દુનિયામાં ક્યાંય નથી ભગવાન ગણેશનું આવું મંદિર, જાણી લો એની સાથે જોડાયેલા અદભુત રહસ્ય
ભારતમાં ભગવાન ગણેશને સમર્પિત ઘણા ચમત્કારિક મંદિર છે. દરેક મંદિરનું પૌરાણિક મહત્વ છે. તમિલનાડુના તિરુવરુર જિલ્લામાં આવેલું ભગવાન ગણેશનું મંદિર પર એની ખાસિયત અને પૌરાણિક મહત્વ માટે આખી દુનિયામાં જાણીતું છે. આ મંદિર બીજા મંદિરથી બિલકુલ અલગ છે. જ્યા દરેક મંદિરમાં ભગવાન ગણેશ ગજ રૂપમાં બિરાજમાન છે તો આ મંદિરમાં ભગવાનની પૂજા માણસના રૂપમાં કરવામાં આવે છે. તો ચાલો જાણી લઈએ આ મંદિરનું પૌરાણિક મહત્વ અને એની સાથે જોડાયેલી અદભુત વાર્તાઓ.
માન્યતા છે કે ભગવાન શંકરે એકવાર ક્રોધિત થઈને ભગવાન ગણેશની ગરદનને કાપી નાખી હતી. એ પછી ભગવાન શ્રી ગણેશને ગજનું મુખ લગાવી દેવામાં આવ્યું. દરેક મંદિરમાં ભગવાન ગણેશની ગજ રૂપમાં પ્રતિમા સ્થાપિત છે પણ આદિ વિનાયક મંદિરમાં ભગવાન ગણપતિના માણસના મોઢા વાળી પ્રતિમા સ્થાપિત છે. ગજ મુખ લગાવ્યા પહેલા ભગવાનનો ચહેરો માણસનો હતો એટલે વિનાયક મંદિરમાં એમના આ રૂપની પૂજા થાય છે.
ધાર્મિક માન્યતાઓ અનુસાર પ્રસિદ્ધ આદિ વિનાયક મંદિરમાં ભગવાન રામે પિતૃઓના આત્માની શાંતિ માટે ભગવાન ગણેશની પૂજા કરી હતી. ત્યારથી જ આ મંદિરમાં પિતૃઓની આત્માની શાંતિ માટે પૂજા કરવાની માન્યતા છે. તિલતર્પણપુરીના નામે પણ આ મંદિર દુનિયાભરમાં જાણીતું છે. લોકો એમના પિતૃઓની શાંતિ માટે નદી કિનારે પૂજા કરે છે. પણ ધાર્મિક અનુષ્ઠાન મંદિરમાં કરવામાં આવે છે. તિલતર્પણનો અર્થ થાય છે પિતૃઓને સમર્પિત શહેર.
ભગવાન ગણેશ સાથે, ભગવાન શિવ અને માતા સરસ્વતીની પણ અહીં આદિ વિનાયક મંદિરમાં પૂજા કરવામાં આવે છે. આ મંદિરમાં ભગવાન શંકરની વિશેષ પૂજા કરવામાં આવે છે, પરંતુ ભક્તો આદિ વિનાયક અને મા સરસ્વતીની પણ પૂજા કરે છે.
પૌરાણિક કથાઓ અનુસાર, જ્યારે ભગવાન રામ તેમના પિતૃઓની આત્માની શાંતિ માટે પૂજા કરી રહ્યા હતા, ત્યારે તેમના દ્વારા રાખવામાં આવેલા ચાર ચોખાના લાડુ કૃમિમાં ફેરવાઈ ગયા. જ્યારે પણ ભગવાન રામે આવું કર્યું, ચોખાના લાડુ કૃમિમાં ફેરવાઈ જતા. આ પછી ભગવાન રામે શિવજી પાસેથી ઉપાય જાણવાનો પ્રયત્ન કર્યો, તો ભગવાન શંકરે આદિ વિનાયક મંદિરમાં પદ્ધતિસર પૂજા કરવાની સલાહ આપી. આ પછી ભગવાન રામે પૂર્વજોના આત્માઓની શાંતિ માટે પૂજા કરી.
એવું માનવામાં આવે છે કે પૂજા દરમિયાન ચોખાના ચાર પિંડ શિવલિંગ બન્યા હતા. આ ચાર શિવલિંગ આદિ વિનાયક મંદિર પાસે મુક્તેશ્વર મંદિરમાં સ્થાપિત છે, જેની પૂજા કરવામાં આવે છે. એવું કહેવાય છે કે મહા ગુરુ અગસ્ત્ય પોતે દરેક “સંકટહાર ચતુર્થી” ના રોજ આદિ વિનાયકની પૂજા કરે છે.
0 Response to "દુનિયામાં ક્યાંય નથી ભગવાન ગણેશનું આવું મંદિર, જાણી લો એની સાથે જોડાયેલા અદભુત રહસ્ય"
ટિપ્પણી પોસ્ટ કરો