આપદાને અવસરમાં બદલવાનું આવું ઉદાહરણ તમને ક્યાય નહી મળે, આ ડોકટરના સેવાભાવને સલામ

સામાન્ય રીતે આપણે આપણો ભૂતકાળ અને અહેસાન બંને ભૂલી જતા હોઈએ છીએ, જે દેશમાં આપણે જન્મ લીધો છે, જે માતાએ આપણને જન્મ આપ્યો, જે મિત્રોએ આપણને સાથ આપ્યો, જેમણે મુશ્કેલીમાં આપણને સહાયતા કરી અથવા જેણે આપણને એ લાયક બનાવ્યા જ્યાં આજે આપણે છીએ. આપણે સામાન્ય રીતે આ બધાય પ્રત્યેના ઋણને અદા કરી શકતા નથી. જો કે આ ઋણ અદા કરવાના ઘણા ઓછા અવસર આપણને મળતા હોય છે. આવા સમયે હાલમાં ઓસ્ટ્રેલીયન નાગરિક બની ચુકેલા અમદાવાદી ડોકટરે પોતાના ઋણને ચુકવવા કમર કસી લીધી હતી. હાલમાં આ ડોક્ટર જયારે દેશમાં કોરોના વકરી રહ્યો છે, ત્યારે તેઓ સિવિલમાં સ્વેચ્છાએ કોરોના દર્દીઓની સારવાર કરીને પિતૃસંસ્થાનુ ૠણ અદા કરી રહ્યા છે.

ડૉ. હિતેશ પટેલ સિવિલ હોસ્પિટલના જૂના વિધાર્થી

image source

છેલ્લા દોઢ મહિનાથી સિવિલમાં સ્વેચ્છાએ કોરોના દર્દીઓની સારવાર કરી રહેલા હિતેશ પટેલ એ સિવિલ હોસ્પીટલના જુના વિદ્યાર્થી અને તબીબ છે. વર્તમાન સમયમાં તેઓ ઓસ્ટ્રેલીયા રહે છે. જો કે લોકડાઉન પહેલા જ તેઓ ઓસ્ટ્રેલીયાથી અમદાવાદ આવ્યા હતા. જયારે એમને અનુભવાયું કે હાલમાં દેશભરમાં કોરોના વકરી રહ્યો છે, અને સિવિલને તબીબોની તાતી જરૂર છે, ત્યારે હિતેશ પટેલ સ્વૈછિક રીતે સામે ચાલીને કોરોના ડયુટી માટે જોડાયા હતા. હાલમાં તેઓ છેલ્લા દોઢ મહિનાથી સિવિલમાં સેવા આપી રહ્યા છે.

મારી જરૂર હોય અને હું ઘેર બેસી રહું તે કેમનું ચાલે ?

image source

હાલમાં જ્યારે દેશભરમાં કોરોનાની સંખ્યા વધતા ડોક્ટરોની અછત સર્જાઈ છે. ત્યારે આ સમસ્યાની જાણ થતા જ ડોક્ટર હિતેશથી રહેવાયું નહિ, અને તે જાતે જ સિવિલમાં દોડી ગયા. એમણે સીધા જ સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ જે. પી. મોદીને મળીને એક જ રટણ ચાલુ રાખ્યું હતું કે, મારે કોરોનામાં ડ્યુટી કરવી છે. સિવિલ હોસ્પિટલ સમા મંદિરમાં આવેલા દર્દી નારાયણની સેવા-સુશ્રાષા કરવી છે. સિવિલ હોસ્પિટલે મને ઓળખાણ આપી છે. જ્યારે એમને પૂછવામાં આવ્યું કે કેમ તો એમણે જણાવ્યું હતું કે, “હું આજે સફળતાના જે કોઈ પણ મૂકામે છું, એ બધું જ આ સિવિલ હોસ્પિટલના કારણે છે. કોરોનાની મહામારીમાં જ્યારે સિવિલ હોસ્પિટલને મારી જરૂર હોય અને હું ઘેર બેસી રહું તે કેમનું ચાલે.??”

