આજના વૈજ્ઞાનિકો ગોથે ચડશે? શ્રીલંકાની સરકારના દાવાથી સ્પષ્ટ થશે કે રામાયણ કાળમાં રાવણ પાસે….

હિંદુ ધર્મમાં બે મહાકાવ્યની રચના કરવામાં આવી છે. રામાયણ અને મહાભારત. હિંદુ ધર્મના મહાકાવ્ય રામાયણમાં લગભગ બધાના મનમાં અંકિત થઈ ગયેલ છે. આવા સમયે હાલમાં શ્રીલંકાની સરકાર દ્વારા લંકાના રાજા રાવણ પર એક રીસર્ચ કરવામાં આવ્યું છે અને આ રિસર્ચના આધારે એવો દાવો કરવામાં આવ્યો છે કે, રાવણ વિશ્વનો સૌપ્રથમ પાયલટ એટલે કે, વિમાનચાલક હતા. ચાલો જાણીએ શ્રીલંકા સરકાર દ્વારા રાવણ પર કરવામાં આવેલ રીસર્ચ અને દાવા વિષે…

image source

શ્રીલંકાની સરકાર દ્વારા બનાવવામાં આવેલ પહેલા સેટેલાઈટને રાવણનું નામ આપવામાં આવ્યું છે.

૫ હજાર વર્ષ પહેલા ઉડાવવામાં આવ્યું હતું વિમાન.

આવનાર પાંચ વર્ષમાં અમે આ વાતની સાબિત કરીને રહીશું.: ઉડ્ડયન વિભાગ.

image source

શ્રીલંકા દેશમાં રાવણને દુનિયાનો પહેલો એવિએટર એટલે કે વિમાન ચાલક હોવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. આ વિષે શ્રીલંકાની સરકાર પોતાના દેશવાસીઓને અપીલ કરી રહી છે કે, તેઓ રાવણની સાથે સંકળાયેલા દસ્તાવેજોને શેર કરે. શ્રીલંકા દેશના સમાચર પત્રોમાં શ્રીલંકાના પ્રવાસન વિભાગ દ્વારા આ બાબતે જાહેરાત પણ આપવામાં આવી ગઈ છે. આ જાહેરાતમાં એવી અપીલ કરવામાં આવી છે કે, જો શ્રીલંકાના કોઈ દેશવાસી જોડે રાવણ સાથે જોડાયેલ કોઇપણ પ્રકારના દસ્તાવેજ કે પછી માહિતી કે પછી પુસ્તક જેવી કોઇપણ વસ્તુ પોતાની પાસે હોય તો તેને સરકારને આપીને મદદ કરવા માટે વિનંતી કરવામાં આવે છે. શ્રીલંકાની સરકાર દ્વારા રાવણ વિશ્વનો પહેલો પાયલટ હતો જેના વિષે ઐતિહાસિક રીસર્ચ અને સાબિતીઓ એકઠી કરવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

શ્રીલંકા દેશે પોતાના પહેલા સેટેલાઈટને રાવણનું નામ આપવામાં આવ્યું છે.

image source

શ્રીલંકા સરકાર દ્વારા હાલમાં જ એક સેટેલાઈટ લોન્ચ કરવામાં આવ્યો છે. શ્રીલંકાએ આ સેટેલાઈટનું નામ રાવણ આપ્યું છે, ‘રાવણ’ સ્પેસ મિશનએ શ્રીલંકાનું પહેલું સ્પેસ મિશન છે.

પાંચ હજાર વર્ષ પહેલા ઉડાવવામાં આવ્યું હતું વિમાન.:

image source

તાજેતરમાં જ શ્રીલંકાની સરકાર દ્વારા આ વિષય પર શોધ કરવામાં આવી રહી છે અને શ્રીલંકાની સરકારનું એવું માનવું છે કે, ‘રાવણ’ દુનિયાનો પહેલો વિમાન ચાલક હતા રાવણએ પાંચ હજાર વર્ષ પહેલા વિમાન ઉડાવવામાં આવ્યું હતું. શ્રીલંકાના નાગરિક ઉડ્ડયન ઓથોરીટીએ હવે તેને પહેલા લોન્ચ કરીને આ વાત જાણવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે, પ્રાચીન સમયમાં વિમાનને ઉડાડવા માટે કેવી પદ્ધતિનો પ્રયોગ કરવામાં આવતો હતો. પુષ્પક વિમાન રાવણ દ્વારા ઉડાવવામાં આવ્યું હોવાનું શ્રીલંકા સરકાર દ્વારા માનવામાં આવી રહ્યું છે.

આવનાર પાંચ વર્ષમાં આ વાતને સાબિત કરવાનો દાવો કરવામાં આવ્યો છે.: ઉડ્ડયન વિભાગ.

image source

શ્રીલંકા દેશના નાગરિક ઉડ્ડયન ઓથોરીટીના વાઈસ પ્રેસિડેન્ટ શશી દનાતુંગનું એવું કહેવું છે કે, તેઓની પાસે અકલ્પનીય તથ્યો છે જેની મદદથી સાબિત કરી શકાય છે કે, રાવણ દુનિયાનો સૌપ્રથમ વિમાન ચાલક હતો જેના દ્વારા એક એરક્રાફ્ટ ઉડાવવામાં આવ્યું હતું. તેઓ જણાવે છે કે, રાવણ એક પ્રતિભાશાળી વ્યક્તિ હતા. રાવણ એવા વ્યક્તિ હતા જેમના દ્વારા વિમાન ઉડાવવામાં આવ્યું હતું રાવણ દુનિયાનો પ્રથમ વિમાનચાલક હતા. જો કે, આ કોઈ પ્રાચીન કથા નથી, પણ એક સત્ય હકીકત છે. જેના વિષે વિસ્તારપૂર્વક શોધ થવી જોઈએ. આવનાર પાંચ વર્ષમાં અમે આ વાતને સાબિત કરીને રહીશું.

image source

ખાસ વાત એ છે કે, ગત વર્ષે શ્રીલંકામાં નાગરિક ઉડ્ડયન એક્સપર્ટ, ઈતિહાસકારો, પુરાતત્વવિદ અને વૈજ્ઞાનિકોની એક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સના અંતે એવું તારવવામાં આવ્યું હતું કે, રાવણએ પાંચ હજાર વર્ષ પહેલા વિમાન દ્વારા શ્રીલંકાથી ભારત પહોચ્યા હતા અને ભારતથી પરત શ્રીલંકા પણ આવ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

Related Posts

0 Response to "આજના વૈજ્ઞાનિકો ગોથે ચડશે? શ્રીલંકાની સરકારના દાવાથી સ્પષ્ટ થશે કે રામાયણ કાળમાં રાવણ પાસે…."

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel