સુરતમાં ફટાકડા ફોડતા પાણીની ગટરમાં લાગી આગ, બાળકો મરતા મરતા બચ્યા.

દિવાળીમાં ફટાકડાથી ક્યાંક આગ લાગવાના બનાવ તો ક્યાંક દાઝવાના બનાવ બનતા જ હોય છે. પરંતુ આ ઘટના કંઈક અલગ જ છે.સુરતમાં એવી ઘટના સામે આવી છે, જેમાં બાળકો ગટર પાસે ફટાકડા ફોડી રહ્યા હતા ત્યાજ અચાનક આગ ફાટી નીકળી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે.

સુરતની યોગીચોક તુલસી દર્શન સોસાયટીમાં બનેલી આ ઘટના વાયરલ થઈ હતી. સોસાયટીના કેટલાક બાળકો ગટર પાસે ફટાકડા ફોડી રહ્યા હતા.

Image Source

ત્યારે અચાનક ફટાકડાને સળગાવતા ગટરમાંથી આગ ભભુકાભેર નીકળી. જેથી તમામ બાળકો ત્યાંથી ભાગી ગયા હતા. જો બાળકો સમયસર ગટર પાસેથી ખસ્યા ન હોત તો તેમની સાથે મોટી દુર્ઘટના સર્જાવવાની શક્યતા હતી. જોકે, બાળકો મોઢાના ભાગે દાઝ્યા હતા.

Image Source

દરેક માતા પિતા માટે આ ચેતવણીરૂપ ઘટના છે, શહેરના યોગી ચોક વિસ્તારમાં ગટરના ઢાંકણાં ઉપર ફટાકડા ફોડવાનું નાના બાળકોને ભારે પડ્યું, ગુજરાત ગેસ કંપનીના પાઈપમાંથી ગેસ વરસાદી ગટરના ઢાંકણમાંથી લીકેજ થતા બાજુમાં નાના બાળકો ફટાકડા ફોડતા આગ લાગી હતી.આ સમગ્ર ઘટનામાં પાંચ બાળકો દાજ્યા હતા જો કે તે તમામ બાળકોને સમયસર સારવાર માટે લઈ જવાયા હતા. તે બાળકોને કોઈ મોટી સમસ્યા નથી પરંતુ તેમાંના લગભગ બધા મોઠાના ભાગે દાજ્યા છે.

Image Source

0 Response to "સુરતમાં ફટાકડા ફોડતા પાણીની ગટરમાં લાગી આગ, બાળકો મરતા મરતા બચ્યા."

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel