હજી રહેવું પડશે આર્યન ખાનને જેલમાં, જમીન અંગે કાલે થશે ફરી સુનાવણી
અત્યારે બધા જાણતા જ હશે કે અત્યારે બોલિવુડના સ્ટાર શાહરુખ ખાનના દીકરો આર્યન ખાન જેલમાં છે. તે ક્રૂઝમાં ડ્રગ્સ પાર્ટી માથી પકડવામાં આવ્યો હતો. આર્યન ખાનની જમીન અરજી ૨૬ ઓક્ટોબરના સુનાવણી શરૂ થઈ હતી. આર્યન ખાનને જમીન મળે તેના માટે શાહરુખ ખાને ત્રીજા વકીલ હાયર કર્યા છે. આ કેસ વિરુદ્ધ બોમ્બે હાઇકોર્ટમાં સિનિયર વકીલ મુકુલ રોહતગી કેસ લડ્યા હતા. ત્યારે NCBએ આર્યનની જમીન અંગે વિરોધ કર્યો હતો. હાઇકોર્ટમા NCB એ કહ્યું કે જો આર્યન ખાનને જમીન મળી તો તે પુરાવા સાથે છેડા કરી શકે છે. તે દેશ છોડીને પણ જઇ શકે છે. ત્યારે તેમના વકીલે કહ્યું કે આર્યન પાસે ડ્રગ્સ મળ્યા નથી તો તેની ધરપકડ ખોટી કરી છે.
કોર્ટરૂમમાં શું થયું? :
કોર્ટમાં આર્યનના વકીલ તથા પૂર્વ ઍટર્ની જનરલ મુકુલ રોહતગીએ અરેસ્ટ મેમો બીજીવાર બતાવવા માટે કહ્યું હતું. ત્યારે તેમણે કહ્યું કે આર્યન ખાનની ખોટી રીતે ધરપકડ કરી છે. આ કેસની તપાસ કરવા માટે તમે જામીન મળ્યા બાદ પણ થઈ શકે છે. સુનાવણીની શરૂઆતમાં અરબાઝ મર્ચન્ટના વકીલ અમિત દેસાઈએ ઘણી દલીલો પણ કરી હતી. ત્યારે તેમણે કહ્યું કે નોટિસ આપ્યા વગર કોઈ આરોપીની ધરપકડ કરવી એ ખોટું છે. પંચનામા પર વકીલ અમિત દેસાઈએ ઘણા સવાલ કર્યા હતા.
અરબાઝના વકીલની દલીલો પૂરી થયા પછી મુનમુન ધામેચાના વકીલ અલી કાશિફ ખાન દેશમુખે પણ કોર્ટમાં ઘણી દલીલો કરી હતી. આ ત્રણેયની દલીલો પૂરી થયા પછી NCBના સોલિસિટર જનરલ અનિલ સિંહ જામીનનો વિરોધ કરતી ઘણી દલીલો રજૂ કરી હતી. કોર્ટમાં અનિલ સિંહે કહ્યું કે તેમને દલીલો કરવા માટે એક કલાક જેટલો સમય લાગશે. આ સાંભળીને કોર્ટે બીજા દિવસે એટલે કે ૨૮ઓક્ટોબરે સુનાવણી કરવાનો આદેશ આપ્યો હતો.
કોર્ટરૂમનું ડોર ક્લોઝર તૂટી ગયું :
ગઈ કાલે, ૨૬ ઓક્ટોબરના રોજ જસ્ટિસ નિતિન સાંબ્રેની કોર્ટમાં આર્યન ખાનના કેસની સુનાવણી હોવાથી ઘણી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ભારે ભીડ થવાથી જે ધક્કામુક્કી થઈ તેમાં કોર્ટરૂમના દરવાજાને ઘણું નુકસાન થયું હતું. દરવાજો આપમેળે બંધ થાય તે માટેનું ડોર ક્લોઝર પણ તૂટી ગયું હતું. સાંજે સુનાવણી પૂરી થયા બાદ દરવાજો રિપેર કરવાની જરૂર પડી હતી.
આર્યનને જામીન મળે તે માટે તેના મિત્રો જાપ કરી રહ્યા છે :
આર્યન ખાનની ધરપકડ થઈ તે પછી તેના મિત્રો ખૂબ જ ચિંતામાં છે. આર્યને અમેરિકામાં અભ્યાસ કર્યો છે. આથી જ આર્યનના મિત્રો અમેરિકા તથા ઇંગ્લેન્ડમાં છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, આર્યન ખાનના મિત્રો બુદ્ધિઝમનો મંત્ર ‘નમ મ્યો હો રેન્ગે ક્યો’નો જાપ કરી રહ્યા છે. આ મંત્રનો જપ દુનિયાભરના લોકો અલગ અલગ કારણથી કરે છે. આર્યનના મિત્રો પણ દુનિયાના અલગ અલગ ખૂણામાં રહે છે. તેઓ અઠવાડિયામાં એક ટાઇમ નક્કી કરીને પોત પોતાના સ્થાને આ મંત્રજાપ કરે છે. તેના મિત્રોમાંથી કેટલાંક મિત્રો ઘણાં જ આધ્યાત્મિક છે. તેઓ તેનાથી થાય તે રીતે આની મદદ કરી રહ્યા છે. આર્યનના મિત્રોમાં કટેલાંક સિનેમાના વિદ્યાર્થીઓ છે અને તેમાંથી કેટલાંક અમેરિકા તથા ઇંગ્લેન્ડમાં ફિલ્મમેકર તરીકે કામ કરે છે.
