મોં માં આવતી દુર્ગંધ દૂર કરવા માટે ઘરે જ બનાવો માઉથવોશ

હવે ઘરે એકદમ સરળ રીતે બનાવો માઉથવૉશ, મોં માંથી આવતી દુર્ગંધ થઇ જશે દુર

આપણામાંથી ઘણાં બધાને મોઢા માંથી દુર્ગંધ આવતી હોવાની તકલીફનો કોઇને કોઇવાર તો સામનો કરવો જ પડતો હોય છે. અલબત્ત આપણે રેગ્યુલર બ્રશ કરતાં હોઇએ તો પણ ઘણીવાર એવું બને કે કબજિયાત કે બીજા અનેક કારણોના લીધે મોઢામાંથી વાસ આવતી હોવાનો અનુભવ આપણને થાય. આવી પરિસ્થિતિમાં આપણે કોઇની સાથે વાત કરતાં પણ સંકોચ થતો હોય છે. આ સ્થિતિથી બચવાનો શ્રેષ્ઠ રસ્તો છે માઉથવોશ.

image source

આમ તો માર્કેટમાં ઘણા પ્રકારનાં માઉથવોશ સરળતાથી મળી રહે છે. પરંતુ જો તમે ઇચ્છો તો, તમે ઘરે પણ માઉથવોશ બનાવી શકો છો. આજે અમે તમને ઘરે જ માઉથ વોશ બનાવવા ની સરળ રીત જણાવવા જઈ રહ્યા છીએ. તો ચાલો જાણીએ તેને બનાવવાની પદ્ધતિ વિશે-

image source

તજ અને લવિંગ

એક વાસણમાં એક કપ પાણી નાખીને એમાં તજના તેલના 10-15 ટીંપા અને લવિંગના તેલ ના 10-15 ટીંપા બરાબર મિક્સ કરી લેવા. આ પાણીને ૫ મિનીટ સુધી ધીમા ગેસ પર ગરમ કરી લેવું અને થોડી વાર ઠંડુ થવા દેવું. તૈયાર છે તજ અને લવિંગનું માઉથ વોશ. તમે આ માઉથવોશને લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો. આ માઉથવોશ ન ફક્ત શ્વાસની દુર્ગંધ દૂર કરે છે. પરંતુ દાંતમાં થનારા સડાથી પણ બચાવે છે.

image source

અજમો અને ફુદીનો

આ માઉથવોશ બનાવવા માટે સૌ પ્રથમ બે ચમચી અજમો, બે ચમચી ફુદીના એને એક પાણીમાં મિક્સ કરી લો. આ ત્રણેય વસ્તુને બ્લેન્ડ કરો અને તેને ગળણીથી ગાળી લો. ત્યાર પછી તેને એક બરણી માં ભરીને રાખો. તૈયાર છે અજમા અને ફુદીના નું માઉથવોશ. રોજ તેનાથી કોગળા કરાવાથી શ્વાસની દુર્ગંધ દૂર થાય છે.

image source

પિપરમિંટ અને ટી ટ્રી ઓઇલ

આ બે વસ્તુ માંથી માઉથવૉશ બનાવવા માટે એક કપ પાણી માં બે ચમચી બેકિંગ સોડા, 8-9 ફુદીનાના પાન અને ટી ટ્રી ઓઇલ ના બે ટીંપા ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે તેને એક બોટલમાં રાખી લો. તમે જ્યારે પણ તેનો ઉપયોગ કરો ત્યારે આ બોટલને એક વખત બરાબર હલાવી લેવું અને પછી ઉપયોગ કરવો.

લેખન સંકલન : ટીમ નારી છે નારાયણી

આવા જ મજેદાર આર્ટીકલ વાંચતા રહેવા લાઈક કરો આપણું ફેસબુક પેજ નારી છે નારાયણી

0 Response to "મોં માં આવતી દુર્ગંધ દૂર કરવા માટે ઘરે જ બનાવો માઉથવોશ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel