રક્ષાબંધને સવારે 9.29 વાગ્યા સુધી ભદ્રા રહેશે, જાણી લો આ 3 મોટા તહેવારો વિશે , જેના શુભયોગ સર્જાશે
આતુરતાથી જે પર્વની રાહ જોવાઇ રહી છે તે શ્રાવણ માસ ૨૧ જુલાઈથી આવી રહ્યો છે. એ પહેલા એટલે કે ૨૦ જુલાઈએ હરિયાળી અમાસ છે આ અમાસ સોમવારે આવતી હોવાથી ખુબજ ખાસ છે. આ દિવસે પિતૃઓના મોક્ષ માટે તર્પણ પૂજા વિધિ કરવાથી વિશેષ લાભ થાય છે.
સાથે સોમવતી અમાસે જે લોકોને કાલસર્પ યોગ હશે તેઓ પણ આ દિવસે શિવજીની વિશેષ પૂજા અર્ચના કરી આ દોષને નિવારી શકે છે. ૨૦ જુલાઈથી ૩ ઓગસ્ટ સુધી અનેક મોટા પર્વ આવી રહ્યા છે, આ તહેવારો ઉપર જ્યોતિષના દુર્લભ યોગ પણ બનશે. સાથે જ, તેમાં ૭ દિવસ અનેક શુભ મુહૂર્ત પણ છે. આ મુહૂર્તમાં કોઇપણ શુભકામની શરૂઆત કરી શકાય છે. ૨૦ જુલાઈએ હરિયાળી અમાસ, ૨૫ એ નાગપાંચમ અને ૩ ઓગસ્ટે રક્ષાબંધન ઉજવવામાં આવશે. આ વખતે ૨૦ વર્ષ બાદ સોમવતી અમાસનો શુભ યોગ બની રહ્યો છે. આ વર્ષે સોમવારે સર્વાર્થ સિદ્ધિ યોગ પણ રહેશે.
૭ દિવસ શુભ મુહૂર્ત
આ યોગમાં શરૂ કરેલાં કામ જલ્દી જ સિદ્ધ એટલે પૂર્ણ થઇ શકે છે. એટલે જ, તેને સર્વાર્થસિદ્ધિ યોગ કહેવામાં આવે છે. સર્વાર્થસિદ્ધિ યોગ- ૨૦, ૨૧, ૨૬, ૨૯, ૩૦ જુલાઈએ, ૨ અને ૩ ઓગસ્ટે પણ આ શુભ યોગ બનશે. ૨૬ જુલાઈએ સર્વાર્થસિદ્ધિ સાથે અમૃતસિદ્ધિ યોગ અને દ્વિપુષ્કર યોગ બનશે. ત્યાર બાદ ૨૯ જુલાઈએ ફરીથી અમૃતસિદ્ધિ યોગ બની રહ્યો છે. આ ત્રણેય યોગમાં કોઇપણ શુભ કામની શરૂઆત કરી શકાય છે.
હરિયાળી અમાસે ૫ ગ્રહ પોત-પોતાની રાશિમાં
આ દિવસે સાંજે લગભગ ૪ વાગ્યે ચંદ્ર પણ પોતાની કર્ક રાશિમાં આવી જશે. સોમવારે ૯માંથી ૫ ગ્રહ પોત-પોતાની રાશિમાં રહેશે. બુધ મિથુનમાં, ગુરુ ધનમાં, શુક્ર વૃષભમાં અને શનિ મકર રાશિમાં રહેશે.
અમાસના દિવસે પિતૃઓનું પૂજન કરોઃ-
રવિવારે ચૌદશ તિથિ છે. આ તિથિના સ્વામી સ્વયં શિવજી છે. આ દિવસે શિવજીનો વિશેષ અભિષેક કરો. ત્યાર બાદ સોમવારે અમાસ છે. આ તિથિના સ્વામી પિતૃ દેવતા માનવામાં આવે છે. સોમવારે શિવ પૂજન સાથે જ પિતૃઓ માટે દાન, તર્પણ અને ધૂપ-ધ્યાન કરો.
નાગપાંચમે ૪ ગ્રહ પોત-પોતાની રાશિમાં
આ દિવસે શિવજીને પ્રિય નાગ દેવતાની પૂજા કરવામાં આવે છે. આ વર્ષે નાગપાંચમ શનિવાર, ૨૫ જુલાઈએ છે. ધ્યાન રાખવું કે, સાપને દૂધ પીવડાવવું નહીં. આ જીવ માંસાહારી છે અને દૂધ તેના માટે ઝેર સમાન હોય છે. આ તિથિએ કોઇ મંદિરમાં શિવલિંગ સાથે જ નાગ દેવતાની પ્રતિમા કે ચિત્રની પૂજા કરો. જીવિત સાપની પૂજા કરવી નહીં. આ પંચમીએ નાગદેવની પૂજા કરવાથી કુંડળીના રાહુ અને કેતુ સાથે સંબંધિત દોષ પણ દૂર થઇ શકે છે. નાગ પાંચમે કાલસર્પ યોગની પૂજા પણ કરાવી શકો છો.
રક્ષાબંધનના દિવસે સવારે ૯.૨૯ વાગ્યા સુધી ભદ્રા
શનિ પોતાની જ રાશિ મકરમાં ચંદ્ર સાથે રહેશે. શનિ-ચંદ્રની યુતિથી વિષયોગ બને છે. આ દિવસે સવારે ૯.૨૯ વાગ્યા સુધી ભદ્રા રહે છે. સોમવાર, ૩ ઓગસ્ટે રક્ષાબંધન ઉજવવામાં આવશે. આ દિવસે રાહુ શુક્ર સાથે મિથુન રાશિમાં, કેતુ અને ગુરુ ધન રાશિમાં રહેશે. ત્યાર બાદ આખો દિવસ રક્ષાબંધન પર્વ ઉજવી શકાશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "રક્ષાબંધને સવારે 9.29 વાગ્યા સુધી ભદ્રા રહેશે, જાણી લો આ 3 મોટા તહેવારો વિશે , જેના શુભયોગ સર્જાશે"
ટિપ્પણી પોસ્ટ કરો