નાગ પંચમીના દિવસે આ રીતે કરો નાગદેવતાની પૂજા, મળશે નાગદેવતાના આશીર્વાદ
જાણો ક્યારે છે નાગપંચમી નું શુભ મુર્હુત અને એની પૂજા વિધિ…
હિન્દુ ધર્મ નો સૌથી પવિત્ર માસ શ્રાવણ માસ માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં નાગની પુજાને પવિત્ર માનવામાં આવે છે. જેના કારણે નાગપાંચમના દિવસે નાગની પુજા કરવાનું ચુકતા નથી. આ દિવસે નાગને દૂધ પીવડાવામાં આવે છે. નાગની પૂજા હંમેશાં નાગ મંદિરમાં થવી જોઈએ.
image source
શ્રાવણ મહિનો મહાદેવને અતિ પ્રિય છે, પરંતુ આ પવિત્ર મહિનામાં શિવજી સિવાય મહાદેવના કંઠ પર બિરાજતા નાગદેવતાની પણ પૂજા કરવામાં આવે છે. જેને લોકો નાગપંચમી તરીકે જાણે છે. જો આપણે ધાર્મિક માન્યતા અનુસાર જોઈએ તો નાગદેવતાની પૂજા આરાધના કરવાથી ભક્તોને આશીર્વાદ મળે છે, જેનાથી જીવનની ઘણી સમસ્યાઓ દુર થઇ જાય છે. જો તમે નાગપંચમી પર નાગ દેવતાની પૂજા કરો છો તો એનાથી તમને શુભ ફળની પ્રાપ્તિ થાય છે.
image source
ક્યારે છે નાગપંચમી?
શ્રાવણ મહિનામાં શુક્લ પક્ષની પંચમી તિથીના નાગ પંચમી ઉજવવામાં આવે છે. અ દિવસે નાગની પૂજા થાય છે, માન્યતા અનુસાર જો આ દિવસે નાગ દેવતાની પૂજા કરવામાં આવે તો એનાથી વ્યક્તિને વિશેષ ફળ મળે છે. આ વખતે નાગ પંચમી ૨૫ જુલાઈ શનિવારના ઉજવવામાં આવશે, આ વખતે નાગ પંચમી પર ખાસ યોગ બની રહ્યો છે, નાગ પંચમી પર વૃષિક લગ્નમાં હશે, આ દિવસે કલ્કી ભગવાનની જયંતી પણ મનાવવામાં આવશે અને વિનાયક ચતુર્થી વ્રતનું પારણ પણ થશે.
image source
નાગ પંચમી પૂજાનું શુભ મુહુર્ત
આ વખતે શ્રાવણ મહિનામાં નાગપંચમી ૨૫ જુલાઈ ૨૦૨૦ ના ઉજવવામાં આવશે, પંચમી તિથીની શરૂઆત ૨૪ જુલાઈ ૨૦૨૦ ના ૧૪.૩૩ વાગ્યાથી છે અને એની સમાપ્તિ ૨૫ જુલાઈ ૨૦૨૦ ના ૧૨.૦૧ વાગ્યે છે. જો આપણે આ શુભ મુહુર્તની વાત કરીએ તો પૂજાનું શુભ મુહુર્ત ૫.૪૭ વાગ્યાથી ૮.૨૭ વાગ્યા સુધી રહેશે.
image source
નાગ પંચમીના આ રીતે કરો નાગદેવતાની પૂજા
- નાગ પંચમીના દિવસે કોઈ પણ નાગદેવતાના મંદિરે જવું,અને ત્યાં પર દૂધ અને જળથી અભિષેક કરવું, એ પછી તમારે ધૂપ દીવા કરીને નાગદેવતાને પ્રાથના કરવી.
image source
- નાગદેવતાની પૂજા દરમિયાન આ વિશેષ મંત્ર નો જાપ કરવો. આ જાપ કરવો ખુબ જ જરૂરી માનવામાં આવે છે. “सर्वे नागाः प्रीयन्तां मे ये केचित् पृथिवीतले। ये च हेलिमरीचिस्था येऽन्तरे दिवि संस्थिताः।, ये नदीषु महानागा ये सरस्वतिगामिनः। ये च वापीतडागेषु तेषु सर्वेषु वै नमः।।”
- એવું માનવામાં આવે છે કે નાગદેવતા ધનની દેવી મહાલક્ષ્મીજીની રક્ષા કરે છે, જો તમે આ દિવસે શિવલીંગની પૂજા આરાધના કરો છો તો એનાથી તમારી મનોકામનાઓ જલ્દી પૂરી થઇ શકે છે. એટલું જ નહિ, પણ તમારા જીવનની સમસ્યાઓ પણ ઓછી થાય છે.
લેખન સંકલન : ટીમ નારી છે નારાયણી
આવા જ મજેદાર આર્ટીકલ વાંચતા રહેવા લાઈક કરો આપણું ફેસબુક પેજ નારી છે નારાયણી





0 Response to "નાગ પંચમીના દિવસે આ રીતે કરો નાગદેવતાની પૂજા, મળશે નાગદેવતાના આશીર્વાદ"
ટિપ્પણી પોસ્ટ કરો