લોકોની માંગણી પર ફરી જોવા મળી શકે છે ક્રિકેટના મેદાનમાં યુવરાજ સિંહ

યુવરાજ સિંહ એટલે સિક્સર કિંગ. તે ટીમ ઈન્ડિયાના મોટા મેચ જીતનારામાંથી એક છે. આમ તો યુવરાજ સિંહે ઈન્ટરનેશનલ ક્રિકેટને છોડી દીધી છે. જોકે હવે તેણે પિચ પર પાછા ઊતરવાના સંકેતો આપ્યા હતા. 2011ના વર્લ્ડ કપના હીરો રહી ચૂકેલ યુવરાજ સિંહે સોશિયલ મીડિયા પર પોતાનો એક વીડિયો મૂક્યો હતો તેમાં ફેબ્રુઆરી 2022માં પછી પિચ પર ઊતરવાની ઈચ્છા દર્શાવી હતી.

Yuvraj Singh hints at a 'different captain' citing Virat Kohli's workload, suggests alternative for shorter formats | Cricket - Hindustan Times
image sours

તેને વીડિયો અપલોડ કર્યો હતો :
તેને એક વીડિયો અપલોડ કર્યો હતો એ તેણે ઈંગ્લેન્ડની સામે રમેલી 150 રનની ઈનિંગનો છે. બેટિંગ કરતા તેણે આ વીડિયોને તેરી મિટ્ટીના ગીત પર એડિટ કરીને તેને આ વિડીયો પોસ્ટ કર્યો હતો. યુવરાજે સોશિયલ મીડિયા પર પોતાનો આ વીડિયો પોસ્ટ કરતા જણાવ્યુ હતું કે, તમારું ભાગ્ય ભગવાનને નક્કી કરે છે કે લોકોની માંગણી પર હું ફરીથી ફેબ્રુઆરીમાં પિચ પર ઊતરીશ. આ ફિલિંગથી મારા માટે વધારે કંઈ જ નથી. હું એના માટે બધાનો ખૂબ આભારી છું.

યુવરાજ સિંહની ઈન્ટરનેશનલ  કારકિર્દી
તે ભારત માટે 40 ટેસ્ટ, 304 વનડે અને 58 T20 ગેમ રમ્યા છે. તેણે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 11000થી પણ વધારે રન બનાવ્યા છે, તેમાં 17 સેન્ચુરી અને 71 હાફ સેન્ચુરી ફટકારી છે. યુવરાજ પોતાના ફુલફોર્મમાં હોય ત્યારે વિરોધી ટીમ માટે તેને રોકવો ખૂબ મુશ્કેલ થતું હતું. 11000થી વધારે રન બનાવવા ઉપરાંત તેણે 148 વિકેટ પણ લીધેલી છે, તેમાં 2 વખત 4 વિકેટ અને 1 વખત 5 વિકેટ લેવાની સિદ્ધિ પણ મેળવી છે.

2000મા થઈ હતી શરૂઆત :
યુવરાજ સિંહે ઈન્ટરનેશનલ શરૂઆત વર્ષ 2000માં નૈરોબીમાં રમાયેલી ICC નોકઆઉટ ટૂર્નામેન્ટમાંથી કરી. યુવરાજે તેની છેલ્લી મેચ 30 જૂન 2017ના રોજ વેસ્ટ ઈન્ડીઝની સામે રમી હતી. તેણે રિટાયરમેન્ટની જાહેરાત વર્ષ 2019માં કરી.

FIR against Yuvraj Singh over casteist remarks against Yuzvendra Chahal
image sours

0 Response to "લોકોની માંગણી પર ફરી જોવા મળી શકે છે ક્રિકેટના મેદાનમાં યુવરાજ સિંહ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel