વડોદરાના હાઈ પ્રોફાઈલ દુષ્કર્મ કેસમાં થયો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો
વડોદરાના હાઈપ્રોફાઈલ દુષ્કર્મ કેસમાં જેમ જેમ આરોપી એવા રાજુ જૈન સહિતના આરોપીઓની પુછપરછ આગળ વધી રહી છે તેમ તેમ એક પછી એક નવા નવા ઘટસ્ફોટ આ મામલે થઈ રહ્યા છે. ગોત્રી દુષ્કર્મ કેસમાં ફરાર રાજુ ભટ્ટની ધરપકડ જૂનાગઢથી કર્યા બાદ ક્રાઈમ બ્રાંચની ટીમના અધિકારીઓ આરોપીની આંકરી પુછપરછ કરી રહ્યા છે. દુષ્કર્મ કેસમાં ફરાર થયેલા રાજુએ ફોનમાંથી ફોટો, વીડિયો સહિતની સામગ્રી ડીલીટ કરી દીધી હતી પરંતુ હવે અધિકારીઓની આંકરી પુછપરછ સામે તે એક પછી એક ગુના કબૂલ કરવા લાગ્યો છે.
આ ઘટનાક્રમમાં દુષ્કર્મ મામલે રાજકીય અગ્રણી ધમેન્દ્રસિંહ વાઘેલાનું નામ પણ સામે આવતા તેની પણ પુછપરછ કરવામાં આવી હતી. આ પુછપરછમાં મોટો ખુલાસો પણ થયો છે. ખુલાસો થયો છે કે આરોપી અશોક ભટ્ટે પેપ્સીમાં માદક દ્રવ્ય ભેળવી અને દુષ્કર્મ કરવાનો પ્રયત્ન કર્યો હતો.
તપાસમાં સામે એમ પણ આવ્યું છે કે નિસર્ગ કોમ્પલેક્ષ જ્યાં દુષ્કર્મ પીડિતાનો ફ્લેટ છે ત્યાંના ફ્લેટની એક ચાવી અશોક જૈન પાસે જ રહેતી હતી. તે અવારનવાર અહીં આંટાફેરા કરતો પણ રહેતો. પોલીસે આ કોમ્પલેક્ષના સીસીટીવી પણ કબજે કર્યા છે. જેમાં પણ જોવા મળ્યું છે કે તે અનેકવાર ફ્લેટમાં આવ જા કરતો હતો. સામે આવતી વિગતો અનુસાર આ ફ્લેટનું છેલ્લું ભાડું પણ અશોક જૈન દ્વારા ચુકવવામાં આવ્યું હતું.
પોલીસે આરોપી અને પીડિતાના મોબાઈલ લોકેશનના આધારે તપાસ કરી તો જાણવા મળ્યું કે બંને વાસણા રોડ પર આવેલા હેલીગ્રીન અપાર્ટમેંન્ટના પેન્ટહાઉસમાં સાથે હતા. બંનેના મોબાઈલ લોકેશન એક સાથે મેચ થયા હતા. આ કેસમાં રાજકીય અગ્રણી ધર્મેન્દ્રસિંહ વાઘેલાની આંકરી પુછપરછ કરવામાં આવી તો જાણવા મળ્યું કે ગત 20 સપ્ટેમ્બરના રોજ રાજુ ભટ્ટ અને કાનજી મોકરિયા પેટ્રોલ પંપ પર પહેલાથી જ હાજર હતા. તેણે સ્વીકાર્યું હતું કે તે કાનજી મોકરિયાને જાણે છે પરંતુ તેણે રાજુ ભટ્ટ અને મયંક બ્રહ્મભટ્ટ સાથે ફોન પર જ વાત કરી છે અને તેને ઓળખતો નથી.
મહત્વનું છે કે આ કેસમાં અશોક જૈને વડોદરા કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી છે. તેણે કહ્યું છે કે તેની સામે ખોટી ફરિયાદ કરવામાં આવી છે. જ્યારે ક્રાઈમ બ્રાંચે તેના વિરુદ્ધ બીન જામીનપાત્ર વોરંટ ઈસ્યુ કરવા અરજી કરી છે.
0 Response to "વડોદરાના હાઈ પ્રોફાઈલ દુષ્કર્મ કેસમાં થયો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો"
ટિપ્પણી પોસ્ટ કરો