કોરોનામાં માનસિક સારવાર અને કાઉન્સેલિંગનો અહમ ભાગ

image source

ટ્રોમા સેન્ટર અને માનસિક રોગના નિષ્ણાંત ડૉ. હિતેશ પટેલ હાલમાં ૧૨૦૦ બેડ ડેડિકેટેડ હોસ્પિટલમાં કોરોના ગ્રસ્ત દર્દીઓની સારવાર વિશે પોતાના અનુભવ વ્યક્ત કરતા કહે છે કે આ રોગમાં દર્દીઓને તબીબી સારવાર સાથે માનસિક સારવાર અને યોગ્ય કાઉન્સેલિંગની પણ જરૂર હોય છે. કારણ કે સામાન્ય રીતે સાધારણ રોગમાં પણ કોઈ વ્યક્તિ બીમાર થાય ત્યારે ખબર અંતર પૂછવા લોકોનો જમાવડો થાય છે, પણ કોરોનામાં સ્થિતિ તદ્દન વિરોધી હોય છે. આ સમયે દર્દીના નજીકના સગા પણ દર્દીને મળી શકતા નથી. પરિણામે દર્દી એકલવાયું, ગભરામણ, અશાંત અને માનસિકત તણાવ પણ અનુભવતું હોય છે. આ સ્થિતમાં અમે દર્દીઓનું કાઉન્સેલિંગ કરતા અને નવરાશની પળોમાં રાઉન્ડ મારતી વખતે એમને સાંભળતા, જેથી એમનું કોઈ છે એવી એમને અનુભૂતિ થાય.

મીડિયામાં સિવિલ અંગે નકારાત્મકતા જોઇ દુખ થતું

image source

વધુમાં એમણે જણાવ્યું કે લોકડાઉન પહેલા જ હું વતન પરત આવ્યો હતો. એવામાં આ કોરોના અને લોકડાઉન સતત લંબાતું રહ્યું. એવામાં મીડિયા અને ચેનલોમાં સિવિલ અંગેની નકારાત્મકતા જોઇને મને દુખ થતું. હું ખુબ જ નિરાશા અનુભવતો. કારણ કે મેં મારી આંખે સિવિલના તંત્રને અનેક કુદરતી તેમજ માનવસર્જિત આપદાઓ સામે કર્તવ્યનિષ્ઠ થઈને કામ કરતા નજરે જોયું છે. આ બધું સાંભળીને તરત જ મેં સિવિલના સુપ્રિન્ટેન્ડેન્ટનો સંપર્ક કર્યો હતો અને એમને જણાવ્યું હતું કે મારે પણ કોરોનામાં ડ્યુટી કરવી છે. મારે આપણી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની સેવા અને સુશ્રુષા કરવી છે. જો કે તંત્ર તરફથી પણ મને સકારાત્મક જવાબ જ મળ્યો અને મેં ડ્યુટી જોઈન કરી લીધી.

ડૉ. હિતેશે તમામ ફરજ બખૂબી નિભાવી છે : જે. પી. મોદી

image source

આ સેવાભાવી વ્યક્તિ ડોક્ટર હિતેશ પટેલ અંગે સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉ. જે. પી. મોદી જણાવે છે કે ડૉ. હિતેશ એ કપરા સમયમાં સ્વૈચ્છિક રીતે જ આગળ આવ્યા હતા. એમણે આ જવાબદારી પણ સ્વેચ્છાએ સ્વીકારી છે. આ કામ દરમિયાન કોરોના વોર્ડમાં ડ્યૂટી આપી હોય કે, કોરોના વોર્ડ મેનેજમેન્ટની જવાબદારી, તેમણે તમામ ફરજ બખૂબી નિભાવી છે. આ ઉપરાંત માનસિક રોગના નિષ્ણાંત ડૉ. હિતેશ પટેલે ઘણાંય દર્દીઓનું કાઉન્સેલીંગ પણ કર્યું અને એક અલગ જ પ્રકારની સહાયરૂપ સારવાર પદ્ધતિ અપનાવી ઘણા દર્દીઓને બીમારીમાંથી ઉગારી લઈને નવજીવન બક્ષ્યું છે. અમારી હોસ્પિટલે પણ હિતેષની આ કર્તવ્યનિષ્ઠાને બિરદાવી છે.

સલામ છે આવા દરેક કોરોના યોદ્ધાઓને

image source

હાલમાં કોરોના મહામારી જેવા સમયકાળમાં દેશ પર અચાનક આવી પડેલ આપદાના સમયે આપણે દરેકે એકજુથ થઈને લડવું જરૂરી બની ગયું છે. ખરા અર્થમાં દેશને અને મેડિકલ જગતને પણ જરૂર છે આવા સ્વૈચ્છિક કોરોના યોદ્ધાઓની, જે આ સમયમાં દેશની સેવા પોતાનું કર્તવ્ય સમજીને કરવા માટે સ્વેચ્છાએ આગળ આવે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "આપદાને અવસરમાં બદલવાનું આવું ઉદાહરણ તમને ક્યાય નહી મળે, આ ડોકટરના સેવાભાવને સલામ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel