ફેસબુક બંધ થવાની માર્ક ઝકરબર્ગને થયું અબજોનું નુકશાન
ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ, જે થોડા કલાકો માટે બંધ થઈ ગયા હતા અને હવે વ્હિસલ બ્લોઅર (Whistleblower)ના ખુલાસો કર્યો છે કે, કંપનીના સીઈઓ માર્ક ઝકરબર્ગને 600 મિલિયન ડોલર (ભારતીય ચલણ મુજબ લગભગ 4,47,34,83,00,000 રૂપિયા) નું નુકસાન થયું છે. અહેવાલો સૂચવે છે કે થોડા કલાકોની આ મુશ્કેલી દરમિયાન ઝકરબર્ગ અમીરોના લીસ્ટ એક સ્ટેપ નીચે આવી ગયો છે અને ઝુકરબર્ગ માઈક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સથી એક સ્થાન નીચે સરકી ગયો છે.
સોશિયલ મીડિયા કંપનીનો શેર સોમવારે 4.9 ટકા ઘટ્યો હતો. જ્યારે સપ્ટેમ્બરના મધ્યથી લગભગ 15 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. સોમવારે શેરમાં ફેરફાર થયા બાદ ઝુકરબર્ગની નેટવર્થ ઘટીને 12,160 કરોડ ડોલર થઈ ગઈ. ફેસબુકના સીઇઓનું નામ હવે બ્લૂમબર્ગની યાદીમાં બિલ ગેટ્સની નીચે પહોંચી ગયું છે. સોમવારે અટકી પડેલી ફેસબુક પ્રોડક્ટ્સના કારણે લાખો યુઝર્સ પ્રભાવિત થયા હતા.
13 સપ્ટેમ્બરના રોજ, વોલ સ્ટ્રીટ જર્નલે આંતરિક દસ્તાવેજોના સંગ્રહ પર આધારિત સ્ટોરિઝની એક શ્રેણી શરૂ કરી. તેમાં બહાર આવ્યું હતું કે ફેસબુક તેના ઉત્પાદનોમાં ખામીઓથી વાકેફ છે. આ ખામીઓમાં યુવતીઓના માનસિક સ્વાસ્થ્ય પર પડી રહેલ અસર અને 6 જાન્યુઆરીએ કેપિટલ હિલ પર થયેલ રમખાણો વિશે ખોટી માહિતી જેવી બાબતોનો સમાવેશ થાય છે. આ ખુલાસાઓ પછી, સરકારી અધિકારીઓ પણ આ દિશામાં સતર્ક હતા અને સોમવારે વ્હિસલ બ્લોઅરે પણ તેમની ઓળખ સાર્વજનિક કરી હતી.
ત્રણેય પ્લેટફોર્મ લાંબા સમય સુધી બંધ રહ્યા
સોમવારે રાત્રે ફેસબુક, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામની સેવાઓ વૈશ્વિક સ્તરે ઠપ થઈ ગઈ હતી, જેના કારણે ભારત સહિત વિશ્વભરના હજારો વપરાશકર્તાઓને આ ડિજિટલ પ્લેટફોર્મ સુધી પહોંચવામાં મુશ્કેલી પડી હતી. ઇન્સ્ટાગ્રામ અને મેસેજિંગ એપ WhatsApp પણ ફેસબુકની માલિકીની છે. આ સમસ્યા ભારતીય સમય અનુસાર રાત્રે 9 વાગ્યાની આસપાસ શરૂ થઈ હતી. વપરાશકર્તાઓએ ફરિયાદ કરી હતી કે તેઓ ત્રણ પ્લેટફોર્મમાંથી કોઈપણને એક્સેસ કરવામાં અસમર્થ હતા.
ફેસબુકના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમે જાણીએ છીએ કે કેટલાક લોકોને અમારા ઉત્પાદનોનો ઉપયોગ કરવામાં સમસ્યા આવી રહી છે. અમે આને ઠીક કરવા માટે કામ કરી રહ્યા છીએ અને શક્ય તેટલી વહેલી તકે વસ્તુઓ સામાન્ય કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને આ અસુવિધા માટે અમે દિલગીર છીએ.
WhatsApp suffered outage, users are not able to send and receive new messages for nearly 10 minutes.
— ANI (@ANI) October 4, 2021
ઇન્સ્ટાગ્રામ દ્વારા શેર કરાયેલ ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે, ‘ઇન્સ્ટાગ્રામ અને મિત્રોને અત્યારે થોડી તકલીફ પડી રહી છે અને તમને તેનો ઉપયોગ કરવામાં સમસ્યા આવી શકે છે. અમારી સાથે રહો, અમે તેના માટે પ્રયત્નશીલ છીએ. ‘ફેસબુક તેમજ તેના અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ભારતમાં મોટી સંખ્યામાં યુઝર્સ છે. આ વર્ષની શરૂઆતમાં વહેંચાયેલા સરકારી ડેટા અનુસાર, ભારતમાં 53 કરોડ વોટ્સએપ યુઝર્સ, 41 કરોડ ફેસબુક યુઝર્સ અને 21 કરોડ ઇન્સ્ટાગ્રામ યુઝર્સ છે.
0 Response to "ફેસબુક બંધ થવાની માર્ક ઝકરબર્ગને થયું અબજોનું નુકશાન"
ટિપ્પણી પોસ્ટ કરો