રિસામણે ગયેલી પત્ની પાછી આવીને જોયું તો તેના પગ નીચેથી જમીન ખસી ગઈ
ગાંધીનગરમાં પતિથી રિસાઈને પત્ની પિયર ચાલી ગઈ હતી. તેને આવો દાવો કર્યો છે. પત્નીના પિયર ગયાના એક મહિના સુધી પતિએ પત્નીની સંભાળ ન લેતા પત્ની સાસરેથી પાછી આવીને દરવાજો ખખડાવ્યો તો પતિની બીજી પત્નીએ દરવાજો ખોલી સ્વાગત કરતા પત્નીની પગ નીચેથી જમીન ખસી ગઈ હતી.

આ આખી ઘટના વિશે જાણીએ તો, ગાંધીનગરમા ચાર સંતાન સાથે એક દંપતી સુખી જીવનમાં બીજી સ્ત્રીનું આગમન થતા આખો મામલો પોલીસ મથકે પહોંછી ગયો હતો. ગાંધીનગરમાં રહેતી રેખા (નામ બદલ્યું છે)ના લગ્ન અક્ષય (નામ બદલ્યું છે) સાથે કરાયા હતા. આ લગ્નજીવનથી રેખાએ ચાર સંતાનને જન્મ આપ્યો હતો. દંપતી ચાર સંતાનોના લાલનપાલનમા ખૂબ વ્યસ્ત થઈ ગયું. ત્યારે સમય જતા અક્ષયના સ્વભાવમાં અચાનક બદલાવ થવા લાગ્યો.
અક્ષય ધીમે ધીમે રેખા અને તેના ઘરમાં ઓછું ધ્યાન આપવા લાગ્યો, એટલે રેખાને એમ હતું કે અક્ષય કામધંધા બાબતે વધારે વ્યસ્ત હોય છે તેથી તેનો સ્વભાવ થોડો બદલાયો હશે. જોકે સમય જતાં અક્ષયે રેખા સાથે વાતચીત કરવાનું પણ સાવ ઓછું કરી દીધું અને તે હમેશા ફોનમાં જ વ્યસ્ત રહેવા લાગ્યો.
મધરાત સુધી ફોનમાં વ્યસ્ત રહેતાં શંકા ગઇ :

પહેલી પત્ની પાછી આવી તો બીજી પત્નીએ સ્વાગત કર્યું :
રેખાને અક્ષયના અફેરની જાણ થઈ ત્યારે પતિ-પત્ની વચ્ચે શરૂ થઈ ગયો. તેમ છતાં અક્ષય પોતાના અવૈધ સંબંધ તોડવા માટે તૈયાર ન હતો. ત્યારે એક મહિના પહેલા દંપતી વચ્ચે ખૂબ માથાકૂટ થઇ, તેથી રેખા ચારેય સંતાનોને લઈને રિસાઈને પિયર રહેવા માટે જતી રહી, પરંતુ મહિના સુધી અક્ષયે રેખા કે સંતાનોને પરત લાવવા કોઈ પણ પ્રયત્ન ન કર્યો. ત્યારે રેખા સંતાનોના ભવિષ્યને ધ્યાનમાં રાખી ઘરે પાછી આવી હતી. રેખાએ સાસરે આવીને જેવો ઘરનો દરવાજો ખખડાવ્યો ત્યારે અક્ષયને જેની સાથે અફેર ચાલતું હતું તે રીના (નામ બદલ્યું છે)એ દરવાજો ખોલ્યો.
રેખાએ 181ની ટીમને મદદ માટે બોલાવી :
આ જોઈ રેખાના પગ નીચેથી જમી ખસી ગઈ હતી, કેમ કે અક્ષયે એક મહિનાની અંદર જ રીના સાથે લગ્ન કરી લીધા અને નવો ઘરસંસાર માંડી લીધો હતો. આ વાતને લઈ બન્ને વચ્ચે ખૂબ મોટો ઝઘડો થયો અને પાડોશીઓ પણ ભેગા થઈ ગયા હતા. છેલ્લે રેખાએ 181 અભયમ મહિલા હેલ્પલાઈનની ટીમને ફોન કરીને મદદ માટે બોલાવી હતી.
અક્ષય કોઇ વાત સમજવા તૈયાર ન હોવાથી મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો :

0 Response to "રિસામણે ગયેલી પત્ની પાછી આવીને જોયું તો તેના પગ નીચેથી જમીન ખસી ગઈ"
ટિપ્પણી પોસ્ટ કરો