નવેમ્બર મહીનામાં રાત્રિ કર્ફયુ માત્ર રાત્રીના 1 થી સવારના 5, ગલ્લાથી માંડી થિયેટરો માટે હવે વધુ છુટ
સરકારે કર્ફયુને લઈ કરી નવી જાહેરાત.આગામી નવેમ્બર મહીનામાં આઠ મહાનગરો જ્યાં હાલ રાત્રી કર્ફયુ છે ત્યાં જ રાત્રીના 1 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી કર્ફયુ રહેશે.આ ઉપરાંત સિનેમા હોલ તેમજ રેસ્ટોરન્ટના સમયગાળા અને માણસોની ક્ષમતા બંનેમાં વધુ છુટ આપવામાં આવશે.હવે થિયેટરો પહેલાની જેમ જ સંપુર્ણ ક્ષમતા સાથે ખોલી શકાશે તથા હોટલ-રેસ્ટૉરન્ટમાં 75 ટકાની ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે.
Image Source
લારી ગલ્લા,દુકાનો, બ્યુટી પાર્લર રાત્રે 12 વાગ્યા ખુલ્લા રાખવાની છુટ
લારી-ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેક્સ, માર્કેટીંગ યાર્ડ, દુકાનો,બજાર, વાણિજ્યક સંસ્થાઓ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક કામો રાત્રિના 12 વાગ્યા સુધી કરી શકાશે. નવા વર્ષમાં સ્નેહ મિલન કાર્યક્રમોમાં 400 વ્યક્તીઓને ખુલ્લામાં ભેગા કરી શકાશે. આ સિવાય સ્પા સેન્ટરો નિયમ કોરોના ગાઈડલાઈનના ચુસ્તપણે પાલન સાથે સવારેના 9 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. સ્પા સેન્ટરના માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલા તમામ વ્યક્તિઓ માટે વેક્સિનનો પ્રથમ ડોઝ ફરજિયાત રહેશે.
Image Source
અંતિમક્રિયા-દફનવિધિમાં જોડાવાની સંખ્યામાં 100 વ્યકિતઓને છુટ પહેલા 40ની જ છુટ હતી.લગ્ન-પ્રસંગોમાં 150થી વધારી 400 લોકોને એકઠા થઈ શકશે. રાજ્ય સરકાર તથા કોર્ટના તમામ દિશા-નિર્દોશોનું પાલન કરવું જરુરી છે.
Image Source
આ તમામ નિર્ણયો સરકારે આવનાર દિવસોમાં આવનાર તહેવારોને ધ્યાનમાં લઈને લીધા છે. સાથે સાથે કોરોનાની તમામ ગાઈડ લાઈન જેમાં માસ્ક કે વેકિશનેશનનું ખુબ જ ચુસ્તપણે પાલન કરવાનું કહેવામાં આવ્યુ છે.
Image Source
0 Response to "નવેમ્બર મહીનામાં રાત્રિ કર્ફયુ માત્ર રાત્રીના 1 થી સવારના 5, ગલ્લાથી માંડી થિયેટરો માટે હવે વધુ છુટ"
ટિપ્પણી પોસ્ટ કરો