બિગ બોસના ઘરમાં નફ્ફટાઈની તમામ હદો પાર થઈ, જુઓ સ્પર્ધકે કેવી કેવી ગંદી હરકતો કરી નાખી
બિગ બોસ એક એવી સિરીયલ જેમાં સેલિબ્રિટીઓને એક સાથે કેટલાક દિવસો સુધી એક ઘરમાં બંધ રહેવાનુ હોય છે.. આખા ઘરમાં કેમેરા લાગેલા હોય છે.. જેના થકી તેમની હરકતો પર નજર રાખી શકાય.. આવા જ એક કેમેરામાં કેદ થઇ એવી હરકત કે બિગ બોસના ચાહકો હચમચી ઉઠ્યા.. બિગ બોસના ઘરમાં વાયોલન્સ જોવા મળ્યું મહિલાને વાળ પકડીને ખેંચવામાં આવી.. બિગ બોસે ઘમકાવ્યા છતાં પણ સ્પર્ધકો તેમની વાત સુધ્ધાં સાભળવા તૈયાર નથી.

બિગ બોસની સિઝન 15માં ફિઝિકલ વાયોલન્સ જોવા મળ્યુ. હોસ્ટ સલમાન ખાન તથા ‘બિગ બોસ’એ ધમકાવ્યા બાદ પણ સ્પર્ધકો સમજવા તૈયાર નથી. ગયા અઠવાડિયે ‘મેપ ટાસ્ક’માં જંગલવાસીઓ તથા મુખ્ય ઘરના સભ્યો વચ્ચે મારામારી થઈ હતી. શોમાં સ્પર્ધકોનો ઝઘડો જોવા મળ્યો હતો. દરેક સ્પર્ધક એકબીજાને માર મારતો હતો. હવે આ ઝઘડાની એક વીડિયો ક્લિપ સો.મીડિયામાં વાઇરલ થઈ છે.
વિશાલે અફસાનાને વાળ પકડીને ખેંચી?
As it is clearly visible in this video that, #AfsanaKhan ko usake baal pakad kar ghasita jaa raha hai,
How Painful..
But She didn’t blame anyone for this bcz at that time all of them were trying for a piece of map
She is not intrstd in playing sympathi card#BiggBoss15 #BB15 pic.twitter.com/Mcnm3ljmM6
— Team Afsana Khan Official FC 💎 (@AfsanaKhanFC) October 16, 2021
સો.મીડિયામાં આ વીડિયો જોયા બાદ યુજર્સ શૉક્ડ છે. યુઝર્સે દાવો કર્યો છે કે ફુટેજમાં વિશાલ કોટિયન, અફસાના ખાનના વાળ પકડીને ખેંચી રહ્યો છે. જોકે, વીડિયોમાં આ સ્પષ્ટ રીતે જોવા મળતું નથી કે વિશાલે અફસાનાના વાળ પકડ્યા હતા. વીડિયોમાં માત્ર એટલું જ જોવા મળે છે કે વિશાલ, અફસાનાને ખેંચી રહ્યો છે. અફસાના વિશાલને જોરથી બૂમો પાડીને આમ ના કરવાનું કહે છે. અફસાના દુઃખમાં ચીસો પાડે છે.
સો.મીડિયા યુઝર્સે ટીકા કરી
Why did @BeingSalmanKhan @TheFarahKhan went blind on below. Vishal pulled her hair. Vishal & Shamita provoked Afsana for the fight too. What kind of biased script is given to host. @ColorsTV @EndemolShineIND @BiggBoss stop hyping that flop Shamita & her toyboy Vishal. Pathetic https://t.co/NVfQ4qaxps
— Krishi (@Krishi4747) October 19, 2021
આ વીડિયો જોયા બાદ સો.મીડિયા યુઝર્સમાં આક્રોશ જોવા મળ્યો છે. આ વીડિયો અફસાનાના ફેનક્લબે શૅર કર્યો છે. ચાહકો અફસાનાને સપોર્ટ તથા વિશાલને ખરું-ખોટું સંભળાવી રહ્યા છે. યુઝર્સે કહ્યું હતું કે અફસાનાએ વિશાલની આ વતૂર્ણકને મુદ્દો બનાવ્યો નહીં. જો તે ઈચ્છતી તો તે વિક્ટિમ કાર્ડ રમી શકી હોત.
કામ્યા-દેવોલીનાએ પણ રિએક્ટ કર્યું
Oh no 😳 it’s disgusting as hell! Why wasn’t this pointed out ? Shi shi shi @ColorsTV #BiggBoss15 https://t.co/pBPWmBQJIa
— Kamya Shalabh Dang (@iamkamyapunjabi) October 18, 2021
કામ્યા પંજાબીએ આ વીડિયો જોયા બાદ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, ‘આ શું વાહિયાત છે. આને કેમ પોઇન્ટ આઉટ કરવામાં ના આવ્યું…છી છી છી…’ તો દેવોલીનાએ કહ્યું હતું, ‘આ ઘણું જ ખરાબ છે. ક્યારેક ક્યારેક આપણે સિક્કાની બીજી બાજુ અંગે જાણી શકતા નથી.’
‘બિગ બોસ’ના સેકન્ડ વીકેન્ડ કા વારમાં અફસાના ખાને હંગામો મચાવ્યો હતો. તેને પેનિક અટેક પણ આવ્યો હતો. તેના આવા વર્તનને કારણે હોસ્ટ સલમાન ખાને તેને ધમકાવી પણ હતી. અફસાનાએ શમિતા શેટ્ટી પર કમેન્ટ્સ કરી હતી અને સલમાનને આ કમેન્ટ્સ પસંદ આવી નહોતી. અફસાનાએ સલમાનને વચન આપ્યું હતું કે હવે તે ક્યારેય શોમાં આવું કહેશે નહીં.

અફસાના પંજાબની લોકપ્રિય એક્ટ્રેસ તથા ગીતકાર છે. તેણે 2012માં સિંગિંગ રિયાલિટી શો ‘વોઇસ ઓફ પંજાબ’ની સીઝન 3માં સ્પર્ધક તરીકે કરિયરની શરૂઆત કરી હતી. અફસાનાએ ‘જટ્ટા સારેમ વે તૂ ઢાકા’, ‘તૂતેરા’, ‘માહી મિલે’, ‘જાની વે જાની’, ‘ચંદીગઢ શહર’, ‘જૂતી ઝરકે’ તથા ‘તિતલિયાં’ જેવાં સુપરહિટ સોંગ્સ આપ્યાં છે, જ્યારે વિશાલે ‘અકબર કા બલ બીરબલ’, ‘શ્રી આદિ માનવ’, ‘વિધ્નહર્તા ગણેશ’, ‘મહાભારત’ જેવા અનેક શોમાં કામ કર્યું છે.
0 Response to "બિગ બોસના ઘરમાં નફ્ફટાઈની તમામ હદો પાર થઈ, જુઓ સ્પર્ધકે કેવી કેવી ગંદી હરકતો કરી નાખી"
ટિપ્પણી પોસ્ટ કરો