ડાયાબિટીશના દર્દીઓમાં જો શુગરનું પ્રમાણ વધુ હોય તો કોરોનાનું જોખમ રહે છે વધારે
ભારતમાં ડાયાબિટીસ રોગ બહુ મોટી સમસ્યા બની ચૂક્યો છે. ડાયાબિટીસમાં કોઈ પણ વ્યક્તિના શરીરમાં સુગરનું પ્રમાણ બહુ જ વધી જતું હોય છે. શરીરમાંના ઇન્સ્યૂલિન નામના એક હોર્મોન સાથે ડાયાબિટીસને સંબંધ છે. ઇન્સ્યૂલિનનું ઉત્પાદન પેન્ક્રિયાસ એટલે કે સ્વાદુપિંડમાં થાય છે. સ્વાદુપિંડ પેટની પાછળના ભાગમાં હોય છે. શરીરમાં સુગરની માત્રાનું નિયંત્રણ ઇન્સ્યૂલિન કરતું હોય છે.
સ્વાસ્થ્ય વિશેષજ્ઞ દ્વારા આ પ્રકારની માહિતી આપવામાં આવી રહી છે. ડાયાબિટીઝના દર્દીઓમાં કોરોનાના ચેપનું જોખમ વધારે છે. કારણ કે આ લોકોની ઈમ્યૂનિટી નબળી હોય છે, કોરોના તેમને ખૂબ જ ઝડપથી સંક્રમિત કરે છે. હાલમાં એક સંશોધન મુજબ જાણવા મળ્યું છે કે કોરોના પોઝિટિવ ડાયાબિટીસ દર્દીઓમાં મૃત્યુઆંક 42 ટકાથી વધુ છે. જો કે આ લોકોને બચાવી શકાયા હોત.
image source
ડાયાબિટીશના દર્દીઓમાં જો શુગરનું પ્રમાણ વધુ હોય તો ખતરો વધારે
આરોગ્ય નિષ્ણાતો મુજબ, ડાયાબિટીસનો ભોગ બનેલા લગભગ 42 ટકા લોકો અને જો તેમને કોરોના હોય તો તેઓના મોત થયાં છે. પરંતુ કોરોના તેના મૃત્યુનું કારણ ન હતું, પરંતુ તેમનામાં શુગરનું પ્રમાણ વધારે હતું.
સંશોધનકારોનું કહેવું છે કે, હોસ્પિટલોમાં દાખલ થયેલા ડાયાબિટીસના મોટાભાગના દર્દીઓને કોરોના ટેસ્ટ પોઝિટિવ બન્યા છે. આ આંકડાઓ વિદેશના હોવા છતાં, આપણા દેશની પરિસ્થિતિ પણ ખૂબ સારી હોવાની અપેક્ષા રાખી શકાતી નથી. કારણ કે આપણો દેશ આખી દુનિયામાં ડાયાબિટીસના દર્દીઓમાં ટોપ પર છે. જેટલા ડાયાબિટીશના દર્દીઓ આપણા દેશમાં છે, તેટલા બીજા કોઈ દેશમાં નથી. આ વાત ચોક્કસપણે આશ્ચર્યજનક છે કે, આયુર્વેદની ભૂમિ પર ડાયાબિટીઝનો આટલો ફુટ કેવી રીતે ફેલાય છે.
image source
ડાયાબિટીઝના આ દર્દીઓની સંભાળ લો
કોઈ પણ વ્યક્તિને ડાયાબિટીસનો રોગ હોય તો એને કોરોના ચેપના કોઈ લક્ષણો જાણવા મળે તો તુરંત જ તેમને ડોક્ટરનો સંપર્ક કરવા વિશેષ કાળજી લેવી જોઈએ. જો તમારા ડોક્ટર તેમને કોવિડ -19 નું પરીક્ષણ કરવાની સલાહ આપે છે, તો તરત જ રીપોર્ટ પણ કરાવી લેવા.
નિષ્ણાતો અનુસાર, ડાયાબિટીસના એવા દર્દીઓ જેઓ કોરોના ચેપને કારણે મૃત્યુ પામ્યા હતા જેમણે પ્રારંભિક તબક્કે તેમની બગડતી તબિયતની કાળજી લીધી ન હતી. જો આ લોકો સાવચેતી સાથે પ્રારંભિક સ્તરે ડોકટરોનો સંપર્ક કરે તો તેમનું શુગર જોખમી સ્તર સુધી પહોંચતા બચાવી શકે છે.
image source
કોરોના ચેપ લાગવાની શક્યતાઓ
આરોગ્ય વિશેષજ્ઞોનું કહેવું છે કે જો સુગરના દર્દીઓને કોરોના ચેપ લાગે છે, જો તેઓ પ્રારંભિક તબક્કે યોગ્ય દવાઓ અને સંભાળ મેળવે તો તેમના શુગરને નિયંત્રિત કરી શકાય છે.
image source
જો આ રોગ દરમિયાન સુગર નિયંત્રણમાં રહે છે, તો કોરોના ચેપને દવાઓ દ્વારા આરામથી સારવાર આપી શકાય છે. તેથી, ડાયાબિટીશના દર્દીઓએ કોરોનાથી ધાક ખાવાને બદલે તેમના સ્વાસ્થ્ય વિશે સાવધાન રહેવું જોઈએ. ઉપરાંત નિયમિત આહાર લેવો જોઈએ અને સમયસર યોગ્ય તપાસ પણ કરાવી લેવી જોઈએ.
લેખન સંકલન : ટીમ નારી છે નારાયણી
આવા જ મજેદાર આર્ટીકલ વાંચતા રહેવા લાઈક કરો આપણું ફેસબુક પેજ નારી છે નારાયણી




0 Response to "ડાયાબિટીશના દર્દીઓમાં જો શુગરનું પ્રમાણ વધુ હોય તો કોરોનાનું જોખમ રહે છે વધારે"
ટિપ્પણી પોસ્ટ કરો