કાઢવાની હતી પથરી અને ડૉક્ટરે કાઢી નાંખ્યું શરીરનુ એવુ એક અંગ કે દર્દીનુ મોત થઇ ગયુ
ડૉક્ટર એ દર્દીઓનો ભગવાન ગણાય છે.. કારણકે ડૉક્ટર શરીરના વિજ્ઞાનને ખૂબ સારી રીતે સમજતા હોય છે.. પરંતુ ક્યારેક ડૉક્ટર એવી બેદરકારી કરી બેસે છે કે તે ડૉક્ટર ભગવાન નહીં પરંતુ યમરાજ સાબિત થાય છે.. કંઇક આવુ જ બન્યુ પથરીના એ દર્દી સાથે… કે ડૉક્ટરની બેદરકારી દર્દીનો જીવ લઇ ગઇ..
ખેડાના દર્દીને પથરીના ઓપરેશન માટે બાલાસિનોરની KMG જનરલ હોસ્પિટલમાં એડમિટ કરાયો હતો..
શું હતો સમગ્ર મામલો?

આ કેસમાં ખેડા જિલ્લાના વંઘરોલી ગામના દેવેન્દ્રભાઈ રાવલને કેમરમાં દુખાવા અને પેશાબ કરવામાં સમસ્યા થઈ રહી હતી, આથી તેમને બાલાસિનોર શહેરની કેજીએમ જનરલ હોલ્પિટલમાં લઈ જવાયા હતા. મે 2011માં તેમની ડાબી કિડનીમાં 14 એમએમની પથરી હોવાનું જણાયું, આથી તેમને સર્જરી કરાવવાની જરૂર પડતાં સારી હોસ્પિટલમાં જવા કહેવાયું હતું, પરંતુ તેમણે ત્યાં જ ઓપરેશન કરાવવાનું નક્કી કર્યું. આ બાદ 3 સપ્ટેમ્બર 2011માં તેમનું ઓપરેશન થયું. જોકે ઓપરેશન બાદ ડોક્ટરે પરિવારને જણાવ્યું કે પથરીને જગ્યાએ તેમને કિડની કાઢવી પડી. આ સાંભળીને પરિવાજનો પણ ચોંકી ઊઠ્યા. ડોક્ટરે તેમને વિશ્વાસ અપાવ્યો કે આવું દર્દીના ભલા માટે કરવું પડ્યું.
કિડની કામ કરતી બંધ થઈ જતાં દર્દીનું મોત

જોકે ઓપરેશન બાદ દેવેન્દ્રભાઈને પેશાબ કરવામાં વધુ સમસ્યા થવા લાગી, આથી તેમને નડિયાદની હોસ્પિટલમાં ખસેડવાની સલાહ આપવામાં આવી. જોકે અહીં પણ તેમની સ્થિતિ ન સુધરતાં તેમને અમદાવાદની IKDRC હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. જ્યાં 8 જાન્યુઆરી 2012માં કિડની કામ કરતી બંધ થઈ જતાં તેનું નિધન થઈ ગયું.
કિડની કાઢી નાખ્યાના 4 મહિનામાં જ તેનું મોત થઈ ગયું

ગુજરાત કન્ઝ્યુમર ડિસ્પ્યુટ રિએડ્રેસલ કમિશને પથરીની જગ્યાએ કિડની કાઢી નાખનારી બાલાસિનોરની KMG જનરલ હોસ્પિટલને દર્દીના સંબંધીને 11.23 લાખ રૂપિયાનું વળતર ચૂકવવા આદેશ કર્યો છે. ખેડા જિલ્લાના આ દર્દીને પથરીના ઓપરેશન માટે હોસ્પિટલમાં એડમિટ કરાયો હતો, જ્યાં ડોક્ટરે તેની ડાબી કિડની જ કાઢી નાખી. આ બાદ દર્દીની સ્થિતિ વધુ ખરાબ થઈ અને ચાર મહિનામાં જ તેનું મોત થઈ ગયું.
7.5 ટકાના વ્યાજ સાથે વળતર ચૂકવવાનો આદેશ

આ કિસ્સામાં ગ્રાહક કોર્ટે હોસ્પિટલને ઓપરેશન દરિયાન તેના જ ડોક્ટર દ્વારા કરાયેલી બેદરકાર માટે સીધા કે આડકતરી રીતે જવાબદાર માની. કોર્ટે પોતાના અવલોકનમાં કહ્યું હતું કે એમ્પ્લોયર માત્ર તેના પોતાનાં કૃત્યો અથવા કમિશન અને બાદબાકી માટે જ જવાબદાર નથી, પણ તેના કર્મચારીઓની બેદરકારી માટે પણ જવાબદાર છે, જ્યાં સુધી તે બેદરકારી કર્મચારી દ્વારા રોજગારના સ્થાને અને ફરજ દરમિયાન કરવામાં આવી હોય. આ જવાબદારી રિસ્પોન્ડન્ટ સુપિરિયરના સિદ્ધાંત અનુસાર ‘માલિકને જવાબ આપવા દો’ને આધારિત છે. કોર્ટે આ સાથે જ હોસ્પિટલને મૃતક દર્દીના સંબંધીને દાખલ કર્યાના વર્ષ 2012થી 7.5 ટકાના વ્યાજ સાથે વળતરની રકમ ચૂકવવા આદેશ કર્યો છે.
0 Response to "કાઢવાની હતી પથરી અને ડૉક્ટરે કાઢી નાંખ્યું શરીરનુ એવુ એક અંગ કે દર્દીનુ મોત થઇ ગયુ"
ટિપ્પણી પોસ્ટ કરો