વકીલે કોર્ટમાં આવી દલીલો કરી હતી :
મુકુલએ કોર્ટમાં કહ્યું હતું કે આ આખો કેસ ૨ ઓક્ટોબરથી શરૂ થયો હતો. આર્યન ક્રૂઝ પાર્ટીનો કસ્ટમર નહોતો. તે આ પાર્ટીમાં એક સ્પેશિયલ ગેસ્ટ તરીકે આવ્યો હતો. તેને ત્યાં પ્રતીક ગાબા નામની વ્યક્તિએ બોલાવ્યો હતો. પ્રતીક ઇવેન્ટ મેનેજર હોવાનો દાવો પણ કર્યો હતો. મુકુલ રોહતગીએ કહ્યું કે, આર્યન અને અરબાઝ ૨ ઓક્ટોબરે બપોરે ક્રૂઝ ટર્મિનલ પર ગયા હતા. પહેલેથી જ તે ટર્મિનલ પર NCBના કેટલાંક લોકો હાજર હતા. તેમની પાસે માહિતી હતી. તેમના ક્લાયન્ટ આર્યન અને અરબાઝને તે ક્રૂઝ પર આવે તે પહેલાં જ પકડી લેવામાં આવ્યા હતા.
તેમના ક્લાયન્ટ આર્યન પાસેથી કંઈ જ મળ્યું નથી. ડ્રગ્સ લીધું હોવાની વાત પણ સાબિત થઈ શકી નથી. અત્યારમાં તેનો કોઈ પણ મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યો નથી. આ યંગ બોયઝ છે, તેમને રિહેબ સેન્ટરમાં પણ મોકલી શકાય છે, પરંતુ તેમના પર કોઈ કેસ ચલાવી શકાય નહીં. મેં ન્યૂઝ પેપરમાં પણ વાંચ્યું છે કે સરકાર આ અંગે સુધારાની ચર્ચા કરી રહી છે.
બે અપરાધી ઓને જામીન મળ્યા :
આ દરમિયાન ક્રૂઝ ડ્રગ્સ કેસના ૧૧ નંબરના આરોપી મનીષ રાજગરિયાને સેશન્સ કોર્ટે જામીન મંજૂર કર્યા છે. તેને ૨.૪ ગ્રામ ગાંજા સાથે પકડ્યા હતા. કોર્ટે મનીષને ૫૦ હજારના પર્સનલ બોન્ડ પર જામીન આપી હતી. તે મની, રાઉરકેલાનો નિવાસી છે. તેની સાથે NCBએ શ્રેયસ નાયર, અબ્દુલ કાદિર શેખ તથા અભિન્નની ધરપકડ પણ કરી હતી. આ કેસમાં એક આરોપી અવિન સાહુને પણ જામીન આપવામાં આવ્યા છે. આ કેસમાં પકડાયેલા ૨૦ આરોપીમાંથી ૨ને જામીન મળી ગયા છે.
શાહરુખ ખાને દીકરા માટે વકીલોની ફોજ તૈયાર કરી :
બોમ્બે હાઇકોર્ટમાં આર્યન ખાનને જામીન મળે એ માટે શાહરુખ ખાને વકીલોની ફોજ તૈયાર કરી છે. મુકુલ રોહતગી સિવાય સતીશ માનશિંદે, અમિત દેસાઈ, આનંદિની ફર્નાન્ડિઝ જેવાં વકીલો હાયર કર્યા છે. આ ઉપરાંત લૉ ફર્મ્સ કરાંજવાલા એન્ડ કંપની તથા દેસાઈ કરીમજી એન્ડ મુલ્લા પણ આર્યન તરફથી કોર્ટમાં હાજર રહેશે.
વ્હોટ્સએપ ચેટમાં આર્યને કોકેન અંગે વાતચિત કરી હતી :
આર્યન ખાનની નવી વ્હોટ્સએપ ચેટમાં તે અન્ય બે વ્યક્તિ સાથે કોકેન અંગે વાતચીત કરે છે. બીજી એક ચેટમાં આર્યન ખાન તથા અનન્યા પાંડે વીડ અંગે વાતચિત કરે છે. આ ચેટને આધારે NCBએ અનન્યા પાંડેની પૂછપરછ પણ કરી હતી.
મુંબઈની સ્પેશિયલ NDPS કોર્ટે ૨૦ ઓક્ટોબરના રોજ આની જામીન અરજી ફગાવામાં આવી હતી. વીવી પાટીલે આર્યન, અરબાઝ મર્ચન્ટ તથા મુનમુન ધામેચાની જામીન અરજી ફગાવી દીધી. જેલમાં આર્યનને કેદી નંબર ૯૫૬ નંબર આપવામાં આવ્યો છે. આર્યનની ૧૪ દિવસની જ્યુડિશિયલ કસ્ટડી ૨૧ ઓક્ટોબરના રોજ પૂરી થઈ હતી અને ત્યાર પછી કોર્ટે ૩૦ ઓક્ટોબર સુધી કસ્ટડી વધારી દીધી હતી.
0 Response to "હજી રહેવું પડશે આર્યન ખાનને જેલમાં, જમીન અંગે કાલે થશે ફરી સુનાવણી"
ટિપ્પણી પોસ્ટ કરો