દહીંમાં આ ત્રણ વસ્તુઓ ઉમેરીને બનાવો હેર પેક, વાળ બનશે મજબૂત અને ફાયદાકારક

દરેક મહિલાની ચાહ હોય છે કે તેના વાળ લાંબા અને ઘાટા હોય, એનાથી સ્ત્રીઓની સુંદરતાની સાથે જ આત્મવિશ્વાસ પણ વધે છે. આજકાલ તણાવ અને પ્રદુષણ વધવાના કારણે વાળ ખરવાની સમસ્યા ખૂબ જ સામાન્ય થઇ ગઈ છે. ઉપરાંત આપણે ઘણીવાર વાળ પર એવા પ્રયોગો કરી લઈએ છીએ કે વાળ કમજોર થઇ જાય છે, અને તૂટીને ખરવા લાગે છે.

image soucre

વાળનું ધ્યાન ન રાખવું, વાળ ને કલર કરવા, વાળ પર ક્રીમ લગાવવું અને વાળ ને જરૂરી પોષ ન મળવું જેવા પરિબળો વાળ ખરવાનું કારણ બનતા હોય છે. ક્યારેક કોઈ દવાની આડઅસરને કારણે પણ વાળ ખરવા લાગે છે, અને માથામાં ટાલ દેખાવા લાગે છે.આ બધી સમસ્યા અત્યારના દરેક માણસમાં જોવા મળે છે. અહીંયા તમને કેટલાક ઉપાય વિષે જણાવીશું જેથી તમારા વાળ ભરાવદાર, લાંબા અને મજબૂત થશે. અહીંયા આપણે વાત કરીશું દહીં વિષે જે તમારા વાળને સારા બનાવવાની સાથે વાળને જરૂરી પોષણ પૂરું પાડે છે.

દહીંમાં એન્ટી ફંગલ ગુણ રહેલા હોય છે, જે વાળ માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે. તો હવે આપણે જોઈશું દહીં માંથી બનાવવામાં આવતા કેટલાક હેર પેક વિષે. આ પેક થી તમારા વાળ નો ગ્રોથ તો થાય છે, સાથે સાથે તમારા વાળ મજબૂત અને વાળ ખરવાની સમસ્યા દુર થાય છે.

દહીં અને ઓલિવ ઓઇલ :

image soucre

જો દહીંમાં ઓલિવ ઓઇલ મિક્સ કરીને વાળમાં લગાવવામાં આવે તો વાળને ઘણો લાભ થાય છે. જો તમારી વાળ ઉતરવાની સમસ્યા છે તો તે પણ આ ઉપાય થી દૂર થઇ જાય છે. હવે જાણીએ હેર પેક બનાવવાની અને ઉપયોગ કરવાની રીત.

સૌથી પહેલાં બે કપ પાણીમાં લીંબુનો રસ મિક્સ કરી લેવાનો છે, અને તેને અલગ બાજુમાં રાખી દેવું. ત્યારબાદ દહીંને ઓલિવ ઓઇલ સાથે મિક્સ કરી લેવું. ઓલિવ ઓઇલ અને દહીંના માસ્કને તમારા વાળમાં લગાવી લેવું અને આશરે ત્રીસ મિનિટ માટે રાખી મૂકવું. ત્યાર બાદ તમારે લીંબુવાળું પાણી માથા માં નાખીને શેમ્પૂથી વાળ ધોઈ લેવા.

દહીં અને એલોવેરા :

image socure

એલોવેરા ના ફાયદા વિશે તો બધાને ખબર જ હોય છે. એલોવેરામાં ઘણા ન્યુટ્રિયન્ટ્સ રહેલા હોય છે. એલોવેરામાં જે વિટામિન અને એમીનો એસિડ હોય છે એ એક સ્કેલ્પ અને વાળ બંને ને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. હવે જાણીએ તેના ઉપાય વિષે.

સૌ પ્રથમ તમારે એક બાઉલમાં દહીં, એલોવેરા જેલ, મધ અને ઓલિવ ઓઇલ મિક્સ કરી લેવું અને એ સ્કેલ્પ પર લગાવવું. પછી એકદમ હળવા હાથે એની મસાજ કરવી. આ પેકને ચાલીસ થી પિસ્તાલીસ મિનિટ સુધી લગાવી રાખવું અને પછી સાદા શેમ્પૂથી માથું ધોઈ લેવું. આ ઉપાય વાળને લાંબા કરવા માટે ઘણું જ ઉપયોગી છે.

દહીં અને કેળા :

image soucre

ઉપર જણાવ્યા પેક સિવાય તમે આ પેક બનાવીને પણ ઉપયોગ કરી શકો છો. આ પેક માટે એક સ્વચ્છ બાઉલ લઈ લો. તેમાં પાકેલા કેળાને મિક્સ કરી લો અને તેની એક સારી પેસ્ટ બનાવી લેવી અને પછી તેમાં દહીં, મધ અને તાજા લીંબુ નો રસ ઉમેરી લેવો ત્યારબાદ બધી જ વસ્તુ ને સારી રીતે હલાવીને મિક્સ કરી લેવી. ત્યારબાદ બ્રશ ની મદદ વડે આ પેસ્ટને માથામાં લગાવી લેવી અને ત્રીસ મિનીટ માટે રાખી ને નોર્મલ શેમ્પૂથી તમારા વાળ ધોઈ લેવા. આ માસ્કથી સ્કેલ્પ ને હાઈડ્રેટ અને તેને સાફ રાખવામાં મદદ મળે છે, અને એના કારણે સ્વસ્થ વાળ મળે છે.

Related Posts

0 Response to "દહીંમાં આ ત્રણ વસ્તુઓ ઉમેરીને બનાવો હેર પેક, વાળ બનશે મજબૂત અને ફાયદાકારક"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel