તેરા ધ્યાન કીધર હૈ, સમીર વાનખેડે ઈધર હૈ. શું તમને ખ્યાલ છે ? માત્ર આર્યન ખાન જ નહીં પરંતુ દિપીકા, અનુષ્કા, રીયા ચક્રવર્તી, વર્લ્ડ કપ ટ્રોફી 2011 વગેરે સાથે આ ઓફિસર સંકળાયેલ છે
બોલિવુડ અને ટેક્સ બાબતે તપાસ, બોલિવુડ અને ડ્રગ્સ બાબતે તપાસ કે પછી બોલિવુડ અને એરપોર્ટ ઉપર તપાસ એટલે કે કસ્ટમ વિભાગની વાત હોય આ દરેક કેસ કે વિવાદમાં એક નામ કોમન (સતત સંકળાયેલ) છે તે એટલે સમીર વાનખેડે.
Image Source
વર્લડ કપ ટ્રોફી અને સમીર વાનખેડે
2011માં મુંબઈના વાનખેડે મેદાનમાં ખુબ જ રસપ્રદ મુકાબલા બાદ ભારત જ્યારે વર્લ્ડ કપ જીત્યુ ત્યારે તેમના હાથમાં આવેલી એ ટ્રોફી એ મુળ (અસલ) ટ્રોફીની હુબહુ તૈયાર કરાયેલ નકલ હતી. અસલ ટ્રોફી તો મુંબઈ એરપોર્ટ પર નિયમ મુજબ 35 ટકા કસ્ટમ ચાર્જ ન ભરવાને કારણે ત્યાં જ ફસાયેલ હતી.સમીર વાનખેડે આ સમયે એરપોર્ટના કસ્ટમ વિભાગના આસિસ્ટન્ટ કમિશ્નર હતા.
Image Source
મનીષા લાંબા અને અનુષ્કા શર્મા પ્રકરણ
હીરા અને સોના જડિત ઘરેણાનો ઉલ્લેખ એરપોર્ટ વિભાગને ન કરવા બાબતે અનુષ્કા શર્મા તથા મનીષા લાંબાને એરપોર્ટ ઉપર જ ડીટેઈન કર્યા હતા.
આ ઉપરાંત કેટરીના કૈફ, મીકા સિંઘ, રણવીર કપુર વગેરેને કસ્ટમ વિભાગનો કારણે મુશ્કેલી થયેલી.
Image Source
અનુરાગ કશ્યપ, રામ ગોપાલ વર્મા, વિવેક ઓબેરોય વિરુદ્ધ સમીર વાનખેડે
2013માં અમુક મહીના માટે સમીર વાનખેડે દ્વારા એક્સાઈઝ ટેક્સ વિભાગમાં ફરજ બજાવેલ.આ સમય દરમ્યાન અનુરાગ કશ્યપ, રામ ગોપાલ વર્મા, વિવેક ઓબરોય વગેરેના ઘરે તથા દફતરે ઈડીના છાપા પડેલા.
આ ઘટના બાદ ટીવી અને ફિલ્મ પ્રોડ્યુસર ગિલ્ડના પ્રમુખપદે રહેલ મુકેશ ભટ્ટ દ્વારા ગિલ્ડના સભ્યો અને સર્વિસ ટેક્સ કમિશ્નર વચ્ચે એક મિટીંગ પણ યોજાઈ હતી.
Image Source
ત્યારબાદ થોડા જ સમયમાં કેન્દ્રીય એક્સાઈઝ વિભાગમાંથી તેમની બદલી કરી તેમને રાષ્ટ્રીય તપાસ એજન્સી(NIA)માં મોકલવામાં આવ્યા જેમાં 2017 સુધી તેમણે ફરજ બજાવી. 2017થી 2019 વચ્ચે તેમણે મુંબઈમાં જોઈન્ટ ડિરેકટર તરીકે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સમાં ફરજ બજાવી.
2019માં નાર્કોટિક કંટ્રોલ બ્યુરો માટે અરજી કરી જેમાં તે પસંદગી પામ્યા.27 ઓગસ્ટ 2020ના રોજ તેમણે પદ સંભાળ્યુ અને 31 ઓગસ્ટ 2020ના રોજ સુશાંત સિંઘ રાજપુત કેસને બ્યુરો દ્વારા ડ્રગ્સ સાથે સંડોવણી હોવાની ઘોષણા કરાઈ.
Image Source
આ ઉપરાંત દીપિકા પાદુકોણ, શ્રધ્ધા કપુર અને સારા અલી ખાન વગેરેને એનસીબી દ્રારા પુછતાછ માટે સમન પાઠવવામાં આવેલ.
આ વર્ષના ઓગસ્ટ મહીનામાં દેશના 152 પોલીસ ઓફિસરોમાંના એક સમીર વાનખેડેને પણ કેન્દ્ર સરકાર તરફથી ‘તપાસમાં ઉતકૃષ્ડતાના ગૃહ મંત્રીના મેડલથી’ પુરુસ્કૃત કરવામાં આવેલ.
0 Response to "તેરા ધ્યાન કીધર હૈ, સમીર વાનખેડે ઈધર હૈ. શું તમને ખ્યાલ છે ? માત્ર આર્યન ખાન જ નહીં પરંતુ દિપીકા, અનુષ્કા, રીયા ચક્રવર્તી, વર્લ્ડ કપ ટ્રોફી 2011 વગેરે સાથે આ ઓફિસર સંકળાયેલ છે"
ટિપ્પણી પોસ્ટ કરો