કેટરીના કેફ અને વિકી કૌશલના થયા લગ્ન, સોશિયલ મીડિયા પર શેર કર્યા ફોટા

આખરે બોલિવૂડના સૌથી પ્રિય કપલ વિકી કૌશલ અને કેટરિના કૈફ સાત જન્મના લગ્નના બંધનમાં બંધાઈ ગયા. તેમના શાહી લગ્ન રાજસ્થાનના સવાઈ માધોપુર સ્થિત સિક્સ સેન્સ ફોર્ટ ખાતે શોબિઝની ઝગમગાટથી દૂર થયા હતા. વર્ષના સૌથી મોટા લગ્નમાં માત્ર થોડા જ મહેમાનોને હાજરી આપવાનો મોકો મળ્યો. નવવિવાહિત કપલ ​​વિકી કૌશલ અને કેટરિના કેફના લગ્ન બાદ તેમનો પરિવાર હજી ઉજવણીમાં ડૂબેલો છે

image soucre

કેટરીના કૈફે 9 ડિસેમ્બરે વિકી કૌશલ સાથે લગ્ન કર્યા હતા. ચાહકો કેટલા સમયથી કપલના લગ્નની તસવીરોની રાહ જોઈ રહ્યા હતા. હવે એ રાહ જોવાનો સમય પૂરો થયો છે. કેટરીના કૈફે ઈન્સ્ટા પર લગ્નની તસવીરો શેર કરીને પોતાના લગ્નની જાહેરાત કરી છે. આ ફોટા ખૂબ જ સુંદર છે.

image source

કેટરીનાએ શેર કરેલા આ ફોટામાં તેઓ ફેરા ફરતા દેખાઇ રહ્યા છે, અન્ય એક ફોટામાં બન્ને એકબીજાને વરમાળા પહેરાવી રહ્યા છે. જ્યારે બીજા એક ફોટામાં વિકી અને કેટ એકબીજાની સામે જોઈ રહ્યા છે અને આ બધા જ ફોટામાં કપલ ખૂબ જ સુંદર લાગી રહ્યું છે.

કેટરીનાએ આ ફોટા શેર કરતાની સાથે કેપ્સનમાં લખ્યું છે કે જેને અમને આ ક્ષણ સુધી પહોંચાડ્યા એ બધા માટે અમારા દિલમાં ફક્ત પ્રેમ છે. અમે અમારા જીવનની નવી શરૂઆત કરી રહ્યા છે એટલે તમારા બધાના પ્રેમ અને આશીર્વાદની અમને જરૂર છે

image soucre

વિકી કૌશલ અને કેટરિના કૈફના લગ્નની તસવીરો સાથે તેમના વરમાળાનો વીડિયો પણ સામે આવ્યો છે. આતશબાજી, ઢોલ-નગારા સાથે મહેમાનોમાં યુગલોની હારમાળા જોવા મળી હતી. વિકી કૌશલ અને કેટરીનાએ મેડ ફોર ઈચ અધરએ લગ્ન કરી લીધા હતા. કેટરીનાએ લાલ લહેંગા અને વિકીની ઓફ-વ્હાઈટ શેરવાની પહેરી હતી

વિકી કૌશલ અને કેટરિના કૈફે રાજસ્થાનના સિક્સ સેન્સ ફોર્ટ બરવાડામાં લગ્ન કર્યા હતા. લગ્ન પછી, યુગલે કિલ્લાની બહાર ઉભેલા મીડિયાકર્મીઓને લગ્નના લાડુ વહેંચ્યા. વિકી-કેટરિનાના લગ્ન સંપન્ન થતાં જ તેમના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

image soucre

હવે બોલિવૂડના પરિણીત યુગલોમાં વિકી કૌશલ અને કેટરીના કૈફનું નામ પણ સામેલ થઈ ગયું છે. બંનેના લગ્ન રાજસ્થાનના સવાઈ માધોપુર સ્થિત સિક્સ સેન્સ ફોર્ટમાં થયા હતા. આ સાથે કેટરિના અને વિકી પતિ-પત્ની બની ગયા છે. તેમના સંબંધો સત્તાવાર બની ગયા છે. તેઓ સાત જન્મો માટે એકબીજાના બની ગયા છે. બંનેના આ લગ્ન નજીકના લોકોની હાજરીમાં થયા હતા. આજે રાત્રે કપલ લગ્નની રિસેપ્શન પાર્ટી આપશે.

0 Response to "કેટરીના કેફ અને વિકી કૌશલના થયા લગ્ન, સોશિયલ મીડિયા પર શેર કર્યા ફોટા"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel