કેએલ રાહુલમાં ભારતના કેપ્ટન બનવાના ગુણ નથી, પૂર્વ દિગગજ ક્રિકેટરે જણાવી સૌથી મોટી કમજોરી
ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન અજય જાડેજાએ આઇપીએલમાં કેએલ રાહુલની કેપટનશીપ પર સવાલ ઉઠાવ્યા છે. એમને લાગે છે કે કર્ણાટકના આ બેટ્સમેનમાં લીડરશિપનો અભાવ દેખાય છે અને છેલ્લી બે સીઝનમાં પંજાબ કિંગ્સની આગેવાની કરતા એમનામાં સારા કેપ્ટનની એક પણ નિશાની નથી દેખાઈ. કેએલ રાહુલની કેપટનશિપમાં પંજાબે 25 આઇપીએલ મુકાબલા રમ્યા છે. એમાંથી ટીમને 11માં જીત અને 14માં હારનો સામનો કરવો પડ્યો છે. આઇપીએલ 2021ના પોઇન્ટ્સ ટેબલમાં પણ પંજાબ 10 અંકો સાથે પાંચમા નંબરે છે. રવિવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના એ રોમાંચક મુકાબલામાં 6 રનથી હરાવી દીધા હતા. પંજાબે આ સીઝનમાં રમેલી 13 મેચમાંથી ફક્ત 5માં જીત મેળવી છે.
એક વાતચીત દરમિયાન અજય જાડેજાએ એક વાત પર જોર આપ્યું છે. એમને કહ્યું કે કેએલ રાહુલ મૃદુભાષી છે અને એમનો વ્યવહાર ખૂબ જ લચીલો છે. આ એવા ગુણ છે જે તમને રમતમાં લાંબી સફર કરાવી શકે છે. પણ કેપ્ટન તરીકે દર વખતે આ તમને કામ નહી લાગે. જો તમે કેએલ રાહુલને જોશો તો એ છેલ્લા બે વર્ષથી આ ટીમના કેપ્ટન છે, મને ક્યારેય નથી લાગતું કે એ લીડર છે. આજે આરસીબી વિરુદ્ધ જે ટીમ રમી રહી છે, ટીમમાં જે પરિવર્તન કરવામાં આવ્યા છે, શુ તમને લાગે છે કે કેએલ રાહુલે એવું કર્યું હશે?
અજય જાડેજાએ કહ્યું કે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન બનવા માટે તમારી પોતાની એક વિચારધારા અને નેતૃત્વની ક્ષમતા હોવી જોઈએ. મેં કેએલ રાહુલમાં હજી સુધી એવું નથી જોયું કારણ કે એ ખૂબ જ મૃદુભાષી છે અને દરેક વસ્તુઓમાં તાલમેલ બેસાડવાનો પ્રયત્ન કરે છે. એ વાત સાચી છે કે જો એ એક દિવસ ભારતના કેપ્ટન બની જાય છે તો લાંબા સમય સુધી આ જવાબદારીને નિભાવી શકે છે કારણ કે દરેક વસ્તુમાં તાલમેલ બેસાડનાર વ્યક્તિ જ આ પદ પર વધુ સમય સુધી રહી શકે છે. પણ ભારતીય કેપ્ટન પાસે પોતાની વિચારસરણી હોવી જોઈએ કારણ કે આઇપીએલ ટીમની કમાન સાંભળવી અને ભારતીય ટીમની કેપટનશિપમાં મોટું અંતર છે.
અજય જાડેજાએ કહ્યું કે, કેએલ રાહુલ એમએસ ધોની જેવો શાંત સ્વભાવ ધરાવે છે, પરંતુ પંજાબ કિંગ્સના કેપ્ટન તરીકે તેણે પોતાના ખભે વધારે જવાબદારી ઉપાડી નથી. ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન અજય જાડેજાએ કેએલ રાહુલ વિશે કહ્યું કે હું તેને વ્યક્તિગત રીતે ઓળખતો નથી. પરંતુ સામાન્ય રીતે જ્યારે તે મેદાનમાં હોય ત્યારે તે ધોનીની જેમ શાંત હોય છે. તેનામાં ઘણી સારી વસ્તુઓ છે. પરંતુ સૌથી વધુ તમારે નેતા બનવાની જરૂર છે.
0 Response to "કેએલ રાહુલમાં ભારતના કેપ્ટન બનવાના ગુણ નથી, પૂર્વ દિગગજ ક્રિકેટરે જણાવી સૌથી મોટી કમજોરી"
ટિપ્પણી પોસ્ટ કરો