે નવમા સ્પર્ધક તરીકે શોમાં પ્રવેશ કર્યો.
0 Response to "બિગ બોસ 15ની કન્ટેસ્ટન્ટ ડોનલ વિષ્ટનો ખુલાસો, એક ડાયરેકટરે રોલ આપવા બદલ કરી હતી ગંદી માગણી"
ટિપ્પણી પોસ્ટ કરો